Home /News /business /Exclusive: સરકાર લાવશે ટેલિકોમ બિલ, તમારા ખિસ્સા પર પડશે અસર

Exclusive: સરકાર લાવશે ટેલિકોમ બિલ, તમારા ખિસ્સા પર પડશે અસર

ટેલિકોમ ઇન્ડસ્ટ્રીના બીજા તબક્કાના રિફોર્મ માટે કેન્દ્ર સરકાર તૈયાર તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.

Exclusive Telecom Bill: ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં સરકાર બીજા તબક્કાના રિફોર્મ તરફ ઝડપથી આગળ વધી રહી છે. જે અંતર્ગત ટૂંક સમયમાં જ નવું ટેલિકોમ બિલ રજૂ કરી શકે છે જેનાથી ટેલિકોમ કંપનીઓનું ભારણ ઓછું થશે. આ રીતે આ બિલનો ફાયદો પરોક્ષ રીતે સામાન્ય ગ્રહાકોને પણ મળી શકે છે.

વધુ જુઓ ...
    અસીમ મંનચંદા, નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ટેલિકોમ સેક્ટરના બીજા તબક્કા રિફોર્મ્સ માટે તૈયારી કરી રહી છે. આ સપ્તાહમાં જ સરકાર ડ્રાફ્ટ ટેલિકોમ બિલ લાવી શકે છે અને તેને સંસદના શિયાળુ સત્રમાં મંજૂરી માટે ટેબલ પર મૂકી શકે છે. તેવામાં આ નવા ડ્રાફ્ટ બિલથી ટેલિકોમ કંપનીઓ પરનું ભારણ ઓછું થશે અને તનો લાભ ગ્રાહકોને પણ મળી શકે છે એટલે કે તમારા ખિસ્સા પર આ બિલની સીધી અસર થશે.

    આ પણ વાંચોઃ Expert Advice on Small Cap Stocks: તગડી કમાણી માટે શેર પસંદ કરવા આ 6 પોઈન્ટ સમજો

    ટેલિકોમ સેક્ટર માટે સારા દિવસો આવી રહ્યા છે. સરકારે થોડા દિવસો પહેલા ટેલિકોમ સેક્ટરમાં રિફોર્મ્સનો પ્રથમ તબક્કો શરૂ કર્યો હતો. જેની અસર ટેલિકોમ સેક્ટર પર સ્પષ્ટપણે જોવા મળી હતી. હવે સરકાર રિફોર્મ્સનો બીજો તબક્કો કરવાની છે. સરકાર નવા સુધારા સાથે ટેલિકોમ બિલ લાવવા જઈ રહી છે. સરકાર આગામી થોડા દિવસોમાં જ આ બિલ લઈને આવવાની તૈયારી કરી રહી છે અને પચી તેને સંસદના શિયાળુ સત્રમાં આ બિલ પસાર થવા માટે મૂકવામાં આવશે.

    આ પણ વાંચોઃ હજારો રુપિયામાં 1 કિલો વેચાતી પ્રોડક્ટનો આજે જ શરું કરો બિઝનેસ, ભારતમાંથી મોટાપાયે થાય છે એક્સપોર્ટ

     આ બિલથી શું ફાયદો થશે?


    નવા ટેલિકોમ બિલથી કંપનીઓ માટે મર્જર અને અધિગ્રહણની શરતો સરળ બનશે. આ સાથે સ્પેક્ટ્રમ ફાળવણી માટે નવા નિયમો પણ જારી કરવામાં આવશે. જો કે, આ બિલના નિયમો પહેલાથી જ ફાળવવામાં આવેલા સ્પેક્ટ્રમને અસર કરશે નહીં. એટલે કે, આ બિલ રેટ્રોસ્પેક્ટિવ નથી.

    ટેલિકોમ કંપનીઓની પેનલ્ટીમાં ઘટાડો થશે


    નવા ટેલિકોમ રિફોર્મથી ટેલિકોમ કંપનીઓ પરના દંડમાં ઘટાડો થશે. અત્યાર સુધી, કોઈપણ ભૂલ માટે ટેલિકોમ કંપનીઓ પર મહત્તમ 50 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ છે, જે ઘટાડીને 1 કરોડ રૂપિયા થઈ શકે છે. આ સાથે, સરકાર રોકાણ માર્ગદર્શિકા પણ હળવી કરી શકે છે. આ બિલ રાઈટ-ઓફ-વે નિયમને કાયદાકીય બળ આપશે. સરકાર થોડા દિવસ પહેલા આ નિયમ લાવી હતી. સરકારના આ નિર્ણયની સીધી અસર એરટેલ અને વોડાફોન-આઈડિયા જેવી કંપનીઓ પર પડશે.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Telecom

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन