Home /News /business /Expert Views: બજારના ઘટાડાથી ડરવાની જરુર નથી, 3-4 સપ્તાહમાં કમાણી માટે આ સ્ટોક્સ પર દાવ લગાવો

Expert Views: બજારના ઘટાડાથી ડરવાની જરુર નથી, 3-4 સપ્તાહમાં કમાણી માટે આ સ્ટોક્સ પર દાવ લગાવો

નિષ્ણાતોની પહેલી પસંદ તેવા આ 10 શેરમાં આગામી એક-બે મહિનામાં જોરદાર કમાણીના ચાન્સ છે.

Stock Market: શેરબજારમાં જુલાઈના અંતથી ઓગસ્ટના અંત સુધી સતત 4 સપ્તાહથી વધુ તેજી બાદ અચાનક મોટા કડાકા પછી ઘણા રોકાણકારો ડરના માર્યા પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે. તેવામાં નિષ્ણાતો માની રહ્યા છે કે બજારનો આ ઘટાડો ક્ષણિક છે અને ટૂંકાગાળામાં વ્યાપક બજારમાં તેજી જોવા મળશે. જેનો ફાયદો લેવો હોય તો આ ઘટાડા દરમિયાન કેટલાક શેરમાં રુપિયા રોકવા જોઈએ. એન્જલ વનના સમીત યૌહાણૃ સહિતના નિષ્ણાતોએ આવા શેરનું લિસ્ટ પણ આપ્યું છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ 26 ઓગસ્ટે બજારમાં સતત 5 દિવસના વધારા પર બ્રેક જોવા મળી હતી અને વધતી જતી અસ્થિરતા વચ્ચે બજાર 1 ટકાથી વધુ તૂટીને બંધ થયું હતું. 26 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં નિફ્ટી 200 પોઈન્ટ તૂટીને 17,559 પર બંધ થઈ ગયો હતો. જે બાદ 29 ઓગસ્ટ અને સોમવારે પણ બજારમાં મોટો કડાકો બોલ્યો હતો. ત્યારે રોકાણકારો બજારની આગામી ચાલને લઈને અસમંજસમાં છે અને શું કરવું શું ન કરવું તેવી સ્થિતિમાં ફસાયા છે. ત્યારે માર્કેટના જાણકારો અને નિષ્ણાતો ટેક્નિકલ આધારે બજારમાં શું કરવું જોઈએ તેની સલાહ આપી રહ્યા છે. માર્કેટની જાણીતી બ્રોકરેજ હાઉસ ફર્મ એન્જલ વનના સમીત ચૌહાણના જણાવ્યા મુજબ નિફ્ટીએ સાપ્તાહિક ચાર્ટ પર બિયરિશ કેન્ડલ પ્રકારની પેટર્ન બનાવી હતી. તેમણે વધુમાં કહ્યું કે આ ઉપરાંત, અમે ઇવનિંગ સ્ટાર ફોર્મેશનની રચના પણ જોઈ રહ્યા છે. જેને સામાન્ય રીતે બિયરિશ રિવર્સલ પેટર્ન તરીકે ગણવામાં આવે છે. તેથી, આગામી ટ્રેડિંગ સેશનમાં, અમે બજારમાં ભારે વોલેટિલિટી અને કોન્સોલિડેશન વચ્ચે પ્રોફિટ-બુકિંગ જોઈ શકીએ છીએ.

  ટોચની એજન્સી ગોલ્ડમેને કહ્યું 'મંદીની ચિંતા છોડો હમણાં તો કોમોડિટિઝ ખરીદવા માંડો'

  એન્જલ વનના સમીત ચૌહાણે આગળ કહ્યું કે જોકે, આ કોન્સોલિડેશન પછી બજાર ફરી 18000 તરફ આગળ વધી શકે છે. તેમણે આગળ ઉમેર્યું કે આ સમયે આપણે ખૂબ જ આક્રમક રીતે સોદા કરવાનું ટાળવું જોઈએ. જો કે, જ્યાં સુધી નિફ્ટી 17350ની ઉપર છે ત્યાં સુધી આપણે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જો આ સપોર્ટ તૂટે તો આપણે નિફ્ટી 17,100-17,000 તરફ ગગડતી જોઈ શકીએ છીએ.સમીત ચવ્હાણ માને છે કે 17,450 પર તાત્કાલિક સપોર્ટ છે. તેમજ 17,700–17,750 પર રેઝિસ્ટન્સ છે. નિફ્ટીને વધુ વધવા માટે તેણે 17,750ના આ રેઝિસ્ટન્સ લેવલને તોડવો પડશે. જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી એક સમયે એક પગલું ભરો અને સાવચેતીનો અભિગમ અપનાવો. કારણ કે વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. આવી સ્થિતિમાં, આપણે તેમના પર નજર રાખવી જોઈએ. જો આ સપ્તાહમાં કોઈ મોટો ફેરફાર જોવા નથી મળતો તો બજાર જલ્દી જ એકવાર ફરી તેજી પકડતું જોવા મળી શકે છે. ત્યારે એક્સપર્ટ દ્વારા સૂચવવામાં આવેલા આ 10 શેરમાં આગામી 3-4 અઠવાડિયામાં જંગી નફો જોઈ શકાય છે.

  Kiwi Farming દ્વારા માત્ર એક અકર જમીનમાં વર્ષે રુ.24 લાખથી વધુ કમાણી કરી શકો

  Reliance Securitiesના જતીન ગોયલની પસંદગી

  Delta Corp: BUY | LTP: રૂ.214.45 |
  આ સ્ટૉકમાં રૂ. 200ના સ્ટોપ લોસ અને રૂ. 249ના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપવામાં આવી છે. આ સ્ટોક 3-4 અઠવાડિયામાં 16 ટકા સુધીનું વળતર આપી શકે છે.

  Dr. Lal Pathlabs: BUY | LTP: રૂ.2636.70 |
  આ સ્ટૉકમાં રૂ. 2,490ના સ્ટોપ લોસ સાથે ખરીદીની સલાહ અને રૂ. 2,879નો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આ સ્ટોક 3-4 અઠવાડિયામાં 9 ટકાનું વળતર જોવા મળી શકે છે.

  Torrent Power: Sell | LTP: રૂ.576.35 |
  આ શેરમાં રૂ. 595ના સ્ટોપ લોસ સાથે રૂ. 540ના લક્ષ્ય સાથે વેચાણની સલાહ અપાઈ છે. આ સ્ટોક 3-4 અઠવાડિયામાં 6 ટકાનું વળતર આપી શકે છે.

  Reliance industriesમાં ખરીદીની ઉત્તમ તક, થોડા મહિનામાં સ્ટોક પિકર્સને થશે જલસા: શ્રીકાંત ચૌહાણ

  HDFC Securitiesના સુભાષ ગંગાધરનના ટોપ પિક્સ

  Indiabulls Housing Finance: BUY | LTP: રૂ.136.85 |
  આ સ્ટૉકમાં રૂ.160ના ટાર્ગેટ માટે રૂ.124ના સ્ટોપ લોસ સાથે ખરીદીની સલાહ આપી છે. આ સ્ટોક 3-4 અઠવાડિયામાં 17 ટકાનું વળતર આપી શકે છે.

  Ucal Fule Systems: BUY | LTP: રૂ.136.15 |
  આ શેરમાં રૂ. 156ના ટાર્ગેટ માટે રૂ. 126ના સ્ટોપ લોસ સાથે બાય કોલ આપવામાં આવ્યો છે. આ સ્ટોક 3-4 અઠવાડિયામાં 15 ટકાનું વળતર આપી શકે છે.

  3-4 મહિનામાં બંપર કમાણી કરવી છે? તો દરેક ઘટાડે ખરીદી કરો વર્ષના અંતે નિફ્ટી 18600 પહોંચશે- ICICI Direct

  Kotak Securitiesના શ્રીકાંત ચૌહાણની પસંદ

  HDFC: Sell | LTP: રૂ.2,396.7 |
  આ શેરમાં રૂ. 2,420ના સ્ટોપ લોસ સાથે રૂ. 2,325ના લક્ષ્યાંકને લઈને વેચાણની સલાહ આપી છે. આ સ્ટોક 3-4 અઠવાડિયામાં 3 ટકાનું વળતર આપી શકે છે.

  Balkrishna Industries: Sell | LTP: રૂ. 2,047.45 |
  આ શેરમાં રૂ. 1,830ના લક્ષ્ય સાથે રૂ. 2,105ના સ્ટોપ લોસ સાથે વેચાણની સલાહ આપવામાં આવી છે. આ સ્ટોક 3-4 અઠવાડિયામાં 11 ટકાનું વળતર આપી શકે છે.

  Bharat Dynamics: Buy | LTP: રૂ 826.40 |
  આ સ્ટૉકમાં રૂ. 880ના ટાર્ગેટ માટે રૂ.795ના સ્ટોપ લોસ સાથે ખરીદવાની સલાહ આપવામાં આવી છે. આ સ્ટોક 3-4 અઠવાડિયામાં 6.5 ટકાનું વળતર આપી શકે છે.

  બેંકની ઓવરડ્રાફ્ટ સુવિધા શું હોય છે? રુપિયાની જરુરિયાત હોય ત્યારે કેવી રીતે મળે છે ફાયદો?

  5paisaના રુચિત જૈનના ટોપ પિક્સ

  Petronet LNG: BUY | LTP: રૂ.219.15 |
  આ શેરમાં રૂ. 213ના સ્ટોપ લોસ સાથે રૂ. 234ના ટાર્ગેટ માટે બાય કોલ આપવામાં આવ્યો છે. આ સ્ટોક 3-4 અઠવાડિયામાં 7 ટકાનું રિટર્ન આપી શકે છે.

  Dabur India: Sell | LTP: રૂ 572 |
  આ સ્ટૉકમાં રૂ. 592ના સ્ટોપ લોસ સાથે રૂ. 550ના ટાર્ગેટ માટે વેચાણની સલાહ આપવામાં આવી છે. આ સ્ટૉકમાં 3-4 અઠવાડિયામાં 4 ટકાનું વળતર જોવા મળી શકે છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Expert opinion, Nifty 50, Share market, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन