Home /News /business /Expert Advice: ઝોમેટોના શેરમાં નાના રોકાણકારોએ શું કરવું જોઈએ?

Expert Advice: ઝોમેટોના શેરમાં નાના રોકાણકારોએ શું કરવું જોઈએ?

નિષ્ણાંતો પાસેથી જાણો આ સ્ટોકમાં હવે શું કરવું?

Zomato Share Expert Advice: 13 સપ્ટેમ્બરના રોજ ઝોમેટોના શેરમાં 4.6 ટકાનો ઉછાળો આવ્યો હતો અને પછી 14 સપ્ટેમ્બરથી ફરી શેરમાં ઘટડાનો ટ્રેન્ડ શરું થયો છે. જોકે આ સાથે તેણે એવરેજથી વધુ વોલ્યુમ સાથે ડૈલી સ્કેલ પર બુલિશ કેન્ડલ બનાવી હતી. તેવામાં આ સ્થિતિમાં નાના રોકાણકારોએ શું કરવું જોઈએ, આવો એક્સપર્ટ પાસેથી જાણીએ.

વધુ જુઓ ...
આજે શેરબજારની શરૂઆત ડાઉનટ્રેડ સાથે થઇ હતી. જોકે આ ગેપડાઉન બાદ માર્કેટમાં જબરદસ્ત રિકવરી પણ થઇ હતી. નિફટી નીચલા સ્તરથી લગભગ 150 પોઇન્ટ અને બેન્ક નિફટી લગભગ 500 પોઇન્ટ ઉછ્ળ્યું હતું. આજના કારોબારમાં બજારને ITC, NTPC, SBI અને MARUTIએ સહારો આપ્યો હતો. જ્યારે ગઈકાલે માર્કેટમાં સતત ચોથા દિવસે તેજી નોંધાઈ હતી અને નિફટી 5 મહિના પછી ફરી એકવાર તેના 18000ના મનોવૈજ્ઞાનિક લેવલને પાર કરવામાં સફળ રહ્યું હતું.

આ પણ વાંચોઃ Harsha Engineers IPO: પહેલા દિવસે જ 2.87 ગણો ભરાયો, અમદાવાદની કંપની પર રોકાણકારો વરસ્યા

કાલની રેલીમાં બધાજ શેરોનું યોગદાન રહયું હતું. જેમાં ZOMATO પણ સામેલ છે. 13 સપ્ટેમ્બરના ZOMATOના શેરનો ટ્રેન્ડ જોઈએ તો આ સ્ટોક 4.6%ની તેજી સાથે 64.5 રૂપિયા પર બંધ થયો હતો. આ સાથે જ તેને અવેરેજથી વધુ વોલ્યુમ સાથે ડેઇલી સ્કેલ પર એક બુલિશ કેન્ડલ પણ રચી હતી.

હવે અહીંથી આગળ આ શેરની ચાલ કેવી રહેશે? તે વિશે વાત કરતા 5paisa.comના રુચિત જૈન કહે છે કે, નવેમ્બર 2021માં આ સ્ટોકમાં 169 રૂપિયાના હાઇથી ખુબ મોટો ડાઉનફૉલ જોવા મળ્યો હતો. આ સ્ટોકે જુલાઈ 2022માં તેના રૂ. 45ના નીચલા સ્તરને પણ વટાવી દીધું હતું. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી આ સ્ટોકમાં નીચલા સ્તરથી તેજી આવતી જણાય છે. જે દર્શાવે છે કે નીચલા સ્તરે આ શેરોની ખરીદી વધી છે.

આ પણ વાંચોઃ Tamiland Mercantile Bankના શેરનું ફ્લેટ લિસ્ટિંગ, ગાજ્યો તેવો વરસ્યો નહીં; હવે તમારે શું કરવું?

જોકે શોર્ટ ટર્મ દ્રષ્ટિકોણથી જોઈએ તો આ સ્ટોકમાં ડેઇલી ચાર્ટ પર કપ એન્ડ હેન્ડલ પેટર્ન બનતી જણાય છે. આ પેટર્નમાં રૂ. 68થી ઉપર બ્રેકઆઉટ થતું પણ દેખાય છે. આ બ્રેકઆઉટ આ સ્ટોકમાં પોઝિટિવ મુવમેન્ટ લાવી શકે છે અને તે ઉપરની તરફ રૂ. 73 અને ત્યારબાદ રૂ. 80 સુધી જતો દેખાય છે. આ સ્ટોક માટે 57 રૂપિયાના સ્વિંગ લૉની આસપાસ ઈમિજિએટ સપોર્ટ જણાય છે.

આ પણ વાંચોઃ માત્ર 15,000ના રોકાણ સાથે શરૂ કરો બિઝનેસ દર મહિને થશે રૂ. 80,000ની કમાણી

અત્યારે 11.35 વાગ્યાની આજુબાજુ આ સ્ટોક NSE પર 2.20 રૂપિયા એટલે કે 3.36% નીચે 63.25 રૂપિયાની આસપાસ ટ્રેડ કરતો જણાય છે. સ્ટોકનો આજનો હાઈ 65.15 રૂપિયા છે, જયારે લૉ પોઇન્ટ 62.75 રૂપિયા છે. સ્ટોકનો 52 સપ્તાહનો હાઈ 169 રૂપિયા છે, જયારે 52 સપ્તાહ લૉ 40. 60 રૂપિયા પર છે. તાજેતરમાં સ્ટોક વોલ્યુમ 72441551 શેર્સ છે અને કંપનીનો માર્કેટ કેપ 54070 કરોડ રૂપિયા છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: Business news, Expert opinion, Share market, Stock market Tips, Zomato

विज्ञापन
विज्ञापन