Home /News /business /

મહિલાઓએ ખેતીમાં લાખોની કમાણી કરી,રાજ્યપાલે આપ્યો એવોર્ડ

મહિલાઓએ ખેતીમાં લાખોની કમાણી કરી,રાજ્યપાલે આપ્યો એવોર્ડ

આણંદઃ આજે આણંદ કૃષિ યુનીવર્સીટી ખાતે ગુજરાતના કૃષિ ભારતના ઋષિ અંતર્ગત રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે રાજ્યના 8 પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું હતું. જેમાં આણંદ જીલ્લાની બે મહિલા ખેડૂતોની પસંદગી કરવા માં આવી હતી .પેટલાદ ના શેખડી અને ઈસરામા ની આ મહિલાઓની પસંદગી એવોર્ડ માટે થતા તેઓએ રાજ્યપાલના હસ્તે એવોર્ડ સ્વીકાર્યો હતો.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
આણંદઃ આજે આણંદ કૃષિ યુનીવર્સીટી ખાતે ગુજરાતના કૃષિ ભારતના ઋષિ અંતર્ગત રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે રાજ્યના 8 પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું હતું. જેમાં આણંદ જીલ્લાની બે મહિલા ખેડૂતોની પસંદગી કરવા માં આવી હતી .પેટલાદ ના શેખડી અને ઈસરામા ની આ મહિલાઓની પસંદગી એવોર્ડ માટે થતા તેઓએ રાજ્યપાલના હસ્તે એવોર્ડ સ્વીકાર્યો હતો.

kedut sanman1

આણંદ જીલ્લાની બે મહિલા ખેડૂતોએ આજે એવોર્ડ મેળવી ધન્યતા અનુભવી હતી. પેટલાદના ઇસરમાંના મહિલા ખેડૂત સગુણાબેને ગ્રીન હાઉસ બનાવી શાકભાજીના ધરું ઉછેરી એકજ સીજનમાં 25 લાખનું ધરું વેચી 5 લાખ નફો મેળવ્યો છે. જયારે શેખડી ગામના મીનાબેન પટેલ પશુપાલ થકી દર 10 દિવસે 37 હજાર મેળવી રહ્યા છે. આજે રાજ્યપાલ ના હસ્તે એવોર્ડ અને સન્માન મળતા તેઓ ખુશ જોવા મળ્યા હતા.

સુરત સ્થિત એસ આર કે ફાઉન્ડે સન ના 50 વર્ષ પૂર્ણ થતા આજે આણંદ કૃષિ યુનીવર્સીટ ખાતે એસ આર કે ફાઉન્ડે સન દ્વારા ગુજરાત ના કૃષિ ભારતના ઋષિ અંતર્ગત રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને એવોર્ડ આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજતા રાજ્યના આણંદ,સુરત,નવસારી,જુનાગઢ અને બનાસકાઠાના ખેડૂતોની પસંદગી થઇ હતી. જેઓનું આજે રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે સન્માન કરાયું હતું.

આ પ્રસંગે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ ઉપસ્થિત ખેડૂતો અને વિદ્યાર્થી પ્રોફેસરો ને જણાવ્યું હતું કે ભારત કૃષિ પ્રધાન દેશ છે પરંતુ ખેડૂતોને પુરતું વળતર અને પ્રતિષ્ઠા નહિ મળતા હવે ગામડાના ખેડૂત પુત્રો શહેર તરફ ભાગી રહ્યા છે. ત્યારે આપણે સૌએ ગંભીરતાથી આ અંગે વિચારવું જોઈએ. અન્નના એક એક કણનું મહત્વ સમજવું જોઈએ. જે આવનાર પેઢી માટે ચિંતાનો વિષય છે.

2030 માં આબાદી અનેક ઘણી વધશે અને ત્યારની પેઢીને દરેક ચીજમાં ગુણવતા જોઇશે, ત્યારે આપણા કૃષિ ઋષિ વૈજ્ઞાનિકોએ આ અંગે સંસોધન કરવું પડશે. ભારતને પ્રગતિ શીલ દેશોની હરોળમાં મુકવો હશે તો ઉદ્યોગો વધારવા પડશે. અને ઉદ્યોગો વધશે એટલે જમીનો ઓછી થશે ત્યારે સાથે સાથે વૈજ્ઞાનિકો એ બિન ઉપજાવ જમીનો પર કેવીરીતે ઉત્પાદન મેળવી શકાય તે અંગે પણ સંસોધન કરવું જોઈએ.
First published:

Tags: એવોર્ડ, ખેતી, ગુજરાત, પશુપાલન, રાજ્ય સરકાર, વેપાર, શાકભાજી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन