Home /News /business /Stock Market: બજારના ભારે ઉતાર-ચઢાવ વચ્ચે ટૂંકાગાળામાં તગડી કમાણી માટે આ 10 શેર પર લગાવો દાવ

Stock Market: બજારના ભારે ઉતાર-ચઢાવ વચ્ચે ટૂંકાગાળામાં તગડી કમાણી માટે આ 10 શેર પર લગાવો દાવ

બસ ટૂંકાગાળામાં જ બંપર રિટર્ન જોઈતું હોય તો નિષ્ણાતોની આ સલાહ માની લો.

Stock Market Tips: બજારના જાણકારોનું કહેવું છે કે આગામી ટૂંકાગાળામાં નિફ્ટીમાં ઉતાર ચઢાવ જોવા મળશે. ત્યારે આ અફરાતફરી વચ્ચે 10 શેરમાં 3-4 સપ્તાહમાં તગડી કમાણીની શક્યતા છે. નિફ્ટી આ દરમિયાન 17300થી 17800ની વચ્ચે ફરી શકે છે. આ બજારમાં ઘટાડા પર ખરીદી અને ઉછાળા પર વેચવાની સ્ટ્રેટેજી અપનાવવી પડે.

વધુ જુઓ ...
    મુંબઈઃ સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં બજાર કોન્સોલિડેડ રહ્યું હતું અને સેન્સેક્સ નિફ્ટી નેગેટિવ વલણ સાથે ફ્લેટ બંધ રહ્યા હતા. તેવામાં આગામી 3-4 સપ્તાહમાં બજારમાં ભારે અફરાતફરી રહી શકે છે તેવું નિષ્ણાતોનું માનવું છે. આ અફરાતફરી વચ્ચે કેટલાક એવા શેર્સ છે જેમાં રોકાણ કરીને તમે તગડી કમાણી કરી શકો છો. જો નિફ્ટી આ રેન્જના ઉપરના સ્તરને પાર કરે છે તો 18000ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરતી જોવા મળી શકે છે. બજારમાં હાલ દિગ્ગજ શેરોની તુલનામાં નાના અને મધ્યમ શેર્સમાં વધુ સારું પ્રદર્શન જોવા મળે છે. જે સ્પષ્ટરુપે દેખાય છે કે આ સમયગાળામાં નિફ્ટી મિડકેપ 1 ટકા જેટલો વધ્યો છે. તો સ્મોલકેપમાં 0.2 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત નિફ્ટીએ વીકલી ચાર્ટ પર એક લાંબી બુલ કેન્ડલ પણ બનાવી છે. નિષ્ણાતો કહે છે કે બજારમાં હાલ ઘટાડા પર ખરીદી અને ઉછાળા પર વેચાણની નીતિ અપનાવવી જોઈએ. ત્યારે માર્કેટના દિગ્ગજોએ 10 જેટલા ટ્રેડિંગ આઈડિયા આપ્યા છે જેનાથી 3-4 સપ્તાહમાં જોરદાર કમાણી થઈ શકે છે.

    આજે ખુલી રહ્યો છે 100 વર્ષ જૂની પ્રાઈવેટ બેંકનો IPO, જાણો તમારે ભરવો જોઇએ કે નહીં?

    Kotak Securitiesના શ્રીકાંત ચૌહાણની ટ્રેડિંગ ટિપ્સ

    United Spirits: BUY | LTP: Rs. 824.3|

    આ સ્ટોકમાં 790 રુપિયાના સ્ટોપલોસ સાથે 880-900 રુપિયાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે અને ખરીદવા માટે જણાવ્યું છે. 3-4 સપ્તાહમાં આ શેરમાં 7-9 ટકાનું રિટર્ન જોવા મળી શકે છે.

    SIS: BUY | LTP: Rs. 452|

    આ સ્ટોકમાં 430 રુપિયાના સ્ટોપલોસ સાથે 489-550ના રુપિયાનું લક્ષ્ય રાખીને ખરીદવાની સલાહ આપવામાં આવી છે. 3-4 સપ્તાહમાં આ શેરમાં 6થી 22 ટકાનું રિટર્ન જોવા મળી શકે છે.

    Just Dial: BUY | LTP: Rs. 606|

    આ સ્ટોકમાં રુ. 560ના સ્ટોપલોસ સાથે 700-750ના લક્ષ્ય સાથે ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં 15-24 ટકા જેટલું માતબર રિટર્ન મળી શકે છે.

    PSU સ્ટોક્સમાં આવી શકે છે જોરદાર તેજી, બેંકિંગ અને પાવર શેરોમાં થશે બંપર કમાણી

    HDFC Securitiesના નાગરાજ શેટ્ટીની ટ્રેડિંગ ટિપ્સ

    Endurance Technologies: Buy | LTP: Rs 1,518.65 |

    આ સ્ટોકમાં 1420 રુપિયાના સ્ટોપલોસ સાથે 1650-1800 રુપિયાનું લક્ષ્ય રાખીને ખરીદીની સલાહ આપવામાં આવી રહી છે. 3-4માં સપ્તાહમાં આ સ્ટોકમાં 9-18 ટકાનું રિટર્ન મળી શકે છે.

    Welspun Corp: Buy | LTP: Rs 241.3 |

    આ સ્ટોકમાં 225ના સ્ટોપલોસ સાથે 259-285 રુપિયાના લક્ષ્ય માટે ખરીદીની સલાહ આપવામાં આવી રહી છે. આગામી 3-4 સપ્તાહમાં આ સ્ટોક 7-18 ટકા જેટલું રિટર્ન મળી શકે છે.

    GE Power India: Buy | LTP: Rs 152 |

    આ સ્ટોકમાં 140 રુપિયાના સ્ટોપ લોસ સાથે 165-180 રુપિયાનું લક્ષ્ય રાખીને ખરીદીની સલાહ આપવામાં આવી છે. આગામી 3-4 સપ્તહામાં આ શેરમાં 8-18 ટકા રિરટ્ન જોવા મળી શકે છે.

    સોમવારે કેવું રહેશે બજાર? નિષ્ણાતોના NFITY50 અંગે અનુમાન પ્રમાણે દાવ ખેલશો તો ફાયદામાં રહેશો

    5paisaના રુચિત જૈનની ટ્રેડિંગ ટિપ્સ

    Tata Consumer Products: Buy | LTP: Rs 833.7 |

    આ સ્ટોકમાં 800 રુપિયાના સ્ટોપલોસ સાથે 800-905 રુપિયાના લક્ષ્ય સાથે 3-4 સપ્તાહમાં 5-8 ટકાનું રિટર્ન મેળવવા માટે આ સ્ટોકમાં રોકાણ કરવા માટે સલાહ આપવામાં આવે છે.

    Equitas Holdings: Buy | LTP: Rs 102.15 |

    આ સ્ટોકમાં 98 રુપિયાના સ્ટોપલોસ સાથે 112-118 રુપિયાના લક્ષ્ય માટે ખરીદીની સલાહ આપવામાં આવી છે. 3-4 સપ્તાહમાં આ શેરમાં 10-15 ટકાનું રિટર્ન મળી શકે છે.

    IT સ્ટોકે 1 લાખ રુપિયાના 1.8 કરોડ કર્યા અને પાંચવાર બોનસ પણ આપ્યું, નિષ્ણાતોએ કહ્યું આ રીતે મલ્ટિબેગર ખરીદી ધીરજથી બેસી જાવ

    Anand Rathiના જીગર એસ પટેલની ટ્રેડિંગ ટિપ્સ

    Tinplate Company of India: Buy | LTP: Rs 318 |

    આ સ્ટોકમાં 285 રુપિયાના સ્ટોપલોસ સાથે 375 રુપિયાના લક્ષ્ય માટે ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. આગામી 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં 18 ટકા જેટલું તગડું રિટર્ન મળી શકે છે.

    HDFC Life Insurance Company: Buy | LTP: Rs 575 |

    આ સ્ટોકમાં 538 રુપિયાના સ્ટોપલોસ સાથે 650 રુપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરવાની સલાહ આપી છે. આગામી 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં 13 ટકા જેવું રિટર્ન મળી શકે છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: BSE Sensex, Business news, Expert opinion, Nifty 50, Stock market Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन