Home /News /business /

Explainer: ચીન-તાઈવાન યુદ્ધના કારણે ભારતની ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી પર ઊભું થશે સંકટ?

Explainer: ચીન-તાઈવાન યુદ્ધના કારણે ભારતની ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી પર ઊભું થશે સંકટ?

ચીન તાઈવાન યુદ્ધની ભારતીય ઓટો ઇન્ડસ્ટ્રી પર અસર થશે.

China Taiwan War Impact on the Indian Auto Industry: વાહનોના ઉત્પાદનમાં વપરાતા ઘણા સ્પેરપાર્ટ્સના માટે ભારત મોટાભાગે આ બંને દેશો પર નિર્ભર છે. ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (ACMA)ના અહેવાલ મુજબ, ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગ ચીનમાંથી સૌથી વધુ સંખ્યામાં ઓટોમોટિવ પાર્ટ્સ આયાત કરે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ ચીન અને તાઈવાન વચ્ચે યુદ્ધ થવાની તૈયારી છે. રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે સમગ્ર વિશ્વના બજારો પર સંકટ ઊભું થયું છે. ચીન અને તાઈવાન ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકંડક્ટર નિર્માણમાં બહોળી ભાગીદારી ધરાવે છે. બંને દેશો વચ્ચે યુદ્ધ થશે તો તેનું ગંભીર પરિણામ ભારતે પણ ભોગવવું પડશે.

વાહનોના નિર્માણમાં ઉપયોગ થતા પાર્ટ્સ માટે ભારત આ બંને દેશો પર આધાર રાખે છે. ઓટોમોટીવ કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ACMA) ના એક રિપોર્ટ અનુસાર ભારતીય ઓટોમોટીવ ઈન્ડસ્ટ્રી સૌથી વધુ ઓટોમોટીવ પાર્ટ્સ ચીનમાંથી આયાત કરે છે. ભારતમાં ગયા વર્ષના છેલ્લા 6 મહિનામાં 19 હજાર કરોડ રૂપિયાના ઓટો પાર્ટ્સ આયાત કર્યા હતા. જેમાં એન્જિનના સ્ક્રૂ, ડ્રાઈવ ટ્રાન્સમિશન અને સ્ટીયરિંગ, ઈલેક્ટ્રીકલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ જેવા કોમ્પોનન્ટ સામેલ છે.

Post Officeની આ સ્કીમ ઓછા રિસ્કમાં તમને બનાવી શકે કરોડપતિ, બસ દરરોજ ફક્ત 416 રુપિયા બચાવો

તાઈવાનની વાત કરવામાં આવે તો તાઈવાન દુનિયાનો સૌથી મોટો સેમિકંડક્ટર નિર્માતા દેશ છે. માત્ર તાઈવાન કુલ બજારનો 63%નો હિસ્સો ધરાવે છે. ભારત સહિત સમગ્ર વિશ્વના પ્રમુખ કાર નિર્માતા પોતાના વાહનોમાં ઉપયોગ થતી સેમિકંડક્ટર માટે તાઈવાન પર આધાર રાખે છે. ભારત સેમિકંડક્ટર આયાત કરતા સૌથી મોટા દેશોમાં સામેલ છે. જો બંને દેશ વચ્ચે યુદ્ધ થશે તો તેની ભારતીય ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી પર શું અસર થશે? આ વિશે જાણકારી મેળવવા માટે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ વિંકેશ ગુલાટી સાથે ચર્ચા કરવામાં આવી છે.

ભારતીય ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી પર શું અસર થશે?

વિંકેશ ગુલાટીએ જણાવ્યું કે વર્ષ 2020માં ભારતે 17 હજાર કરોડના સેમિકંડક્ટરની આયાત કરી છે. હાલમાં આ આયાત 3 બિલિયન અમેરિકી ડોલર (24 હજાર કરોડ)ને પાર પહોંચી ગઈ છે. તાઈવાન દુનિયાનું સૌથી મોટુ સેમિકંડક્ટર નિર્માતા છે અને તેની બજારમાં 50% થી વધુ ભાગીદારી છે. જો આ યુદ્ધ શરૂ થશે તો, ભારતીય નિર્માતાઓ અને વિશેષરૂપે ઓટોમોબાઈલ નિર્માતા પર ખૂબ જ મોટું સંકટ આવી જશે.

Stock Market Expert આશીષ કચોલિયાના આ શેરે પાંચ વર્ષમાં 1 લાખના 7 લાખ કર્યા

શું વાહનો મોંઘા થઈ જશે?

FADA પ્રેસિડેન્ટે જણાવ્યું કે, બંને દેશો વચ્ચે યુદ્ધ થશે તો દર મહિને કાર પર ઘટી રહેલ વેટિંગ પીરિયડ ફરી એકવાર વધી જશે. ફેસ્ટિવલ સીઝન આવી રહી છે, તે સમયે વાહન નિર્માતાઓ પાસે સીમિત સ્ટોક હશે. જ્યારે ગ્રાહકોને ફેસ્ટિવલ સીઝન ઓફરનો ફાયદો નહીં મળી શકે. આ યુદ્ધના કારણે વાહનોની કિંમત પર પણ અસર થશે. યુદ્ધના કારણે ધાતુની કિંમતો ખૂબ જ વધી જશે. ક્રુડ ઓઈલની કિંમતો સાથે મુદ્રાસ્ફીતિનું પણ પ્રેશર હશે.

ઈલેક્ટ્રિક વ્હીકલ ઈન્ડસ્ટ્રી પર પણ થશે અસર

તાઈવાન અને ચીનના યુદ્ધના કારણે ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ઈન્ડસ્ટ્રી પર પણ તેની અસર જોવા મળશે. વિંકેશ ગુલાટીએ જણાવ્યું કે, ઈલેક્ટ્રિક વ્હીકલમાં ઉપયોગ થતી લિથિયમ આયન બેટરી ચીનમાંથી આવે છે. અન્ય મહત્વના ભાગ ચીનમાંથી આયાત કરવામાં આવે છે. આ કારણોસર ઈલેક્ટ્રિક વાહનોની કમી પણ થશે. ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ઈન્ડસ્ટ્રી શરૂઆતના તબક્કે વિકસી રહી છે. ઈલેક્ટ્રિક વાહન બનાવવા માટે સેમિકંડક્ટર ચીપનો ઉપયોગ કરવામાં આવે છે. આ યુદ્ધના કારણે ઈલેક્ટ્રિક વ્હીકલ નિર્માણ પર ખૂબ જ ખરાબ અસર થશે.
First published:

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन