Home /News /business /Expert Views: ટૂંકાગાળામાં કમાણી માટે નિષ્ણાતે કહ્યું આ બે શેરમાં દાવ રમો, ચાન્સ વધી જશે

Expert Views: ટૂંકાગાળામાં કમાણી માટે નિષ્ણાતે કહ્યું આ બે શેરમાં દાવ રમો, ચાન્સ વધી જશે

શેરબજારના આ નિષ્ણાતે કહ્યું હાલ ટૂંકાગાળામાં તગડી કમાણી કરવી હોય તો તમારી પાસે આ બે શેર છે બેસ્ટ ઓપ્શન.

Expert Advice on Stock Market Investment: શેરબજારની સ્થિતિ હાલ ખૂબ નાજૂક છે અને માર્કેટના જૂના ખેલાડીઓ પણ મુંઝાયેલા છે કે બજારમાં શું કરવું, તેવામાં જો ટૂંકાગાળામાં તગડી કમાણીના ચાન્સ વધારવા હોય તો એન્જલ વનના નિષ્ણાત સમીત ચવાણે સૂચવેલા બે શેરમાં કિસ્મત અજમાવી જુઓ.

વધુ જુઓ ...
  મુંબઈઃ શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ (Reserve Bank Of India) દેશમાં વધતી જતી મોંઘવારીને કાબૂમાં રાખવા માટે રેપો રેટમાં 50 બેઝીસ પોઈન્ટનો વધારો કર્યો હતો. જે બાદ છેલ્લા સાત દિવસથી સતત તૂટતા માર્કેટને બુસ્ટર મળ્યું હતું (Stock Market Expert Advice) અને શુક્રવારે 30 સપ્ટેમ્બરના દિવસે બજાર 1000 પોઈન્ટથી વધુ ઉછળ્યું હતું. એટલું જ નહીં નિફ્ટી વી શેપ રિકવરી સાથે સાથે 17000ની સપાટી પર જઈને મજબૂત બની હતી. આ સાથે સપ્તાહનો અંત મજબૂતી સાથે આવ્યો હતો જ્યારે શરુઆત ખૂબ જ ખરાબ રહી હતી. ગત સપ્તાહમાં બજારની શરુઆતથી જ ઘટાડા તરફી વલણ રહ્યું હતું.

  આ પણ વાંચોઃ મોંઘવારીમાં હમણાં રાહત નહીં મળે, RBI કહ્યું તે જાણી આ પ્રમાણે પ્લાન કરજો

  ભારતીય માર્કેટમાં ફંડામેન્ટલ મજબૂત


  30 સપ્ટેમ્બરના દિવસે સ્માર્ટ રેલી સાથે નિફ્ટીએ લગભગ આખા સપ્તાહની ટ્રેડેડ ડાઉન ચાલને રિકવર કરી હતી અને સાપ્તાહિક નુકસાનને એક ટકાથી ઉપર મર્યાદિત કર્યું હતું. સતત ઘટાડામાં બજારો હદ કરતા વધારે ઓવરસોલ્ડ હતા પરંતુ વૈશ્વિક મંદીને જોતા રિકવરી માટે તૈયાર નહોતા. જોકે, આરબીઆઈની નીતિ જાહેર થયા પછી ઇન્ડેક્સ મુખ્ય સપોર્ટ ઝોનમાંથી પાછો ફરવામાં સફળ રહ્યો છે અને જો વૈશ્વિક બજારો સપોર્ટ કરે તો આગામી સપ્તાહમાં પણ રાહત લંબાઈ શકે છે.

  આ પણ વાંચોઃ દશેરા, દિવાળી સમયે શરું કરો સુપરહિટ બિઝનેસ, જલ્દી બનાવી શકે લખપતિ

  ટેક્નિકલ ચાર્ટ પર પણ પેટર્ન તેજીની


  ટેક્નિકલ રીતે કહીએ તો, દૈનિક સમયમર્યાદા 'બુલિશ એન્ગલ્ફિંગ' પેટર્ન દર્શાવે છે અને સાપ્તાહિક ચાર્ટ પર, 'ડ્રેગનફ્લાય ડોજી' સ્પષ્ટપણે દેખાય છે. નિફ્ટી સાપ્તાહિક ચાર્ટ પર ક્લોઝિંગ ધોરણે 20-એક્સ્પોનેન્શિયલ મૂવિંગ એવરેજ (EMA) ને બચાવવામાં સફળ રહી છે, જે મજબૂતાઈનો સંકેત આપે છે. ક્લોઝિંગ ધોરણે 17,200થી આગળ વધવાથી રિકવરી રેલી મજબૂત થશે. આ કિસ્સામાં, 17,350 - 17,500 સ્તરને નકારી શકાય નહીં. બીજી તરફ, 16,900–16,750 હવે મહત્વનો સપોર્ટ ઝોન બની ગયો છે.

  આ પણ વાંચોઃ આ સરકારી યોજનામાં દરરોજ જમા કરો 100 રૂપિયા, સામે 15 લાખની મળશે રકમ

  એન્જલ વનના સમીત ચવાણે ટ્રેડર્સને વૈશ્વિક હિલચાલ પર નજીકથી નજર રાખવાની સલાહ આપીએ છીએ અને આ મોરચે કોઈપણ સાનુકૂળ સંકેતો સ્થાનિક બજારોને ખૂબ જ જરૂરી સપોર્ટ આપશે તેવું જણાવ્યું છે. જ્યાં સુધી મહત્વના સ્તરો પર ફરીથી બજાર ન પહોંચી જાય ત્યાં સુધી હકારાત્મક રહેવું વધુ સારું છે પરંતુ સાવચેતી સાથે પગલાં ભરવાનો અભિગમ અપનાવવાની સલાહ આપી છે.

  એન્જલ વનના સમીત ચવાણે આ શેર્સ પર દાવ લગાવવા કહ્યું


  Granules India: Buy | LTP: Rs 345.35 | Stop-Loss: Rs 325 | Target: Rs 370 | Return: 7 percent

  છેલ્લા બે-ત્રણ ટ્રેડિંગ સેશનથી સમગ્ર ફાર્મા ક્ષેત્ર ટ્રેન્ડને આગળ ધપાવી રહી છે. 30 સપ્ટેમ્બરના રોજ ભારે ઉછાળા સાથે, આ સ્ટોક ગત સપ્તાહમાં આ સ્પેસમાં ટોચનો આઉટપરફોર્મર હતો. આ સ્ટોક ઘણા સમયથી કોન્સોલિડેશનના તબક્કામાં હતો અને છેલ્લા ટ્રેડિંગ સેશનમાં, તે મોટા વોલ્યુમ દ્વારા સમર્થિત ઝોનમાંથી નિર્ણાયક બ્રેકઆઉટમાં જોવા મળ્યો હતો. સાપ્તાહિક ચાર્ટનું માળખું હવે અત્યંત આશાસ્પદ લાગે છે અને અમે રૂ. 370ના નજીકના ગાળાના લક્ષ્ય માટે રૂ. 343-340ની રેન્જમાં ખરીદવાની ભલામણ કરીએ છીએ. રૂ. 325 પર સ્ટોપ-લોસ અનુસરીને ટ્રેડર્સ દાવ રમી શકે છે.

  આ પણ વાંચોઃ દશેરા - દિવાળી નજીક આવતાં જ સોના ચાંદીની કિંમતોમાં ઉછાળો

  DLF: Buy | LTP: Rs 356.7 | Stop-Loss: Rs 346.5 | Target: Rs 374 | Return: 5 percent

  તાજેતરના માર્કેટ કરેક્શનમાં સમગ્ર રિયલ્ટી સ્પેસમાં ભાવમાં મોટા પાયે ઊતાર ચડાવ જોવા મળ્યા છે. આ ઉચ્ચ બીટા કાઉન્ટર હોવાને કારણે આટલા ટૂંકાગાળામાં લગભગ 15 ટકા કરેક્શન જોવા મળ્યું છે. હવે, તે લગભગ રૂ. 345 પર મૂકવામાં આવેલા સપોર્ટના મહત્વના ક્લસ્ટર પર પહોંચી ગયો છે. 30 સપ્ટેમ્બરના રોજ, ત્રણ દિવસના કન્જેક્શનમાંથી નાના બ્રેકઆઉટની પુષ્ટિ કરવા માટે ભાવમાં તીવ્ર વધારો થયો. જો આપણે વોલ્યુમ પ્રવૃત્તિ પર નજર કરીએ, તો તે સરેરાશ દૈનિક વોલ્યુમ કરતાં વધુ હતી. મોમેન્ટમ ઓસિલેટરના સકારાત્મક પ્લેસમેન્ટને ધ્યાનમાં રાખીને વેપારીઓને રૂ. 374ના નજીકના ગાળાના લક્ષ્યાંક માટે ખરીદવાની સલાહ આપવામાં આવે છે. તેમજ સ્ટોપ-લોસ રૂ. 346.50 પર મૂકવો જરૂરી છે.


  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Expert opinion, Share market, Stock market Tips

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन