Home /News /business /સાવધાન… BIS માર્ક વિનાના રમકડાં વેચવા પર નોંધાશે ગુનો, ઈ-કોમર્સ સાઈટ સહીત અનેક જગ્યાએ દરોડા

સાવધાન… BIS માર્ક વિનાના રમકડાં વેચવા પર નોંધાશે ગુનો, ઈ-કોમર્સ સાઈટ સહીત અનેક જગ્યાએ દરોડા

દેશમાં BIS માર્ક વિનાના રમકડાં વેચી શકાય નહીં.

Toys without BIS mark: BISએ પ્રથમ કાર્યવાહીમાં ઈ-કોમર્સ સાઇટ અને રમકડાના મોટા વેપારીને ત્યાં રેડ કરી. ભારતમાં BIS માર્ક વિનાના રમકડાં વેચવા પર પ્રતિબંધ છે.

  Toys without BIS Mark: ભારતમાં BIS("બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સે") માર્ક વગરના રમકડાંના વેચાણ સામે કડક કાર્યવાહી કરીને દેશભરના 44 મોટા ટોય આઉટલેટ્સ પર દરોડા પાડવામાં આવ્યા છે. BISના ડાયરેક્ટર જનરલ પ્રમોદ તિવારીએ જણાવ્યું હતું કે, "અમે અત્યાર સુધીમાં દેશભરમાં 44 સ્થળોએ દરોડા પાડ્યા છે. પ્રથમ તબક્કામાં, અમે મોટા મોલ અને એરપોર્ટ પર મોટા રમકડાંના રિટેલર્સને ત્યાં કાર્યવાહી કરી છે.

  અમે આ દરોડા દરમિયાન અત્યાર સુધીમાં 18,600 રમકડા જપ્ત કર્યા છે. આ પહેલ દ્વારા, અમે રિટેલર્સ અને ગ્રાહકોને સંદેશ આપવા માંગીએ છીએ કે દેશમાં BIS માર્ક વિનાના રમકડાં વેચી શકાય નહીં."

  આ પણ વાંચો:Diesel ATM: લે આ વળી નવું! હવે એટીએમમાં પૈસા જ નહીં ડીઝલ પણ મળશે, તે પણ ઘર બેઠા

  મોટી ઈ-કોમર્સ કંપનીને પણ નોટિસ


  ભારતીય માનક બ્યુરો અનુસાર, આ દરોડા 28 ડિસેમ્બર, 2022 થી 11 જાન્યુઆરી, 2023 વચ્ચે પાડવામાં આવ્યા હતા. દેશની મોટી ટોયશોપ પણ તેમાં સામેલ હતી. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ BIS પ્રમાણપત્ર વિનાના રમકડાંના વેચાણ સામે કડક કાર્યવાહી કરતા ગ્રાહક બાબતોના વિભાગે એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલને નોટિસો મોકલીને જવાબ માંગ્યો છે. આ મોટી ઈ-કોમર્સ કંપનીઓના પ્રતિસાદ બાદ મંત્રાલય આગળની કાર્યવાહીની દિશા નક્કી કરશે.


  હવે પોર્ટ પર પણ નજર


  હવે પોર્ટ પર કસ્ટમ અધિકારીઓની સાથે BIS અધિકારીઓને રાખવા કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેથી વિદેશથી આવતા રમકડાંની ગુણવત્તા પોર્ટ પર જ ચકાસી શકાય. આ માટે BISએ કસ્ટમ વિભાગને જોઈન્ટ ગ્રૂપ બનાવવાનો પ્રસ્તાવ મોકલ્યો છે.
  Published by:Darshit Gangadia
  First published:

  Tags: Business news, Businessman, Raids

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन