Home /News /business /

મહિલાઓ પાસેથી શીખવા જેવા છે બચતના પાઠ, મહામારી જેવી સ્થિતિમાં પણ થઈ શકે મદદરૂપ

મહિલાઓ પાસેથી શીખવા જેવા છે બચતના પાઠ, મહામારી જેવી સ્થિતિમાં પણ થઈ શકે મદદરૂપ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

'આજના યુગમાં પણ આપણી પ્રથાના ભાગરૂપે આપણે હજી પણ ઘણી સ્ત્રીઓને કુટુંબના નાણાંકીય નિર્ણયોમાં સામેલ નથી કરતા. અલબત્ત હું ચોક્કસપણે આ બાબતે ભાગ્યશાળી છું.'

Girish Ganraj, Moneycontrol: નાણાં તરફ તમારું વલણ તમારા ભવિષ્ય (Future)ની દશા અને દિશા નક્કી કરે છે. એક વાત સત્ય છે કે નાણાં આપણા જીવન સાથે સંકળાયેલા છે. જેથી આર્થિક રીતે સલામત રહેવું ખૂબ જરૂરી છે, ખાસ કરીને મહિલાઓને. પુરુષ પ્રધાન સમાજમાં મહિલા (Women) માટે સુરક્ષાનું એક પાસું નાણાં પણ છે.

બચતના આ નિયમો પાળો

આ અનુભવ ગિરિશ ગણારાજના છે. તેઓ કહે છે કે , હું મારા દાદીની મુલાકાત અવારનવાર લેતો હતો. તેઓ અને હું એક જ શહેરમાં રહેતા હતા. મારા સ્કૂલથી લઈ ગ્રેજ્યુએશન સુધી મેં તેમની સાથે ઘણો સમય પસાર કર્યો. મારા દાદા ગુજરી ગયા, પણ ઘરે અનેક લોકો આવતા-જતા હતા. ઘર વ્યસ્ત રહેતું. મને અત્યારે બે વાત યાદ આવે છે. જેમાં મોટી વાત એ છે કે, તેઓ ચિટ ફંડમાં દરરોજ કે સાપ્તાહિક પૈસા જમા કરાવતા. મેં પણ આ વાત સમજી કૉલેજ કાળમાં પૈસાની બચત કરવાનો નિર્ણય લીધો.

બેંકમાં પૈસા જમા કરવાનું શરૂ કર્યું. પાસબૂક નિયમિતપણે અપડેટ કરતો હતો. તે સમયે મેં આ બધું ગુપ્ત રાખ્યું હતું. મારા દાદીએ પણ આ બાબત મારા માતાપિતાને કહી નહોતી. મને બચત કરવાની આદત હતી.

આ પણ વાંચો: કોરોનાએ લોકોને આપ્યું બચત અને રોકાણનું બ્રહ્મજ્ઞાન, આવી રીતે આર્થિક વ્યવહાર સંભાળો

મને જે બીજી બાબત યાદ છે તે તેમની અલમારી સાથે જોડાયેલી છે. જેમાં તેમણે મની લોકર રાખ્યું હતું. જેની ચાવીઓ પણ તેમની પાસે જ હતી. તેઓ હંમેશાં થોડીક વધારાની રોકડ તેમાં રાખતા હતા, જેનો ઉપયોગ તે ઇમરજન્સી ફંડ તરીકે કરતા હતા.

લગ્ન બાદ આર્થિક જવાબદારી

બચપણમાં સહેલું નહોતું. મેં મારી માતાને ઘરની જરૂરિયાત પૂરી કરવા માટે મેનેજમેન્ટ કરતી જોઈ. મારી માતા ગમે તેવી સ્થિતિમાં રસ્તો કાઢી લેતી. મારી માટે સૌથી અગત્યની વાત એ હતી કે મારી માતાએ 40 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેણે સારું શિક્ષણ મેળવ્યું હતું. જોકે, લગ્ન પહેલા તેણે ક્યારેય નોકરી કરી ન હતી. લગ્ન બાદ પણ ખચવાટ હતો. જેની પાછળ મારા પિતાના સ્વભાવ પણ જવાબદાર હતો. અલબત્ત જેવી મારી બહેને શાળા શિક્ષણ પૂરું કર્યું તે તરત મારી માતાએ સમય વ્યય કરવાના સ્થાને નોકરી કરવાનું શરૂ કરી દીધું. નાની કંપનીમાં નોકરી કરી. જોકે, પગાર સારો ન હતો પણ તેણે તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને આ નિર્ણય લીધો હતો જે મને ખુબ ગમ્યો.

આ પણ વાંચો: શેરમાં પૈસા લગાડતા પહેલા જાણો લો ચાર નિયમ: આટલું જાણી લેશો તો થઇ જશે બેડો પાર

જોખમ લેવાની હિંમત

મારા લગ્ન વહેલા થઈ ગયા, જોકે હું નસીબદાર કે મારો જીવનસાથી પણ મારી જેમ મધ્યમવર્ગીય બેકગ્રાઉન્ડમાંથી હતી. છેલ્લા કેટલાક દાયકાઓથી અમારી આર્થિક સ્થિતિ પણ મોટાભાગના લોકોની જેમ રહી હોત, પરંતુ અમે ઘણી ભૂલો કરી હતી અને અને તેમાંથી શીખી શકીએ છીએ.

આ પણ વાંચો: સોનાની કિંમતમાં 20 ટકાનો ઘટાડો: શું સોનું ખરીદવાનો કે સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે?

આર્થિક રીતે મજબૂત થવાથી નવી કુશળતા શીખવા અને પ્રેક્ટિસ શરૂ કરવા માટે કોર્પોરેટ કારકીર્દિ છોડી દેવાનો નિર્ણય લીધો. જે મોટું જોખમ હતું. પણ જોખમ ન લેવું એ પણ મોટું જોખમ છે.

આ પણ વાંચો: જામનગર: સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધમાં સાસરિયાઓએ જમાઈને પતાવી દીધો!

અનુભવે ઘણું શીખવ્યું

વર્ષોના અનુભવોથી પૈસા પ્રત્યેના મારા દૃષ્ટિકોણને બદલાઈ ગયો. હું નાણાંકીય આયોજન કરવા ગંભીર બન્યો. આજના યુગમાં પણ આપણી પ્રથાના ભાગરૂપે આપણે હજી પણ ઘણી સ્ત્રીઓને કુટુંબના નાણાંકીય નિર્ણયોમાં સામેલ નથી કરતા. અલબત્ત હું ચોક્કસપણે આ બાબતે ભાગ્યશાળી છું. મારા અનુભવ મુજબ જ્યારે આર્થિક નિર્ણય લેવાની વાત આવે છે, ત્યારે ઝાઝા હાથ રળિયામણાનું સૂત્ર સાર્થક ઠરે છે. (Girish Ganaraj, Co-founder, Finwise Personal Finance Solutions)
First published:

Tags: Fund, Investment, Market, Saving, Woman

આગામી સમાચાર