Home /News /business /DreamFolks Servicesનું આજે લિસ્ટિંગ, એક્સપર્ટ મુજબ રોકાણકારોને કેટલો તગડો ફાયદો થઈ શકે?

DreamFolks Servicesનું આજે લિસ્ટિંગ, એક્સપર્ટ મુજબ રોકાણકારોને કેટલો તગડો ફાયદો થઈ શકે?

ડ્રીમફોક્સ સર્વિસિઝના શેરનું આજે લિસ્ટિગં છે, કંપનીની રેવન્યુ ત્રણ વર્ષમાં અનેકગણી વધી છે, હવે તમારે શું કરવું તે નિષ્ણાતો પાસેથી જાણો?

DreamFolks Services IPO Listing: ડ્રીમફોક્સ સર્વિસિઝના શેર સોમવારે ગ્રે માર્કેટમમાં 110 રુપિયાના પ્રીમિયમ ભાવ પર ટ્રેડ કરી રહ્યા હતા. તેવામાં નિષ્ણાતોનું માનવું છે કે આ શેરનું લિસ્ટિંગ ખૂબ જ ઉંચુ થઈ શકે તેમ છે. જો કંપનીના ફંડામેન્ટલની વાત કરવામાં આવે તો 2017માં કંપનીનો રેવન્યુ 98.7 કરોડ રુપિયા હતો જે નાણાકીય વર્ષ 2020માં વધીને 367 કરોડ રુપિયા થઈ ગયો છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ એરપોર્ટ સર્વિસ એગ્રીગેટર કંપની ડ્રીમફોક્સ સર્વિસીસ લિમિટેડ (DreamFolks Services Ltd)ના શેરનું લિસ્ટિંગ આજે થવા જઈ રહ્યું છે. તે દેશની સૌથી મોટી એરપોર્ટ સર્વિસ એગ્રીગેટર કંપની છે. કંપનીના ઈશ્યુને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. કંપનીનો ઈશ્યુ 56.68 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. ડ્રીમફોક્સ સર્વિસિઝ એરપોર્ટ પર મુસાફરોને વિવિધ સેવાઓ પૂરી પાડે છે.

  Stock Market: શેરબજારમાં ધોમ તેજીની શક્યતા, શું ફરી સેન્સેક્સ 60 હજારની ઉપર જશે?

  આ કંપની એસેટ-લાઇટ બિઝનેસ મોડલ પર કામ કરે છે. જે હેઠળ ડ્રીમફોક્સ ભારતમાં કાર્યરત વૈશ્વિક કાર્ડ નેટવર્ક અને ક્રેડિટ-ડેબિટ કાર્ડ આપનાર કંપનીઓને એરપોર્ટ લાઉન્જ ઓપરેટર્સ અને એરપોર્ટ સાથે જોડાયેલી સેવાઓ આપવાવાળા સાથે એક જ ટેક્નિકલ પ્લેટફોર્મ પર જોડે છે. જેથી કાર્ડધારક હવાઈ પ્રવાસીઓને લાઉન્જ, ફૂડ એન્ડ બેવરેજીસ, સ્પા, ટ્રાન્ઝિટ હોટલ અને સામાન ટ્રાન્સફર જેવી સેવાઓ મેળવવાનું સરળ બને છે.

  ફાર્માસ્યુટિકલ ઈંગ્રીડિએન્ટ બનાવવાવાળી કંપની લાવી રહી છે IPO, સેબી પાસે દસ્તાવેજ જમા કરાવ્યા

  જાણો કેટલો સબસ્ક્રાઈબ થયો હતો આઈપીઓ?

  DreamFolks IPO 24 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. આ આખો ઈશ્યુ ઓફર ફોર સેલનો હતો. જેને રોકાણકારો તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો અને સૌથી વધુ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs) માટે આરક્ષિત ભાગ 70.53 વખત સબસ્ક્રાઇબ થયો હતો. બિન-સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત ભાગ 37.66 ગણો અને છૂટક રોકાણકારો માટે 43.66 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. આ ઈશ્યુ માટે 2 રુપિયાની ફેસવેલ્યુવાલા શેરનો પ્રાઇસ બેન્ડ રૂ. 308-326 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો હતો. કંપનીએ IPO માટે રૂ. 308 થી રુ.326 ની પ્રાઇસ બેન્ડ રાખ્યો હતો અને અપર પ્રાઇસ બેન્ડ મુજબ કંપની આ ઇશ્યુ દ્વારા લગભગ 562 કરોડ એકત્ર કરશે.

  DreamFolks સર્વિસિસનું GMP શું છે?

  અનલિસ્ટેડ માર્કેટ પર નજર રાખતા જાણકારો મુજબ ડ્રીમફોક્સ સર્વિસિસના શેર સોમવારે ગ્રે માર્કેટમાં 110 રુપિયાના પ્રીમિયમ ભાવે કારોબાર કરી રહ્યા હતા. જોકે માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે ડ્રીમફોક્સનું શેર લિસ્ટિંગ 400 રૂપિયાની આસપાસ રહેવાની ધારણા છે. નિષ્ણાતો કહે છે કે ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) લિસ્ટિંગ માટે કોઈ પ્રમાણભૂત સંકેત નથી. આથી, પબ્લિસ ઈશ્યુ તે મુજબ કારોબાર કરે તેવી કોઈ ચોક્કસ અપેક્ષા રાખી શકાય નહીં.

  Stock Market: બજારના ભારે ઉતાર-ચઢાવ વચ્ચે ટૂંકાગાળામાં તગડી કમાણી માટે આ 10 શેર પર લગાવો દાવ

  તેમણે કહ્યું કે ગ્રે માર્કેટ પ્રીમિયમ (જીએમપી) ને કંપનીની બેલેન્સશીટ સાથે કોઈ લેવાદેવા નથી અને તેથી કોઈએ તેના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. તેમણે રોકાણકારોને કંપનીની બેલેન્સ શીટ પર આધાર રાખવાની સલાહ આપી કારણ કે તે ઇશ્યૂનું નક્કર મૂળભૂત ચિત્ર આપે છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, IPO News, Nifty50, Stock market Tips

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन