Home /News /business /Exclusive: CNG અને PNG ગ્રાહકો આનંદો, ટૂંક સમયમાં જ ભાવ ઘટાડા અંગે થઈ શકે જાહેરાત

Exclusive: CNG અને PNG ગ્રાહકો આનંદો, ટૂંક સમયમાં જ ભાવ ઘટાડા અંગે થઈ શકે જાહેરાત

કેન્દ્ર સરકારના આ પગલાથી નવેમ્બરના પહેલા સપ્તાહમાં જ સીએનજી પીએનજીના ભાવમાં મોટો ઘટાડો આવી શકે છે.

CNG-PNG Price Down: મોંઘવારીથી પીડિતા સામાન્ય માણસ માટે આખરે રાહતના સમાચાર આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ નવેમ્બરના પહેલા સપ્તાહમાં સરકાર સીએનજી પીએનજી ગેસની કિંમતો ઘટાડો લાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ઉઠાવી શકે છે.

નવી દિલ્હીઃ મોંઘવારીથી પીસાઈ રહેલા સામાન્ય માણસ માટે આખરે સારા સમાચાર આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં સીએનજી પીએનજીના ભાવમાં ઘાટડો થઈ શકે છે. આ સાથે જ સીએનજી ગાડીઓ, ઘરમાં પીએનજી ગેસ અને ખેડૂતોને પણ મોટી રાહત મળી શકે છે. ગેસ આધારીત ફર્ટિલાીઝર પાવર પ્લાન્ટ અને સીએનજી પીએનજી ગ્રાહકો માટે આ ખરેખર રાહતના સમાચાર છે. સૂત્રોથી પ્રાપ્ત અહેવાલ અનુસાર ગ્રાહકોને યોગ્ય ભાવે આ બંને વસ્તુ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ નિર્ણય લઈ શકે છે. માનવામાં આવે છે કે આના બાબતે કિરિટ પારિખ કમિટીનો રિપોર્ટ નવેમ્બરના પહેલા સપ્તાહમાં આવી શકે છે.

મહત્વનું છે કે આ રિપોર્ટમાં, કમિટી ગ્રાહકો માટે ગેસની કિંમત $6-7/mmbtu પર મર્યાદિત કરવાની ભલામણ કરી શકે છે. સપ્ટેમ્બરમાં સરકારે કુદરતી ગેસના વાજબી ભાવ નક્કી કરવા માટે એક સમિતિની રચના કરી હતી.

આ પણ વાંચોઃ આ એક વસ્તુની ખેતીથી કરોડોપતિ બની શકો છો, કોઈપણ રસોઈ આના વગર અધૂરી

હવે આગળ શું થશે?


સોમવારે, 31 ઓક્ટોબરના રોજ, સમિતિએ અહેવાલને અંતિમ સ્વરૂપ આપવા માટે હિતધારકોની છેલ્લી બેઠક બોલાવી છે. રિપોર્ટ બે ભાગમાં હશે, તેમાં ખાતર અને પાવર પ્લાન્ટની સાથે CGD માટે અલગ ભલામણો હશે. છેલ્લે 1 ઓક્ટોબરે સરકારે ગેસ ઉત્પાદકો માટે કિંમતોની સમીક્ષા કરી હતી. જે બાદ કિંમતોમાં લગભગ 40%નો વધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ Mutual fund investment માં જો SIP ચૂકવતા ભૂલી જવામાં આવે તો શું થઈ શકે છે?

ભાવ કેવી રીતે ઘટશે?


ભલામણના આધારે, શહેરની ગેસ વિતરણ કંપનીઓ ઓએનજીસી જેવા ગેસ ઉત્પાદકો પાસેથી રાહત દરે ગેસ મેળવશે. આ કારણોસર IGL અને અદાણી ગેસ જેવી CGD કંપનીઓ CNG PNGની કિંમતમાં ઘટાડો કરી શકશે.


હાલ ભાવ કેવી રીતે નક્કી થાય છે?


કેન્દ્ર સરકાર દર છ મહિને એટલે કે ઓક્ટોબર અને માર્ચમાં કુદરતી ગેસના ભાવ નક્કી કરે છે. યુએસ, કેનેડા અને રશિયા જેવા ગેસ રિઝર્વ ધરાવતા દેશોના છેલ્લા એક વર્ષના દરના આધારે આ કિંમત ત્રિમાસિક અંતરાલ પર નક્કી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં 1 ઓક્ટોબરથી 31 માર્ચ 2023 સુધીના ગેસની કિંમત જુલાઈ 2021થી જૂન 2022 સુધીની કિંમતના આધારે નક્કી કરવામાં આવશે. તે સમયે ગેસના ભાવ ખૂબ ઊંચા હતા.

(Report By Alok Priyadarshi)
First published:

Tags: Business news, CNG Price, Modi government cabinet, PNG Price

विज्ञापन