Home /News /business /

Exclusive Interview: ટેક્સપેયર્સને કોઈ રાહત નહીં હોવા અંગે FM નિર્મલા સીતારમણે શું કહ્યું?

Exclusive Interview: ટેક્સપેયર્સને કોઈ રાહત નહીં હોવા અંગે FM નિર્મલા સીતારમણે શું કહ્યું?

નાણામંત્રી નિર્મલા સીતારમણ

Exclusive Interview with FM Nirmala Sitharaman: બજેટ બાદ આજે બુધવારે નેટવર્ક18ના (Network18) એડિટર ઈન ચીફ રાહુલ જોશી (Editor-in-Chief Rahul Joshi) સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) વાત કરી હતી.

    નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) પહેલી ફેબ્રુઆરી 2022ના દિવસે સંસદમાં નાણાકિય વર્ષ 2022-23 અંગે સામાન્ય બજેટ (Budget 2022-23) રજૂ કર્યું હતું. ત્યારબાદ આજે બુધવારે એટલે કે બે ફેબ્રુઆરી 2022સે નિર્મલા સિતારમણે નેટવર્ક18ના એમડી અને ગ્રૂપ એડિટર ઈન ચીફ રાહુલ જોશી (Network 18 MD & Group Editor-in-Chief Rahul Joshi) સાથે Exclusive Interview આપ્યું હતું. જેમાં તેમણે ઈનકમ ટેક્સ (Income Tax) સહિત અનેક મુદ્દાઓ ઉપર ખુલીને વાત કરી હતી. બજેટમાં ટેક્સપેયર્સને કોઈ રાહત નથી આપવામાં આવી આ અંગેના સવાલ પર તેમણે કહ્યું હતું કે, અમારી સરકાર સંપૂર્ણ ભાર ટેક્સની સ્થિરતા અને તેના પ્રભાવો ઉપર છે.

    ટેક્સના પ્રભાવો ઉપર અમારી નજર
    કરોડો ટેક્સપેયર્સને લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ બજેટમાં કોઈ રાહત મળી નથી આ અંગેના સવાલના જવામાં સીતારમણે કહ્યું કે અમારી આખી કોશિશ ટેક્સ રિઝીમમાં સ્થિરતા લાવવાની છે. અમારી સરકાર ટેક્સના પ્રભાવો ઉપર નજર રાખીને બેઠી છે. મારે ટેક્સ અંગે કોઈ નિર્ણય લેતા સમયે એ ધ્યાન રાખવાનું હોય છે કે આની અસર કોના ઉપર થશે અને કયા લોકોને ટેક્સમાં કાપની વાસ્તવમાં જરૂરત છે.

    માત્ર ટેક્સ કાપ અંગે નથી વિચારી શકતા
    કોરોના મહામારીના કારણે આવેલી અનિશ્ચિતતાઓ વચ્ચે અમે માત્ર ટેક્સ કાપ અંગે ન વિચારી શકીએ. અમે ખર્ચનું દબાણ હોવા છતાં લોકો ઉપર ટેક્સ બોજો નથી વધારો અને તેમને ટેક્સને લઈને અનઅફેક્ટેડ રાખ્યા છે. અમારી યોજના ટેક્સ રેજીમને વધારે સ્થિર બનાવવાની છે. જેમાં વધારે જરૂરત વગર ફેરફાર કરવો ઠીક નથી.

    આ પણ વાંચોઃ-Exclusive Interview: બજેટ અંગે નાણામંત્રીએ શું કહ્યું? અહીં વાંચો રસપ્રદ વાતો

    ટેક્સને લઈને નાણામંત્રીએ આપ્યું ટી-20નું ઉદારણ
    નાણામંત્રી સીતારમણે ઈનકમ ટેક્સના પ્રશ્ન ઉપર કહ્યું હતું કે આ પ્રશ્નના જવાબને હું ક્રિકેટના એક ઉદાહરણથી સમજાવીશ. જોકે, ક્રિકેટને લઈમે મારી જાણકારી વધારે નથી પરંટુ ટી-20માં તમે જોયું હશે કે એક બેટ્સમેન લાંબા-લાંબો શોર્ટ લગાવવાની લિબર્ટી હોય છે. જ્યારે બીજા બેટ્સમેનને આરામથી રમવાની હોય છે. બંને તાલમેલ બનાવીને રાખે છે. મારે પણ ટેક્સને લઈને કોઈ નિર્ણય કરતા સમયે આ તાલમેલની સ્થિરતાને બનાવી રાખવાની હોય છે.

    આ પણ વાંચોઃ-બજેટ 2022 બાદ નાણામંત્રીનું Exclusive ઈન્ટરવ્યૂ News18 પર, Live જોડાઓ 5.30 વાગ્યાથી

    ક્રિપ્ટોકરન્સી પર મૂંઝવણ દૂર, બિલ દ્વારા રસ્તો નક્કી કરવામાં આવશે
    રિઝર્વ બેંક તરફથી ડિજિટલ કરન્સી કેટલા સમય સુધી આવી શકે છે તે પ્રશ્ન પર નાણામંત્રી સીતામરને કોઈ નિશ્ચિત સમય નથી જણાવ્યો, પરંતુ કહ્યું કે તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સંસદમાં ચર્ચા બાદ અમે તેને કેબિનેટમાં લઈ જઈશું. ત્યાર બાદ જ રિઝર્વ બેંક પોતાની ડિજીટલ કરન્સી લાવવાનું કામ શરૂ કરશે.



    બજેટમાં વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ પર 30 ટકા ટેક્સની જાહેરાત બાદ એવી ચર્ચા પણ શરૂ થઈ છે કે હવે દેશમાં ક્રિપ્ટોકરન્સીને કાનૂની માન્યતા મળશે. આ પ્રશ્ન પર નાણામંત્રીએ કહ્યું કે, 'વ્યક્તિગત રીતે ડિજિટલ માહિતી હોલ્ડ કરીને ડિજિટલ એસેટ્સ બનાવે છે અને તેનો વેપાર કરે છે. આ માત્ર એક રચના છે. આવા લોકો બનાવી શકે છે, તેઓ તેનું નિયમન કરી શકતા નથી. બાકીનું બધું ડિજિટલ એસેટ છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Budget 2022, Nirmala Sitharaman, Rahul joshi

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन