Home /News /business /

Exclusive: સરકારી સબસિડીનો લાભ મેળવવા હવે તમારી પાસે આધાર અથવા તેની એનરોલમેન્ટ સ્લિપ જોઈશે

Exclusive: સરકારી સબસિડીનો લાભ મેળવવા હવે તમારી પાસે આધાર અથવા તેની એનરોલમેન્ટ સ્લિપ જોઈશે

હવે દરેક સરકારી યોજનાનો લાભ લેવા માટે આધાર નંબર ફરજીયાત આપવો પડશે.

Aadhaar card or Enrolment Number must for government Subsidies: આધાર ઓથોરિટીએ કહ્યું કે દેશના 99 ટકા લોકોને આધાર નંબર આપી દેવામાં આવ્યો છે અને તેમાં પણ પુખ્તવયના મોટાભાગના લોકોને આધાર નંબર એનાયત થઈ ગયો છે ત્યારે હવે દરેક સરકારી યોજનાના લાભ માટે લાભ પ્રાપ્ત કરવાવાળા વ્યક્તિએ પોતાનો આધાર નંબર અથવા તો એનરોલમેન્ટ નંબર ફરજીયાત આપવો પડશે. ન્યુઝ 18 પાસે આધાર ઓથોરિટીના પરિપત્રની કોપી છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ હવેથી તમારે કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હશે કે પછી સબસિડી મેળવવી હશે તો તેના માટે આધાર કાર્ડ અથવા તો આધાર કાર્ડ માટે એનરોલમેન્ટ કર્યાની સ્લિપ અનિવાર્ય છે. આ અંગે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગોને એક સર્ક્યુલર મોકલવામાં આવ્યો છે. આ સર્ક્યુલરની કોપી ન્યુઝ 18 પાસે છે જે 11 ઓગસ્ટના રોજ UIDAI દ્વારા ઈશ્યુ કરવામાં આવ્યો હતો. આ સર્ક્યુલર દ્વારા આધાર નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે.

  Rakesh Jhunjhunwala માટે આ પાંચ શેર 'રિયલ ડાયમન્ડ' બન્યા, તમને હજુ કેટલી કમાણી કરાવી શકે સમજો

  પહેલા મળતી છૂટછાટ હવે નહીં મળે?

  આધાર અધિનિયમની કલમ 7 માં આપવામાં આવેલી જોગવાઈ મુજબ જે વ્યક્તિ પાસે આધાર નંબર નથી, તે સરકારી લાભ, સબસિડી અને સેવાઓનો લાભ "ઓળખના વૈકલ્પિક અને વ્યવહારુ માધ્યમો દ્વારા" મેળવવા માટેની છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ નવીનતમ પરિપત્ર કહે છે કે દેશમાં 99 ટકાથી વધુ પુખ્ત વયના લોકોને હવે આધાર નંબર આપી દેવામાં આવ્યો છે. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે “આ રીતે ઉપરોક્ત પૃષ્ઠભૂમિમાં અને કાયદાની કલમ 7 ની જોગવાઈને ધ્યાનમાં લેતા…જો કોઈ વ્યક્તિને કોઈ આધાર નંબર આપવામાં આવ્યો ન હોય, તો તેણે આધાર નોંધણી માટે અરજી કરવી પડશે અને જ્યાં સુધી આવી વ્યક્તિને આધાર નંબર આપવામાં ન આવે ત્યાં સુધી, તે આધાર એનરોલમેન્ટ આઈડેન્ટિફિકેશન (EID) નંબર/સ્લિપ સાથે ઓળખના વૈકલ્પિક અને વ્યવહારુ માધ્યમો દ્વારા લાભો, સબસિડી અને સેવાઓનો લાભ લઈ શકે છે."

  Ashish Kacholiaના પોર્ટફોલિયોના આ શેરમાં 43 ટકાની તોતિંગ તેજીના સંકેત, Angle Oneએ આપ્યું Buy રેટિંગ

  આનો અર્થ છે કે જો કોઈની પાસે હજી સુધી આધાર નંબર નથી તો કેન્દ્ર અને રાજ્ય સરકારની સેવાઓ, લાભો અને સબસિડી મેળવવા માટે આધાર એનરોલમેન્ટ આઈડેન્ટિફિકેશન (EID) નંબર/સ્લિપની જરૂર પડશે .

  આ નવો પરિપત્ર કહે છે કે આધાર ઓળખ ધરાવતા 99 ટકા પુખ્ત વયના લોકોના આટલા વ્યાપક કવરેજને કારણે ઘણી બધી સેવાઓ અને લાભો સીધા દેશવાસીઓને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. "આધાર નંબરના કારણે વિવિધ લાભ અને સબસિડી સહિતની વેલફેર સેવાઓ પ્રાપ્ત કરવામાં નાગરિકોના અનુભવની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે." UIDAIના તાજેતરના ડેટા મુજબ 95.74 લાખ આધાર નંબર પુખ્તોને આપવામાં આવ્યા છે, જે 2022 સુધીમાં ભારતમાં પુખ્ત વયના લોકોની અંદાજિત વસ્તીના લગભગ 101 ટકા છે. સરકારમાં સબસિડી અને યોજનાઓમાં લીકેજને રોકવા માટે આધારને મુખ્ય સાધન તરીકે જોવામાં આવે છે.

  Reliance Industriesના શેર આ સપ્તાહમાં જ થઈ જશે એક્સ ડિવિડન્ડ, જાણો મહત્વનની બાબતો

  વર્ચ્યુઅલ આઇડેન્ટિફાયર (VID) વૈકલ્પિક હશે

  UIDAI એ અગાઉ દેશવાસીઓ માટે વર્ચ્યુઅલ આઇડેન્ટિફાયર (VID)ની સુવિધાનો વિસ્તાર કર્યો હતો. જેના દ્વારા સંબંધિત વ્યક્તિને સુરક્ષા તેમજ ગોપનીયતાની ભાવના આપવા માટે આધાર નંબરને 16 અંકના રેન્ડમ નંબર દ્વારા માસ્ક કરવામાં આવે છે. નિયમો જણાવે છે કે આધાર નંબર ધારક ઓનલાઈન પ્રમાણીકરણ અથવા ઈ-કેવાયસી માટે આધાર નંબરના બદલે VID નો ઉપયોગ કરી શકે છે અને વિનંતી કરતી સંસ્થાઓએ ખાતરી કરવી જોઈએ કે વર્ચ્યુઅલ ID નો ઉપયોગ કરીને આધાર પ્રમાણીકરણની જોગવાઈ પ્રદાન કરવામાં આવે. પરંતુ 11 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલા બીજા સર્ક્યુલરમાં આધાર ઓથોરિટીએ કહ્યું છે કે કેટલીક સરકારી સંસ્થાઓ વર્ચ્યુઅલ આઈડેન્ટિફાયરને વૈકલ્પિક કરી શકે છે.

  આ ઉપરાંત જુદી જુદી સબસિડી અને યોજનાના લાભ માટે આપવામાં આવતા સર્ટિફિકેટને ઈશ્યુ કરવા માટે પણ આધાર ઓથોરિટીએ આધાર નંબર અથવા એનરોલમેન્ટ નંબરને ફરજીયાત બનાવતો બીજો સર્ક્યુલર બહાર પાડ્યો હતો.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Aadhaar card, Aadhaar number, Government scheme, આધાર કાર્ડ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन