Home /News /business /આ ફૂટવેર કંપનીના સ્ટોક પર શેરખાનને ભરોસો, પ્રતિ શેર 165 રુપિયાનો ઉછાળો આવી શકે

આ ફૂટવેર કંપનીના સ્ટોક પર શેરખાનને ભરોસો, પ્રતિ શેર 165 રુપિયાનો ઉછાળો આવી શકે

ચપ્પલ બુટ બનાવતી આ કંપનીના શેરમાં શેરખાને કહ્યું તગડી કમાણીના ચાન્સ છે.

Expert Advice on Hot stock: બ્રોકરેજ હાઉસ શેરખાને રિલેક્સો ફૂટવેરના શેરમાં ઊંચા ઉછાળાની શક્યતા દેખાઈ રહી છે. માર્કેટ એક્સપર્ટે કહ્યું કે આ શેર ટૂંક સમયમાં 165 રુપિયા જેટલો વધી શકે છે. હાલ ગઈકાલના કારોબારમાં શેર 1021.35 રુપિયાના સ્તરે બંધ થયો હતો.

વધુ જુઓ ...
    મુંબઈઃ "ઘરેલું બ્રોકરેજ હાઉસ શેરખાનને ફૂટવેર શેર રિલેક્સો ફૂટવેર પર તેજીમાં દેખાઈ રહી છે. બ્રોકરેજ હાઉસે 3 ઓક્ટોબર, 2022ના રોજ બહાર પાડવામાં આવેલા તેના રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, કંપનીએ પોતાના મુખ્ય વેલ્યુ ફોર મની બ્રાન્ડ માટે તેની કિંમતમાં 13-15 ટકા સુધારો કર્યો છે. વધુમાં, કંપનીએ તેના ક્લોઝ્ડ એન્ડેડ ફૂટવેર પર તેનું ધ્યાન વધાર્યું છે.

    આ દરમિયાન, કાચા માલની કિંમતમાં ઘટાડો થવાને કારણે કંપનીની ઉત્પાદન કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેનો ફાયદો આગામી ક્વાર્ટરમાં કંપનીને થશે.આ ઉપરાંત કંપની ઈ-કોમર્સ ચેનલ અને અન્ય માર્ગો દ્વારા બજારમાં તેની પહોંચ વધાવાનો લાભ મળશે. આ વિશ્લેષણના આધારે, શેરખાને રિલેક્સો ફૂટવેર પર તેનું બાય રેટિંગ આપવા સાથે રૂ. 1185નો લક્ષ્યાંક આપ્યો છે.

     આ પણ વાંચોઃ નિફ્ટીએ બુલિશ કેન્ડલ બનાવી, જો 17300ની બાધા પાર કરશે તો રોકેટની જેમ ઉડશે

    આ શેરની હિલચાલને જોઈએ તો ગઈકાલે એનએસઈ પર શેર રૂ. 7.90 અથવા 0.70 ટકાના વધારા સાથે રૂ. 1,021.35 પર બંધ થયો હતો. શેરનો ઇન્ટ્રા-ડે હાઇ 1,026.80 હતો જ્યારે ઇન્ટ્રાડે લો રૂ. .1,016.05 અને શેરનું વર્તમાન વોલ્યુમ રૂ. 24,408 શેરનું છે.

    04 નવેમ્બર 2021ના રોજ આ સ્ટોક રૂ. 1,447.00ના સ્તરે તેની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો જ્યારે 12 મે 2022ના રોજ આ સ્ટોક રૂ. 928ની 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો. હાલમાં, શેર તેની 52 સપ્તાહની ઊંચી સપાટીથી 29.51 ટકા નીચે ટ્રેડ કરી રહી છે, જ્યારે તે તેના 52 સપ્તાહની નીચી સપાટીથી 9.91 ટકા વધીને જોવા મળી રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 25,390.46 કરોડ છે.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Expert opinion, ShareKhan, Stock market Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन