એક્ઝિટ પોલની તમારા પૈસા પર થશે સીધી અસર, જાણો ક્યાં અને કેવી રીતે

લોકસભા ચૂટણીનું આજે અંતિમ તબક્કાનું મતદાન છે. મતદાન સમાપ્ત થયા બાદ તમામ ન્યૂઝ ચેનલ પર એક્ઝિટ પોલ છવાઈ જશે. આ સ્થિતિમાં શેર બજાર પર સીધી અસર થઈ શકે છે.

News18 Gujarati
Updated: May 19, 2019, 3:46 PM IST
એક્ઝિટ પોલની તમારા પૈસા પર  થશે સીધી અસર, જાણો ક્યાં અને કેવી રીતે
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 19, 2019, 3:46 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : લોકસભાની ચૂંટણીનું છેલ્લા તબક્કાનું મતદાન થોડા કલાકોમાં સમાપ્ત થઈ જશે. મતદાન પૂર્ણ થવાની થોડી જ વારમાં દેશની તમામ ન્યૂઝ ચેનલ પર એક્ઝિટ પોલ છવાઈ જશે. આ એક્ઝિટ પોલની શેર બજાર પર સીધી અસર થશે. જો કોઈ મજબૂત સરકારનો અણસાર નહીં આવે તો સેંસેક્સ અને નિફ્ટી ,ગગડી શકે છે. એનડીએની સત્તા વાપસી બજારમાં જોશ ભરવાનું કામ કરી શકે છે. એક્સપર્ટના મતે ચૂંટમીના પરિણામોના કારણે શેર બજારનું વણણ અસમંજસ ભરેલું છે.

તમારા પૈસા પર અસર
એકસપર્ટના મતે શેર બજારમાં રોકાણ કરનારા લોકો પર એક્ઝિટ પોલની સીધી અસર થસે. જ્યારે મ્યૂચ્યૂઅલ ફન્ડના રોકાણ પર પણ અસર જોવા મળશે. આ સ્થિતિમાં રોકાણકારોએ હાલમાં વેઇટ એન્ડ વૉચની સ્ટ્રેટેજી પર કામ કરવું જોઈએ.

વર્ષનું સૌથી મહત્ત્વપૂર્ણ અઠવાડિયું
બજારમાં કેટલાક ઉતાર- ચઢાવ જોવા મળી શકે છે. જોકે, એક્ઝિટ પલથી બજારના નિર્ણયમાં કઈક સરળતા થઈ શકે છે. સૈમકો સિક્યોરિી એન્ડ સ્ટૉકનોટના સંસ્થાપક અને સીઈઓ જીમીત મોદીએ કહ્યું કે બજાર માટે આ અઠવાડિયું મહત્ત્વનું છે. આ અઠવાડિયે લોકો સ્ટૉક કોટ નહીં વોટકોટ પર નજર નાંખીને બેઠા છે.

મોટી કંપનીના પરિણામો
Loading...

આ અઠવાડિયા દરમિયાન ટાટા મોટર્સ, કેનરા બેન્ક, સિપ્લા જેવી કંપનીના પરિણામ પણ જાહેર થશે. ત્રિમાસીક પરિણામો અને ચૂંટણીના પરિણામો બજારની દિશા નક્કી કરશે. ઉપરાંત કાચા તેલનો ભાવ, અમેરિકા- ચીનનું વેપાર યુદ્ધ, રૂપિયાનો ઉતાર ચઢાવ અને વિદેશી મુદ્રાનું વલણ બજાર માટે મહત્ત્વનું રહેશે.
First published: May 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...