Home /News /business /શેરબજારમાં તોફાની તેજી, એક્સપર્ટે કહ્યું આ શેર્સમાં રુપિયાના વરસાદની હજુ પણ શક્યતા
શેરબજારમાં તોફાની તેજી, એક્સપર્ટે કહ્યું આ શેર્સમાં રુપિયાના વરસાદની હજુ પણ શક્યતા
તોફાની તેજી વચ્ચે પણ આ શેર્સમાં હજુ પણ છે કમાણીની શક્યતા, નિષ્ણાતોને કહ્યું દાવ લગાવો રુપિયાનો વરસાદ થઈ શકે.
Nifty Hits All Time High: 405 પાંચ દિવસ અને 275 સેશન બાદ નિફ્ટીએ આખરે 18604નું સ્તર પાર કર્યું છે અને નવો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે. સેન્સેક્સ અને બેંક નિફ્ટી પણ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચ્યા છે.
મુંબઈઃ કોટક AMCના MD અને CEO નિલેશ શાહ કહે છે કે વૈશ્વિક અર્થતંત્રમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. પરંતુ, આ બધાની વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. આ સંકેતોને કારણે જ ભારતીય બજારો નવી ઊંચાઈએ પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે નિફ્ટીએ 405 દિવસ અને 275 સેશન પછી 18604ના સ્તરને પાર કરીને નવો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે. તો સેન્સેક્સ અને બેન્ક નિફ્ટી પણ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે.
Hindi CNBCTV 18ના અહેવાલ મુજબ ગોલ્ડી લૉક્સ પ્રીમિયમ રિસર્ચના સ્થાપક ગૌતમ શાહે જણાવ્યું હતું કે બૅન્કિંગમાં તેજી ચાલુ રહેવાની અપેક્ષા છે. આઈટી-કેપિટલ ગુડ્સમાં પૈસા કમાવવાની તક મળશે.
નિફ્ટી રેકોર્ડ હાઈ પર
નિફ્ટી 13 મહિના પછી નવી ઊંચાઈએ પહોંચી છે. 19 ઓક્ટોબર 2021 પછી નિફ્ટીએ પહેલીવાર 18604 ની સપાટી વટાવી દીધી છે. નિફ્ટીએ 275 સેશનમાં નવા રેકોર્ડ હાઈનો સ્પર્શ કર્યો છે.
નિફ્ટીની જેમ 30 શેરવાળા BSE સેન્સેક્સે ટ્રેડિંગ સપ્તાહના પહેલા જ દિવસે એટલે કે સોમવારે નવો રેકોર્ડ બનાવ્યો. સવારે નબળી શરૂઆત બાદ માર્કેટમાં તેજી આવી અને સેન્સેક્સે પહેલીવાર 62600ની સપાટી પાર કરી. સમાચાર લખાય છે ત્યાં સુધી સેન્સેક્સનો 52 સપ્તાહનો સર્વોચ્ચ સ્તર 62667 છે જે આજે બન્યો છે. બપોરે 12.50 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 376થી વધુ પોઈન્ટના વધારા સાથે 62667ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર