Home /News /business /Expert Advice: સારા રિટર્નની શક્યતા અને ઓછું જોખમ NPS મેનેજરના ફેવરિટ આ શેર્સ તમારી પાસે છે?

Expert Advice: સારા રિટર્નની શક્યતા અને ઓછું જોખમ NPS મેનેજરના ફેવરિટ આ શેર્સ તમારી પાસે છે?

શેરબજારમાં રોકાણ કરતાં હોવ તો આ લિસ્ટ ખૂબ જ કામનું છે. પોર્ટફોલિયોમાં આટલા શેર હોય તો રુપિયાના ધોવાણનું જોખમ ઘટે છે.

Expert Favorite Stocks: શેરબજારમાં રોકાણ કરવું હોય તો એવા શેર્સ પોતાના પોર્ટફોલિયોમાં સમાવવા જોઈએ જેમાં તગડું રિટર્ન મળી શકે સાથે સાથે જોખમ ઓછું રહે. જોકે આવા શેર્સ સામાન્ય રીતે લાંબાગાળે જ ગ્રોથ દર્શાવતા હોય છે. શેરબજારના મોટાભાગના નિષ્ણાતો પણ પોતાના પોર્ટફોલિયોમાં 50 ટકાથી વધારે આવા બ્લુચીપ શેર્સ રાખવાની સલાહ આપતા હોય છે.

વધુ જુઓ ...
    નેશનલ પેન્શન સ્કીમ એક નિવૃત્તિ માટે ખૂબ જ લોકપ્રિય રોકાણ વિકલ્પ તરીકે ઉભરી રહી છે. તેનું કારણ છે NPS ફંડ મેનેજર્સ પોતાની સ્કીમના પોર્ટપોલિયોમાં એવા શેર્સને જ સામેલ કરતા હોય છે કે જેમાં જોખમ ખૂબ જ ઓછું હોય સાથે સાથે રિટર્નના મામલે આ શેર્સ વિશ્વાસપાત્ર હોય. આ જ કારણે NPS પોર્ટફોલિયોમાં મોટાભાગે લાર્જ કેપ સ્ટોક્સ સામેલ હોય છે. આ ઉપરાંત એક ખાસ વાત એ છે લો વિથડ્રોઅલ રેટ અને લાંબા સમય માટે લોક ઇન અવધીના કારમે NPS ફંડ મેનેજર લાંબા સમયગાળાને ધ્યાને રાખીને પોતાના સ્ટોક્સ પસંદ કરી શકે ચે.

    NPS સ્કીમ ટીયર વન એકાઉન્ટ અંતર્ગત એવા શેર્સમાં રોકાણ કરે છે જેમાં લાંબાગાળે સારા એવા ગ્રોથની શક્યતા હોય. આ યોજના બાય અને હોલ્ડ રણનીતિનું પાલન કરે છે. તેમના પોર્ટફોલિયોમાં સામેલ મોટાભાગના સ્ટોક્સ સ્કીમ્સની શરુઆતથી જ સામેલ છે. લગભગ 95 ટકા NPS પોર્ટફોલિયો બ્લુચિપ સ્ટોક્સ દ્વારા બન્યા છે. અહીં અમે તમને NPS ફંડ મેનેજર્સના કેટલાક પસંદગીના શેર્સ અંગે જણાવી રહ્યા છે. ચેક કરી લો તમારી પાસે છે કે નહીં. આ આંકડા 30 સપ્ટેમ્બર 2022 સુધીના છે.

    આ પણ વાંચોઃ ગુજરાતની ભણેલી-ગણેલી મહિલાઓ પણ નોકરી છોડી આ બિઝનેસમાં લાખો કમાય છે, ક્યારેય મંદીની શક્યતા નહીં

    Reliance Industries:


    આ સ્ટોક 9 NPS ટિયર વન સ્કીમ્સમાં સામેલ છે. આમાં કરાયેલા રોકાણની હાલની કિંમત 2852 કરોડ રૂપિયા છે. આ સ્ટોક મેક્સ લાઈફ પેન્શન, એસબીઆઈ પેન્શન અને આદિત્ય બિરલા સન લાઈફ પેન્શન જેવી સ્કીમ્સમાં સામેલ છે.

    ICICI બેંકઃ


    આ સ્ટોક 9 NPS ટિયર વન સ્કીમ્સમાં સામેલ છે. આમાં કરાયેલા રોકાણની હાલની કિંમત 2832 કરોડ રૂપિયા છે. આ સ્ટોક કોટક પેન્શન, ICICI પ્રુડેન્શિયલ પેન્શન અને UTI પેન્શન જેવી સ્કીમ્સમાં સામેલ છે.

    આ પણ વાંચોઃ Bikaji Foods IPO: છેલ્લા દિવસે GMPમાં આવ્યો જબરો ઉછાળો, 5.89 ગણો વધુ ભરાયો

    HDFC બેંકઃ


    આ સ્ટોક 9 NPS ટિયર 1 સ્કીમમાં સામેલ છે. આમાં કરાયેલા રોકાણનું હાલનું મૂલ્ય રૂ. 2340 કરોડ છે. આ સ્ટૉક આદિત્ય બિરલા સન લાઇફ પેન્શન, મેક્સ લાઇફ પેન્શન અને LIC પેન્શન જેવી સ્કીમ્સમાં સામેલ છે.

    Infosys:


    આ સ્ટોક 9 NPS ટિયર 1 સ્કીમ્સમાં સામેલ છે. આમાં કરાયેલા રોકાણની હાલની કિંમત 2172 કરોડ રૂપિયા છે. આ સ્ટોક ICICI પ્રુડેન્શિયલ પેન્શન, આદિત્ય બિરલા સન લાઇફ પેન્શન અને HDFC પેન્શન જેવી સ્કીમ્સમાં સામેલ છે.

    આ પણ વાંચોઃ મોજા બનાવતી કંપનીએ કરાવી રોકાણકારોને મોજ, એક વર્ષમાં ₹1 લાખના ₹4.70 લાખ

    Larsen & Toubro:


    આ સ્ટોક 9 NPS ટિયર 1 સ્કીમ્સમાં સામેલ છે. આમાં કરાયેલા રોકાણની હાલની કિંમત 1206 કરોડ રૂપિયા છે. આ સ્ટોક LIC પેન્શન, કોટક પેન્શન અને ICICI પ્રુડેન્શિયલ પેન્શન જેવી સ્કીમ્સમાં સામેલ છે.

    State Bank Of India:


    આ સ્ટોક 9 NPS ટિયર વન સ્કીમ્સમાં સામેલ છે. આમાં કરાયેલા રોકાણની હાલની કિંમત 1206 કરોડ રૂપિયા છે. આ સ્ટોક આ સ્ટોક 9 NPS ટિયર વન સ્કીમ્સમાં સામેલ છે. આમાં કરાયેલા રોકાણની હાલની કિંમત 1227 કરોડ રૂપિયા છે. આ સ્ટોક LIC પેન્શન, કોટક પેન્શન અને ICICI પ્રુડેન્શિયલ પેન્શન જેવી સ્કીમ્સમાં સામેલ છે.

    ITC :


    આ સ્ટોક 9 NPS ટાયર 1 સ્કીમમાં સામેલ છે. આમાં કરાયેલા રોકાણનું હાલનું મૂલ્ય રૂ. 1,094 કરોડ છે. આ સ્ટોક કોટક પેન્શન, ટાટા પેન્શન અને HDFC પેન્શન જેવી સ્કીમ્સમાં સામેલ છે.

    આ પણ વાંચો:Home Loanનો બોજો ઘટાડવા બસ આટલા સ્ટેપ્સ ફોલો કરો, પછી વધતા વ્યાજદરની ચિંતા કોરી નહીં ખાય

    Bharti Airtel:


    આ સ્ટોક 9 NPS ટિયર વન સ્કીમ્સમાં સામેલ છે. આમાં કરાયેલા રોકાણનું હાલનું મૂલ્ય રૂ. 1,075 કરોડ છે. આ સ્ટોક ટાટા પેન્શન, HDFC પેન્શન અને UTI પેન્શન જેવી સ્કીમ્સમાં સામેલ છે.

    Tata Consultancy Services:


    આ સ્ટોક 9 NPS ટિયર 1 સ્કીમ્સમાં સામેલ છે. આમાં કરાયેલા રોકાણનું હાલનું મૂલ્ય રૂ. 1,027 કરોડ છે. આ સ્ટૉક આદિત્ય બિરલા સન લાઇફ પેન્શન, LIC પેન્શન અને મેક્સ લાઇફ પેન્શન જેવી સ્કીમમાં સામેલ છે.

    Hindustan Unilever:


    આ સ્ટોક 9 NPS ટિયર વન સ્કીમ્સમાં સામેલ છે. આમાં કરાયેલા રોકાણની હાલની કિંમત 923 કરોડ રૂપિયા છે. આ સ્ટોક કોટક પેન્શન, ટાટા પેન્શન અને આદિત્ય બિરલા સન લાઇફ પેન્શન જેવી સ્કીમ્સમાં સામેલ છે.

    Bajaj Finance:


    આ સ્ટોક 9 NPS ટિયર વન સ્કીમ્સમાં સામેલ છે. આમાં કરાયેલા રોકાણની હાલની કિંમત 707 કરોડ રૂપિયા છે. આ સ્ટોક કોટક પેન્શન, ટાટા પેન્શન અને મેક્સ લાઇફ પેન્શન જેવી સ્કીમ્સમાં સામેલ છે.

    Mahindra And Mahindra:


    આ સ્ટોક 9 NPS ટિયર વન સ્કીમ્સમાં સામેલ છે. આમાં કરાયેલા રોકાણની હાલની કિંમત 577 કરોડ રૂપિયા છે. આ સ્ટોક ટાટા પેન્શન, કોટક પેન્શન અને HDFC પેન્શન જેવી સ્કીમ્સમાં સામેલ છે.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Expert opinion, Share market, Stock market Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन