Home /News /business /આજે ખૂલ્યા Medanta અને Bikaji Foodsનો IPO, રુપિયા લગાવતા પહેલા વાંચો એક્સપર્ટની સલાહ

આજે ખૂલ્યા Medanta અને Bikaji Foodsનો IPO, રુપિયા લગાવતા પહેલા વાંચો એક્સપર્ટની સલાહ

મેદાંતા અને બીકાજી બંને આઈપીઓ આજે ખૂલ્યા, કેમાં રોકાણ કરશો?

Medanta and Bikaji Foods IPO Investment Expert Advice: આજે બજારમાં એક સાથે ખૂબ જ હાઈપ ધરાવતા આઈપીઓ ખૂલી રહ્યા છે. જેમાં ખાસ કરીને આઈપીઓમાં રોકાણ કરતાં રોકાણકારોને આજે એક સાથે બે ઓપ્શન મળશે. મેદાંતા હોસ્પિટલ્સ (Medanta Hospitals) ચલાવતી ગ્લોબલ હેલ્થ (Global Health) અને બીકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલ (Bikaji Foods International) આ બંને કંપનીઓના આઈપીઓ આજથી રોકાણ માટે ખૂલશે.

વધુ જુઓ ...
    મુંબઈઃ આઈપીઓ રોકાણકારો માટે આજે 3 નવેમ્બરનો દિવસ ખૂબ જ મહત્વનો રહેશે કારણ કે આજે એક સાથે બે આઈપીઓ લોન્ચ થઈ રહ્યા છે જેને લઈને બજારમાં બઝ જોવા મળી રહ્યો છે. એક તરફ મેદાંતા હોસ્પિટલ (Medanta Hospitals) ચલાવતી ગ્લોબલ હેલ્થ (Global Health)નો 2206 કરોડ રુપિયાનો આપીઓ છે અને બીજી તરફ બીકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલ (Bikaji Foods International)નો રુ.881 કરોડનો આઈપીઓ પણ આજે ખૂલશે.

    આ પણ વાંચોઃ અમેરિકામાં આ વર્ષમાં છઠ્ઠીવાર વ્યાજ દર વધ્યા, આજે RBIની બેઠક; તો શું ભારતમાં પણ વધશે?

    બંને આઈપીઓ 7 નવેમ્બર સુધી ખુલ્લા રહેશે અને પ્રાઈસ બેન્ડના અપર પ્રાઈસ હિસાબે બંને આઈપીઓમાં રુપિયા લગાવવા માટે રિટેલ ગ્રાહકોએ ઓછામાં ઓછા રુ. 29784નું રોકાણ કરવું પડશે. ગ્રે માર્કેટમાં પણ બંને આપીઓને લઈને પોઝિટિવ સંકેત મળી રહ્યા છે અને શેર પ્રીમિયમ ભાવે (Gray Market Premium) ટ્રેડ થઈ રહ્યા છે. માર્કેટ એક્સપર્ટ પણ તેમાં રોકાણની સલાહ આપી રહ્યા છે. બંને કંપનીઓના શેરનું અલોટમેન્ટ 11 નવેમ્બરે થશે અને 16 નવેમ્બર બંનેનું લિસ્ટિંગ થશે.

    આ પણ વાંચોઃ તમારી હોમલોનના વ્યાજને ફ્રી કરી દેશે આ SIP, સમજો A to Z ગણતરી

    Bikaji Foods International IPO


    મિઠાઈ અને ફરસાણ બનાવતી કંપની બીકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલનો 881 કરોડ રુપિયાનો આ આઈપીઓ પૂરી રીતે ઓફર ફોર સેલ છે. આ આઈપીઓ અંતર્ગત રોકાણ માટે 285-300 રુપિયાનો પ્રાઈસ બેન્ડ અને 50 શેરની લોટ સાઈઝ છે. કંપનીના કર્મચારીઓ માટે 15 રુપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. હાલ ગ્રે માર્કેટમાં આ શેર 71 રુપિયા પ્રીમિયમ ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. સ્થાનિક બ્રોકરેજ ફર્મ KR Chokseyએ આ ઈશ્યુને સબ્સક્રાઈબ રેટિંગ આપ્યું છે.

    આ પણ વાંચોઃ Bikaji Foods IPO: 3 નવેમ્બરના દિવસે ખૂલશે, GMP દ્વારા મળી રહ્યા છે આ મોટા સંકેત

    Global Health IPO


    જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો. નરેશ ત્રેહાનની ગ્લોબલ હેલ્થના 2205 કરોડ રુપિયાના આઈપીઓ અંતર્ગત 500 કરોડ રુપિયાના નવા શેર જાહેર કરવામાં આવશે અને 1706 કરોડ રુપિયાના શેર ઓફર ફોર સેલ વિંડો અતંર્ગત વેચવામાં આવશે. આ આઈપીઓ માટે 319 336 રુપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ છે અને લોટ સાઇઝ 44 શેરની છે.

    ગ્રે માર્કેટમાં આ શેર 33 રુપિયાના જીએમપી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જોકે રોકાણકારો મુજબ ફક્ત ગ્રે માર્કેટના સંકેતોના આધારે કોઈપણ આઈપીઓ ભરવો જોઈએ નહીં. તેના માટે જીએમપી ઉપરાંત કંપનીના ફંડામેન્ટલ્સ અને આર્થિક પ્રદર્શન આધારે નિર્ણયલેવો જોઈએ. આ ઈશ્યુમાં સ્થાનિક બ્રોકરેજ ફર્મ રિલાયન્સ સિક્યોરિટીઝે રુપિયા લગાવવાની સલાહ આપી છે.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Expert opinion, IPO launched, IPO News, Stock market Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन