નવી દિલ્હી : નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)એ થોડા મહિના પહેલા કૉર્પોરેટ ટેક્સ (Corporate Tax) ઘટાડી દીધો હતો. તેના કારણે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ 2020 (Budget 2020)થી સામાન્ય નાગરિકોની આશાઓ વધી ગઈ છે. સામાનય નાગરિકો બજેટથી ઇન્કમ ટેક્સ (Income Tax)માં રાહતની આશા લગાવીને બેઠા છે, જેથી તેમની આવક વધી શકે. જાણીએ કે સામાન્ય નાગરિકોને બજેટથી શું છે અપેક્ષાઓ...
(1) ટેક્સ સ્લેબમાં ફેરફાર
એવી આશા છે કે નાણા મંત્રી પર્સનલ ઇન્કમ ટેક્સ સ્લેબ રેટ્સમાં રાહત આપી શકે છે. હાલ વાર્ષિક 5 લાખ રૂપિયા (રિબેટ બાદ)ની કમાણી પર કોઈ ટેક્સ નથી આપવો પડતો નથી. જોકે, બેઝિક વૂટ મર્યાદા 2.50 લાખ રૂપિયા વધારીને 5 લાખ રૂપિયા નથી કરવામાં આવી. ઑક્ટોબર 2019માં ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર આંકડાઓ મુજબ 97 લાખથી વધુ વ્યક્તિગત ટેક્સપેયર્સે 5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયાની વચ્ચે આવક કરી અને આ ટેક્સપેયર્સ પાસેથી 45,000 કરોડ રૂપિયાથી વધુ રાજસ્વ પ્રાપ્ત થયો.
હાલની મોંઘવારી અને આર્થિક સુસ્તીને જોતાં નાણા મંત્રી ટેક્સ સ્લેબને વધારીને સામાન્ય લોકોને ડિસ્પોસેબલ ઇન્કમને વધારવાનો વિચાર કરી શકે છે. જોકે ટેક્સ સ્લેબ વધારવાથી સરકારને ડાયરેક્ટ ટેક્સ રાજસ્વમાં ઘટાડો આવી શકે છે.
(2) હોમ લોન વ્યાજ પર ટેક્સ છૂટ મળી શકે છે
હાલના સમયમાં પોતાનું ઘર ખરીદવા માટે હોમ લોનનું વ્યાજ બે લાખ રૂપિયાની ટેક્સ છૂટ મળે છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2019-20માં સેક્શન 80EEA રજૂ કરવામાં આવ્યો. સેક્શન 80EEA હેઠળ હોમ લોનના વ્યાજ ચૂકવણી પર 1.5 લાખનું ડિડક્શન અલગથી મળશે. પરંતુ તેના માટે લોન 1 એપ્રિલ 2019 બાદ અને 31 માર્ચ 2020થી પહેલા લીધેલી હોવી જોઈએ. સાથોસાથ આ ડિડક્શનનો ફાયદો લેવા માટે આપના હોમ લોનની રકમ 45 લાખ રૂપિયાથી વધુ નહીં હોવી જોઈએ. આ પ્રકારે નાકરિયાત વર્ગ હોમ લોનના વ્યાજ પર એક વર્ષમાં 3.5 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકે છે.
(3) ડિડક્શનમાં વધારો
હાલ વ્યક્તિગત રીતે કેટલાક રોકાણકાર કે ચૂકવણી માટે સેક્શન 80C હેઠળ 1.50 લાખ રૂપિયા ડિડક્શન ઉપલબ્ધ છે. આ મર્યાદા અગાઉના નાણાકીય વર્ષ 2014-15માં 1 લાખ રૂપિયાથી વધારવામાં આવી હતી તેથી આ વખતે નાણા મંત્રી ડિડક્શનને વધારીને ઓછામાં ઓછું 2.50 લાખ રૂપિયા કરી શકે છે.
આ પહેલા નાણાકીય વર્ષ 2010-11 અને નાણાકીય વર્ષ 2011-12માં સેક્શન 80CCF હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૉન્ડમાં રોકાણ પર 20,000 રૂપિયાની છૂટ મળતી હતી. જોકે, બાદમાં આ છૂટને હટાવી લેવામાં આવી. સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૉન્ડમાં રોકાણ પર 50,000 રૂપિયા સુધી ડિડક્શન આપવા પર વિચાર કરી શકે છે. તેનો બેવડો ફાયદો થશે. વ્યક્તિગત રીતે આવા ઇન્સ્ટ્રૂમેન્ટ્સમાં રોકાણ માટે પ્રોત્સાહન મળશે અને સરકારને દેશના વિકાસ માટે સરળતાથી ફંડ પૂરું પાડી શકાશે.
ભારતમાં સામાન્ય નાગરિકો માટે બેંક ડિપોઝિટ રોકાણ સૌથી મહત્વપૂર્ણ સાધન છે. જોકે, હાલના સમયમાં બેંકો ફડચામાં જવાથી સામાન્ય લોકોને બેંકો પરનો વિશ્વાસ ડગી ગયો છે. હાલ, બેંક બચત ખાતા અને પોસ્ટ ઑફિસમાં જમા પૈા પર મળનારા વ્યાજ પર માત્ર 10,000 રૂપિયાની છૂટછે. જોકે, બજેટ 2018માં સીનિયર સિટીઝનોને બેંક જમા, પોસ્ટ ઑફિસ સ્કીમ અને બૉન્ડથી મળનારા વ્યાજની છૂટ મર્યાદા વધારીને 50,000 રુપિયા કરી દેવામાં આવી હતી. આ જ આધારે આ વખતે બજેટમાં તમામ ટેક્સપેયર્સને વ્યાજ પર ડિડક્શન 50,000 રૂપિયા સુધી વધારવાની શક્યતા છે. તેનાથી બેંકોમાં મિડલ ક્લાસ દ્વારા બચતને પ્રોત્સાહન મળશે.
(સ્ત્રોત : moneycontrol.com)
આ પણ વાંચો, ખુશખબર! મ્યુચ્યુઅલ ફંડથી કમાણી કરનારાને મળી શકે છે આ ટેક્સથી રાહત