Home /News /business /માર્કેટના ઉતાર-ચઢાવથી ડર્યા વગર આ 3 રીતે રોકાણ કરીને થઈ શકો છો માલામાલ

માર્કેટના ઉતાર-ચઢાવથી ડર્યા વગર આ 3 રીતે રોકાણ કરીને થઈ શકો છો માલામાલ

શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે કેવી હોવી જોઇએ રોકાણકારોની નીતિ? જાણો એક ક્લિકમાં

How to Invest in Volatile Market: નબળા વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજાર છેલ્લા એક સપ્તાહમાં સતત તૂટ્યું છે. જોકે સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે માર્કેટ આશા કરતા અલગ જ દિશામાં આગળ વધ્યું અને 1000 પોઈન્ટથી વધુનો ઉછાળો માર્યો હતો. જોકે શેરબજારના આ અણધાર્યા ઉતાર ચઢાવ વચ્ચે તમે આ રીતે રોકાણ કરી શકો.

વધુ જુઓ ...
  મુંબઈઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઉછાળો કરવાના નિર્ણય બાદ વિશ્વભરના શેરબજારોમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. ભારતમાં પણ બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી 50 છેલ્લા 8 ટ્રેડિંગ સેશનમાં 6 ટકાથી વધુ તૂટ્યો છે. તેમાં 18096ના ઉચ્ચ સ્તરથી 1271 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. સતત વેચવાલીથી રોકાણકારોને ચિંતા થવા લાગી છે કે ડાઉનટ્રેન્ડનો આ ટ્રેન્ડ ક્યારે સમાપ્ત થશે તેમજ આવા અસ્થિર બજારમાં રોકાણ કેવી રીતે કરવું.

  બજારની અસ્થિરતાને પ્રતિબિંબિત કરતો ઈન્ડિયા VIX ઈન્ડેક્સ આ સતત ઘટાડાના કારણે 17% વધ્યો છે. આવી સ્થિતિમાં રોકાણકારો વધુ ચિંતિત બન્યા છે. માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે હવે નિફ્ટી માટે 16640નું લેવલ મહત્વનું છે. ત્યારે આ બજાર નિષ્ણાતોએ આવા અસ્થિર બજારમાં રોકાણ કરવા માટે 3 મહત્વપૂર્ણ સલાહ આપી છે.

  આ પણ વાંચોઃ એક સમયે રુપિયા ઉધારમાં શોધવા નીકળતા, આજે તુલસીની ખેતીથી કરે છે લાખોમાં કમાણી

  SIP શરૂ કરો


  બજારમાં આ ઘટાડાથી સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) ના પ્રવાહને નજીવી અસર થઈ છે, તે એકંદરે હજુ પણ મજબૂત છે. જો કોઈ રોકાણકાર 3-5 વર્ષના લાંબા ગાળા માટે રોકાણ કરવા માગે છે, તો SIP દ્વારા ખરીદી ચાલુ રાખવી જોઈએ. આ ઘટતું બજાર લાંબા ગાળાના ખરીદદારો માટે અત્યંત ફાયદાકારક છે. ઓગસ્ટમાં SIP દ્વારા રેકોર્ડ ₹12693 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા, જ્યારે SIP AUM ઓગસ્ટ 2022 સુધી ચાલુ નાણાકીય વર્ષમાં ₹6.4 લાખ કરોડ હતી.

  લાંબા ગાળાનો દૃષ્ટિકોણ રાખો


  શેરબજારમાં આ ઘટાડા પર 3 થી 6 મહિનાના વ્યુ સાથે રોકાણ ન કરો. કારણ કે લાંબા સમય સુધી બજારની આ સ્થિતિમાં નાણાંનું રોકાણ કરીને મજબૂત વળતર મેળવી શકાય છે. બજાર વિશ્લેષકો માને છે કે નિફ્ટી માટે 16640 મહત્ત્વનું સ્તર છે. જો આ સ્તર તૂટશે તો બજાર વધુ નીચે જઈ શકે છે. RBI દ્વારા રેપો રેટમાં કરાયેલો વધારો બજારે પચાવી લીધો છે કારણ કે આજે બજાર ખૂબ જ પોઝિટિવ દેખાઈ રહ્યું છે.

  આ પણ વાંચોઃ RBI દ્વારા રેપો રેટમાં વધારો કરતા તમારા ખિસ્સા પર શું પડશે અસર?

  દરેક ઘટાડે ખરીદી કરો


  આ બજાર લાંબા ગાળાના રોકાણકારોને ખૂબ સારી તક આપી રહ્યું છે, તેથી દરેક ઘટાડા પર ખરીદીની વ્યૂહરચના સાથે કામ કરો. BFSI માર્કેટ ડાઉનસાઇડ પર ખરીદી માટે સારું છે. બ્રેન્ટ ઓઈલ બેરલ દીઠ $90 ની નીચે ટ્રેડ કરી રહ્યું છે અને સોનાના ભાવમાં ઘટાડાને કારણે બજારમાં વધુ અસ્થિરતા જોવા મળી શકે છે. ફુગાવાને અંકુશમાં લેવા માટે યુએસ ફેડરલ રિઝર્વની આક્રમક નીતિઓને કારણે ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે, જેના કારણે ભારતીય રૂપિયો અને સોનામાં ઘટાડો થયો છે.

  ઓક્ટોબર 2021માં નિફ્ટી 18604ની વિક્રમી સપાટીને સ્પર્શ્યા બાદ આ વર્ષે જૂનમાં 15183ની સપાટીએ સ્પર્શી ગયો હતો. ત્યારથી બજાર લગભગ 18% વધ્યું છે અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ જુલાઈ અને ઓગસ્ટમાં ખરીદી કરી છે. જોકે સપ્ટેમ્બરના મધ્યથી જ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં મુખ્ય વેચાણકાર બન્યા છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Investment tips, Stock market Tips

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन