Home /News /business /RBI દ્વારા રેપોરેટમાં વધારો કરાયો, એક્સપર્ટે સરળ ભાષામાં જણાવ્યું કે કઈ રીતે લોન મોંઘી થશે

RBI દ્વારા રેપોરેટમાં વધારો કરાયો, એક્સપર્ટે સરળ ભાષામાં જણાવ્યું કે કઈ રીતે લોન મોંઘી થશે

રેપોરેટ મુદ્દે એક્સપર્ટ પરેશ વાઘાણીએ ન્યૂઝ18 ગુજરાતી સાથે કરી વાત

RBI Repo Rate Increase: આરબીઆઈ દ્વારા રેપોરેટમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. 0.25 bpsનો વધારો કરાયો છે તેની સાથે હવે રેપોરેટ 6.50 ટકા થઈ ગયો છે. એક્સપર્ટે ચિંતા વ્યક્ત કરી છે કે હજુ પણ રેપોરેટ વધી શકે છે અને તેના લીધે લોન પર તેની સીધી અસર પડશે. આવો સમજીએ રેપોરેટની લોન પર કઈ રીતે અસર પડતી હોય છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
Loan Estimate Explained: અમદાવાદઃ ગુજરાતની પ્રજા પર જંત્રીમાં વધારાનો માર પડ્યા બાદ હવે આરબીઆઈ દ્વારા રેપોરેટમાં વધારો કરવામાં આવ્યો હોવથી વધુ એક માર પડશે. RBIએ રેપોરેટમાં વધારો કર્યો છે, એટલે હવે તમામ પ્રકારની વ્યાજના દરમાં વધારો થશે તે નક્કી છે. RBIએ રેપોરેટમાં 0.25 bpsનો વધારો કરાયો છે. વધારા સાથે હવે રેપોરેટ 6.50 ટકા થયો છે. નોંધનીય છે કે, મે 2022થી અત્યાર સુધી 2.50 ટકાનો વધારો છે. ત્યારે હવે લોન મોંઘી થતાં લોકોને વધુ એક માર પડશે. અમારા એક્સપર્ટ જણાવી રહ્યા છે કે કઈ રીતે રેપોરેટ વધવાથી તેની સીધી અસર લોન પર પડે છે. સામાન્ય પ્રજા કે જેઓ લોન લઈને મકાન, કાર સહિતની ખરીદ કરે છે તેમને પણ ફટકો પડશે અને તેમણે સતત રેપોરેટમાં થઈ રહેલા વધારા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

સામાન્ય જનતા પર કેવી અસર પડશે


આરબીઆઈના ગવર્નર 0.25નો વધારો કરવામાં આવ્યો છે, રેપોરેટ 6.50 થઈ ગયો છે. જેની સીધી અસર જે લોકો લોન ભરી રહ્યા છે તેમના પર પડશે. એક્સપર્ટનું શું માનવું છે કે હજુ રેપોરેટ વધશે કે કેમ?

આ પણ વાંચોઃ RBIએ વ્યાજ દરમાં કર્યો 0.25 ટકાનો વધારો

પરેશ વાઘાણી માર્કેટ એક્સપર્ટે જણાવ્યું કે, લોન આ વ્યાજદરના વધારથી મોંઘી થશે. હવે આ વધારો છેલ્લો છે કે આ પછી પણ વધારો થશે તે મુદ્દો મહત્વનો રહેશે. નજીકના સમયમાં વ્યાજદરો પર પણ તેની અસર પડશે. જોકે, માર્કેટ પર રેપોરેટ વધવાની અસર જોવા મળી નથી.

શા માટે રેપોરેટ વધારવામાં આવે છે?


એક્સપર્ટે પરેશ વાઘાણીએ જણાવ્યું કે, ફૂગાવો વધશે તો વ્યાજદર હજુ પણ વધી શકે છે. વ્યાજદર હજુ વધશે તો ઘર સહિતની લોન લેવી સામાન્ય વ્યક્તિ માટે વધારે મોંઘી થશે. વૈશ્વિક કારણોની પણ ફૂગાવા પર અસર પડી રહી છે. જેમાં યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ પણ મોટો મુદ્દો બન્યું છે.


લોન વધુ ચલાવવી પડશે અથવા હપ્તા મોટા થશે


સામાન્ય પ્રજાને લોનના રેટ વધતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોન મોંઘી થવાના કારણે એક પગારમાં તેનું સંચાનલ કરવું મુશ્કેલ પડી રહ્યું છે. આવામાં લોનના રેટમાં વધારો થવાથી જેમણે પોતાની નિશ્ચિમ ઉંમરમાં લોન પૂરી કરવાનો પ્લાન બનાવ્યો હતો તેમનું ગણિત બગડી રહ્યું છે. લોન મોંઘી થવાના કારણે હપ્તાની રકમમાં વધારો થતો હોય છે અથવા લોનનો નક્કી કરેલી રકમ સાથે ચાલુ રાખવામાં તે વધુ વર્ષો સુધી લોન ચાલુ રાખવી પડે છે.
First published:

Tags: RBI repo rate

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો