એક્સપર્ટે કહ્યું આ ત્રણ શેરમાં રોકાણ ટૂંકાગાળામાં તિજોરી ભરી શકે
Hot Stocks For Short Term Investment: શેરબજારમાં દરેક વ્યક્તિને રોકાણ કરીને ઓછામાં ઓછા સમયમાં તગડી કમાણી કરવાની આશા હોય છે. જોકે સામાન્ય રીતે તો નિષ્ણાતોનું માનવું હોય છે કે શેરબજારમાં ખરી કમાણી લાંબાગાળે જ થાય છે પરંતુ કેટલાક શેરમાં ઘણીવાર એવા સ્થિતિ બનતી હોય છે કે શોર્ટ ટર્મમાં તેના રોકાણકારોની તિજોરી ભરી શકે છે. ત્યારે નિષ્ણાતો અહીં પણ એવા જ કેટલા શેર અંગે ટેક્નિકલ આધારે જણાવી રહ્યા છે જેમાં તગડી કમાણી કરવાની શક્યતા રહેલી છે.
મુંબઈઃ છેલ્લા 16 સત્રથી નિફ્ટી (Nifty) 17,200થી 18,000ની વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે. જેના કારણે 17,900થી 18,000 રિવર્સલ ઝોન સાથે બેરિશ શાર્ક પેટર્ન બની છે. ટ્રેડર્સે અત્યારે સ્ટોપ લોસ રાખીને મુવમેન્ટનો ફાયદો લેવો જોઈએ. આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર્સ ફર્મના (ANAND RATHI SHARES & STOCK BROKERS) ઈક્વિટી રિસર્ચ વિભાગના સીનિયર મેનેજર જીગર પટેલે (Jigar Patel SENIOR MANAGER - EQUITY RESEARCH) કહ્યું કે, ઈન્ડેક્સની મૂવમેન્ટના આધાર પર આવનારા સપ્તાહમાં બે પ્રકારની પોસિબિલિટીઝ થવાની સંભાવના છે. એક, સપ્તાહમાં નિફ્ટી 18,000થી ઉપર બંધ થાય તો આગામી થોડા સપ્તાહોમાં નિફ્ટી 18,500 પર પહોંચી શકે છે. બીજું, નિફ્ટી સપ્તાહના અંતે જો નિફ્ટી 17,500 પર બંધ થાય તો આગામી થોડા સપ્તાહમાં નિફ્ટી 17,000 સુધી પહોંચી શકે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં શેરબજારમાં હેજિંગ સૌથી મોટું હથિયાર રહેશે તેમ કહી શકાય છે.
છેલ્લા કેટલાક સપ્તાહથી શેરમાર્કેટમાં બેંક નિફ્ટીમાં 2,500 અંકનો વધારો થયો છે અને તે 40,400 પર બંધ થઈ છે. બેંક નિફ્ટી 25 ઓક્ટોબર 2021ના રોજ ઓલ ટાઈમ હાઈ લેવલ 41,830 પર પહોંચી ગયો હતો. બેંક નિફ્ટી આ ઓલ ટાઈમ હાઈ લેવલ કરતા 1,400 અંક દૂર છે. હાલમાં બેંક નિફ્ટી 39,800 પર ટ્રેડ કરી રહી છે, જે થોડા સપ્તાહમાં ઓલ ટાઈમ પર પહોંચી શકે છે. જો બેંક નિફ્ટી 39,000 કરતા નીચલા સ્તર પર પહોંચી જાય તો ઓલ ટાઈમ પર પહોંચવાની સંભાવના જોવા મળતી નથી. આવનારા 2થી 3 સપ્તાહમાં કયા શેર ખરીદવા જોઈએ તે અંગે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
સપ્ટેમ્બર 2021 બાદથી આ સ્ટોક રૂ. 6,175થી રૂ. 4,070 પર પહોંચી ગયો છે. જે 4,100 પર સ્થિર થઈ શકે છે. કેન્ડલસ્ટિક્સ પેટર્ન પરથી જોવામાં આવે તો ઓગસ્ટ 2022 દરમિયાન આ સ્ટોકમાં બુલિશ એન્ગફ્લિંગ પેટર્ન અને વોલ્યૂમમાં વધારા સાથે પેર ઓફ દોજિસ જોવા મળી છે.
સાપ્તાહિક RSI (relative strength index)માં ઓવરસોલ્ડ ઝોન પાસે એક કોમ્પલેક્ષ સ્ટ્રક્ચર બની રહ્યું છે, જે સ્ટોક હાઈ થવાની પુષ્ટી કરે છે.
હાલના સ્તર પર નાના ભાગમાં ખરીદી શકાય છે અને બીજો ભાગ લગભગ રૂ. 4,250ના સ્તર પર ખરીદી શકાય છે. અપસાઈડ ટાર્ગેટ રૂ. 4,800 રાખવામાં આવ્યો છે અને સ્ટોપ લોસ રૂ. 4,100 રહી શકે છે.
2 ઓગસ્ટ, 2021ના રોજ ગુજરાત ગેસના શેરની કિંમત રૂ. 780 હતી, જે ઓલ ટાઈમ હાઈ હતો. હાલમાં આ શેરની કિંમતમાં 49 ટકાનો વધારો થયો છે. આ સપ્તાહના અંતે આ શેરની કિંમતમાં રૂ. 420થી રૂ. 430નો વધારો થઈ શકે છે.
સાપ્તાહિક સ્કેલ પર જોવામાં આવે તો સ્ટોકમાં બુલિશ ઈનવર્ટેડ હેમર કેંડલસ્ટિક પેટર્નની પુષ્ટી કરવામાં આવી છે. ત્યારબાદ બુલિશ પિયર્સિંગ પેટર્ન સપોર્ટ સ્તર પર જોવા મળી રહી હતી.
સાપ્તાહિક RSIનું ઓવરસોલ્ડ ઝોનમાં ઈમ્પલસિવ સ્ટ્રક્ચર જોવા મળ્યું છે, જેના કારણે શેરની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. આ શેરની કિંમત રૂ. 475 થાય તો આ શેર ખરીદવો જોઈએ અને રૂ. 575નો ટાર્ગેટ રાખવો જોઈએ.
માર્ચ 2022થી ONGCના શેરની કિંમતમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે, અંતમાં આ શેરની કિંમતમાં 38 ટકાનો વધારો થયો છે. હાલમાં આ શેરની કિંમતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રૂ. 130નો સપોર્ટ મળ્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી આ શેરની કિંમતની વોલ્યૂમ એક્ટિવિટી વધતા આ શેરની ખરીદી કરવામાં આવી રહી છે.
RSI (રિલેટીવ સ્ટ્રેન્થ ઈન્ડેક્ષ)ને 40ના સ્તર પર સપોર્ટ મળતા ફરી તેની કિંમતમાં ઉછાળો આવ્યો છે, જેના કારણે કાઉન્ટરમાં પણ વધારો થઈ રહ્યો છે. હાલના સ્તર રૂ. 150 સુધીના અપસાઈડ ટાર્ગેટ અને રૂ. 120ના સ્ટોપ લોસ સાથે આ શેરની ખરીદી કરી શકાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર