Home /News /business /Hot Stocks: કેમ એક્સપર્ટે ટૂંકાગાળા માટે આ બંને શેરમાં દાવ લગાવવાનું કહ્યું અને ત્રીજા શેરને વેચવાનું?
Hot Stocks: કેમ એક્સપર્ટે ટૂંકાગાળા માટે આ બંને શેરમાં દાવ લગાવવાનું કહ્યું અને ત્રીજા શેરને વેચવાનું?
Hot Stocks : જાણો શોર્ટ ટર્મ માટે PVR અને ઈમામીમાં રોકાણ અને મેક્સ ફાઇનાન્શિયલમાં નફો બૂક કરવો કેમ હિતાવહ?
Expert Advice for short term Investment: માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે ટૂંકાગાળામાં આ બંને શેરમાં દાવ લગાવીને સારી એવી કમાણી થઈ શકે છે જ્યારે ત્રીજા શેરમાં વેચીને ઊભા રહેવાથી ફાયદો થઈ શકે છે.
ચાલુ અઠવાડિયા દરમિયાન ડાઉનસાઇડ ટ્રેન્ડ જોવા મળ્યો છે. રેસિસ્ટન્સ 18,200 હતું અને ઇન્ડેક્સ ત્યાંથી જ પાછો ફર્યો હતો. હવે આપણી સામે 17,775ની નીચે કન્ફર્મ બ્રેકડાઉન થયું છે. કડાકાનો આકાર મંદીની પેટર્ન જેવો હોય છે અને જો આવું થાય તો આપણે 17,200-17,000 સપાટી જોઈ શકીએ. બીજી તરફ બજારમાં ઉછાળાની અપેક્ષા પણ સેવાઇ રહી છે. ત્યારે આજે અહીં ખરીદવા માટેના બે અને સેલ કરવા માટેના એક કોલ અંગે જાણકારી આપવામાં આવી છે.
26 સપ્ટેમ્બર, 2022ના રોજ 524 રૂપિયાની ઉંચી સપાટી બનાવ્યા પછી આ શેરના ભાવમાં 22 ટકાનો ઘટાડો થયો છે. જોકે હવે બુલિશ પાસું દૈનિક ધોરણે રૂ. 415-425ના સંભવિત રિવર્સલ ઝોન સાથે જોવા મળ્યું હતું. તદુપરાંત, RSI (રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ) અને એમએસીડી (મૂવિંગ એવરેજ કન્વર્ઝન ડાયવર્ઝન)ના દૈનિક સ્કેલ પર બુલિશ ડિફરન્સ જોવા મળ્યું હતું.
હાલના તબક્કે પીવીઆર સ્થિર થવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે બુલિશ AB=CD દૈનિક ધોરણે રૂ.1,620-1,650ના સંભવિત રિવર્સલ ઝોન સાથે જોવા મળી હતી. આ ઉપરાંત આરએસઆઇ અને એમએસીડી હિસ્ટોગ્રામના દૈનિક સ્કેલ પર બુલિશ ડિફરન્સ જોવા મળ્યું હતું. બુલિશ ડિવર્જન્સ ઉપરાંત આરએસઆઇ પર ટ્રેન્ડલાઇનનું ડીવેર્જન્સ જોવા મળ્યું. ટ્રિપલ બોટમ ફોર્મેશન પણ 0.618 રિટ્રેસમેન્ટ પર જોવા મળ્યું હતું, જે વર્તમાન સ્તરે પીવીઆરને વધુ આકર્ષક બનાવે છે.
હમણાંનું બજાર લગભગ નકારાત્મક રહ્યું છે. આ સાથે રોકાણકારે બહોળું ચિત્ર જોવાની જરૂર છે. MFSL સ્પષ્ટ ડાઉનટ્રેન્ડમાં છે. આ શેર છેલ્લા 16 મહિનાથી લોઅર હાઇ અને લોઅર લોનું સ્ટ્રક્ચર બનાવી રહ્યો છે.
બે ટ્રેડિંગ સેશનથી MFSL શૂટિંગ સ્ટાર બન્યો હતો, ત્યારબાદ તેની હિસ્ટોરિકલ ટ્રેન્ડલાઇનની બરાબર નજીક બેરિશ સ્પાઇનિંગ પેટર્ન છે, જે 16-18 મહિના જૂની છે. આરએસઆઇ એક્સ્ટ્રીમ ઝોનમાં હાયર હાઇ સપાટીએ પહોંચી રહી છે. કોઈ રોકાણકાર વહેલી તકે નફો બુક કરી શકે છે. વર્તમાન સ્તરે નવી ખરીદીની ભલામણ કરવામાં આવતી નથી. કારણ કે તેમાં રૂ.760-770 સુધી કારેક્શન જોવા મળી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર