Home /News /business /સતત ચોથા દિવસે બજારમાં તોફાની તેજી, એક્સપર્ટ આશીષ બહેતી પાસેથી જાણો કમાણીના શેર્સ

સતત ચોથા દિવસે બજારમાં તોફાની તેજી, એક્સપર્ટ આશીષ બહેતી પાસેથી જાણો કમાણીના શેર્સ

શેરબજાર નિષ્ણાતની સલાહ મુજબ આ 3 શેરમાં રોકાણ કરો, છપ્પરફાડ કમાણીની શક્યતા છે.

Expert Advice on Nifty Future & Options call: શેરબજારમાં તગડી કમાણી કરવી હોય તો મહત્વનું છે કે તમે યોગ્ય સમયે સાચો દાવ રમો. આ માટે જરુરી છે કે તમે પોતે માર્કેટ એક્સપર્ટ હોવા જોઈએ અથવા તો જાણીતા માર્કેટ એક્સપર્ટની સલાહ મુજબ તમે રોકાણ કરો. આ રીતે કરવાથી તમારા કમાણીના ચાન્સ ખૂબ વધી જાય છે. ત્યારે આજે માર્કેટ એક્સપર્ટ આશીષ બહેતી પાસેથી જાણો કેટલીક મહત્વની ટિપ્સ.

વધુ જુઓ ...
  મુંબઈઃ શેરબજારમાં યોગ્ય સમયે યોગ્ય દાવ રમી લો તો તગડી કમાણીની શક્યતા છે. પછી તે દાવ લાંબા સમય માટે હોય કે ટૂંકા સમય માટે હોય, ખરીદી અને વેચાણનો ટાઈમિંગ પરફેક્ટ હોય તો તગડી કમાણી થઈ શકે છે. તો આવા પરફેક્ટ ટાઈમિંગ માટે શેર માર્કેટના નિષ્ણાતો પર તમારે આધાર રાખવો પડે, આજે અમારા સહયોગી સીએનબીસી આવાઝના ફ્યુચર એક્સપ્રેસમાં એક્સપર્ટ તરીકે NAV Investmentના આશીષ બહેતી (Ashish Baheti) તમને ખાસ ટિપ્સ આપી રહ્યા છે. આશીષે બજાર પર રણનીતિ બનાવતા દમદાર ટ્રેડિંગ સ્ટ્રેટેજી અને ઓપ્શન ટ્રેડ માટે પણ મલાઈદાર ઓપ્શન આપ્યો છે.

  આ પણ વાંચોઃનિષ્ણાતે કહ્યું આ 3 શેરમાં દમ લગાવીને રોકાણ કરો, ટૂંકાગાળામાં તગડી કમાણી થશે

  Nifty રાઈટર્સની રેન્જ


  આજે બપોરે 12 વાગ્યા દરમિયાન નિફ્ટીમાં સૌતી વધુ કોલ રાઈટર્સ 18000, 18100 અને 18200ના લેવલ પર એક્ટિવ જોવા મળી રહ્યા હતા. આજે બપોરે 12 વાગ્યે નિફ્ટીમાં સૌથી વધુ પુટ રાઈટર્સ 17900, 17800, 17700ના સ્તરે એક્ટિવ નજર આવ્યા હતા.

  Nifty Bankમાં રાઇટર્સની રેન્જ


  આજે બપોરે 12 વાગ્યે બેંક નિફ્ટીમાં સૌતી વધુ કોલ રાઇટર્સ 40800, 40900 અને 41000ના સ્તરે એક્ટિવ જોવા મળ્યા હતા. જ્યારે આ જ સમયે બેંક નિફ્ટીમાં સૌથી વધુ પુટ રાઇટર્સ 40500, 40400 અને 40300 ના સ્તરે એક્ટિવ જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે ઇન્ડેક્સ અથવા શેરમાં ઓપ્શન ટ્રેડિંગ અતંર્ગત કોઈ સ્ટ્રાઈક પર કોલ અથવા પુટ ટ્રેડ કરવાવાળા ટ્રેડર્સને રાઈટર્સ કહેવાય છે.

  આ પણ વાંચોઃ પહેલી નોકરી સાથે જ આ રીતે પ્લાનિંગ કરો 40 પાર કરશો ત્યાં નોકરી કરવાની જ જરુરિયાત નહીં રહે

  NAV Investmentના આશીષ બહેતીની બજાર પર સલાહ


  આશીષ બહેતી નિફ્ટી પર સલાહ આપતા કહે છે કે તેનું સ્ટ્રક્ચર ખૂબ સારું લાગી રહ્યું છે. એટલે અમારું માનવું છે કે આમાં જેમની પાસે લોન્ગ પોઝિશન છે તેમણે આમાં બની રહેવું જોઈએ. જોકે તેમણે પોતાનો સ્ટોપલોસ 17880 નજીક લગાવવો જોઈએ. અમને લાગે છે કે નિફ્ટી જો 18000નું સ્તર ક્રોસ કરે છે તો તેમાં વધુ તેજી આવી શકે છે. ત્યારબાદ નિફ્ટી 18200ના સ્તર સુધી જતી જોઈ શકાય છે.

  જ્યારે બેંક નિફ્ટી પર વાત કરતા તેમણે કહ્યું કે આ ઇન્ડેક્સનું પણ સ્ટ્રક્ચર ખૂબ જ સારું જોવા મળી રહ્યું છે. તેમાં પણ જેમની પાસે લોન્ગ પોઝિશન છે તેમણે સ્થિતિ જાળવી રાખવી જોઈએ. રોકાણકારોએ બેંક નિફ્ટીમાં 40400ના સ્ટોપલોસ સાથે પોઝિશન જાળવી રાખવી જોઈએ જેમાં પહેલો ટાર્ગેટ 40900નો જોવા મળી શકે છે. જો બેંક નિફ્ટી આ સ્તર પાર કરે છે તો તેમાં બીજો ટાર્ગેટ 41400ના સ્તરે જોવા મળી શકે છે.

  આ પણ વાંચોઃ આ રીતે ખેડૂતો દર મહિને રુ.3000 સરકાર પાસેથી મેળવી શકશે

  આશીષ બહેતીના દમદાર ટ્રેડ


  માર્કેટ એક્સપર્ટ આશીષ બહેતીએ ફ્ચુચર ઓપ્શન માટે દમદાર પ્રદર્શન કરી શકે તેવી સ્ક્રિપ્ટ અંગે જણાવતા નીચે મુજબ ત્રણ શેર આપ્યા છે.

  Reliance Sep Fut: ખરીદો- 2609 રુપિયા, ટાર્ગેટ- 2650 રુપિયા, સ્ટોપલોસ- 2570 રુપિયા

  Arti Industries Sep Fut: ખરીદો- 886 રુપિયા, ટાર્ગેટ- 900થી 920 રુપિયા, સ્ટોપલોસ-870 રુપિયા

  United Breweries Sep Fut: ખરીદો- 1701 રુપિયા, ટાર્ગેટ- 1730 રુપિયા, સ્ટોપલોસ-1685 રુપિયા

  આ પણ વાંચોઃ પેરેન્ટ્સની આવક ઓછી હોય તો પણ કઈ રીતે મેળવી શકો વધુ એજ્યુકેશન લોન?

  સસ્તા ઓપ્શન અપાવશે છપ્પરફાડ નફોઃ SRF


  આજના સસ્તા ઓપ્શન અંગે જણાવતા આશીષ બહેતીએ કેમિકલ સેક્ટરના સ્ટોકને પસંદ કર્યો છે. તેમણે કહ્યું કે આ સ્ટોકમાં સપ્ટેમ્બરની સીરીઝનો ઓપ્શન ખરીદવાથી તગડી કમાણી થઈ શકે છે. તેમણે કહ્યું એસઆરએફની સપ્ટેમ્બરની એક્સપાયરીવાળી 2750 સ્ટ્રાઈકવાળો કોલ 86 રુપિયા આસપાસ ખરીદો. તેમાં 110થી 130 રુપિયા સુધીનું લક્ષ્ય જોવા મળી શકે છે. જોકે તેમાં સુરક્ષિત રોકાણની દ્રષ્ટીએ 60 રુપિયાના સ્તરે સ્ટોપલોસ લગાવવાની પણ ભલામણ કરી છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Business news, Expert opinion, Share market, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन