Home /News /business /JanDhan Account: સરકારની આ યોજના હેઠળ દર મહિને મળશે 3,000 રૂપિયા, જલ્દીથી ખોલાવો ખાતું; જાણો સંપૂર્ણ માહિતી
JanDhan Account: સરકારની આ યોજના હેઠળ દર મહિને મળશે 3,000 રૂપિયા, જલ્દીથી ખોલાવો ખાતું; જાણો સંપૂર્ણ માહિતી
જનધન ખાતાધારકોને દર મહિને 3000 રૂપિયાનો ફાયદો થશે
JanDhan Account: વાસ્તવમાં, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના હેઠળ સરકાર જનધન ખાતા ધારકોને દર મહિને 3,000 રૂપિયા આપવાના છે. આ યોજનામાં માત્ર થોડુ જ યોગદાન આપવુ પડશે, પરંતુ વૃદ્ધા વસ્થામાં પેન્શનની વ્યવસ્થા થઈ જશે.
નવી દિલ્હીઃ જો તમારુ જનધન એકાઉન્ટ છે તો તમારા માટે સારા સમાચાર છે. જો તમે એકાઉન્ટ ખોલાવી રાખ્યુ છે, તો આ ફાયદો ઉઠાવી શકો છો. હવે જનધન ખાતાધારકોને દર મહિને 3000 રૂપિયાનો ફાયદો થશે. જાણકારી અનુસાર, બધી જ સરકારી યોજનાના રૂપિયા સૌથી પહેલા જનધન ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ જો તમારુ જનધન એકાઉન્ટ નથી તો જલ્દીથી ખોલાવી લો.
વાસ્તવમાં, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના હેઠળ સરકાર જનધન ખાતા ધારકોને દર મહિને 3,000 રૂપિયા આપવાના છે. આ યોજનામાં માત્ર થોડુ જ યોગદાન આપવુ પડશે, પરંતુ વૃદ્ધા વસ્થામાં પેન્શનની વ્યવસ્થા થઈ જશે. યોજના હેઠળ સરકાર તરફથી જનધન ખાતા ધારકોને દર મહિને પૂરા 3000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના હેઠળ મળનારા રૂપિયાને પેન્શનના રૂપમાં આપવામાં આવે છે. કેન્દ્ર સરકારની માનધન યોજનામાં 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ હિસ્સો લઈ શકે છે. જ્યારે તે વ્યક્તિ 60 વર્ષનો થઈ જાય છે, ત્યારે તેને આ યોજના હેઠળ રૂપિયા આપવામાં આવે છે.
આ યોજના અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનારા લોકોને મળવા પાત્ર હશે. શેરી વિક્રેતાઓ, મધ્યાહન ભોજન કામદારો, ઈંટ ભઠ્ઠા મજૂર, મોચી, ચીંથરા પીકર્સ, ઘરેલૂ કામદાર, ધોબી, રિક્ષા ચાલક, આ યોજનાનો ફાયદો ઉઠાવી શકશે. જો તમારી માસિક આવક 15,000 રૂપિયાથી ઓછી હશે તો તમે આ યોજનાનો ફાયદો ઉઠાવી શકો છો.
કેટલું પ્રીમિયમ આપવુ પડશે
આ યોજના હેઠળ જુદી-જદી ઉંમરના હિસાબથી દર મહિને 55 રૂપિયાથી 200 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે આ યોજના સાથે 18 વર્ષથી ઓછી ઉંમરમાં જોડાઓ છો, તો તમારે દર મહિને 55 રૂપિયા આપવા પડશે. 30 વર્ષની ઉંમર ધરાવતા વ્યક્તિઓએ 100 રૂપિયા અને 40 વર્ષની ઉંમર ધરાવતા વ્યક્તિઓએ 200 રૂપિયા આપવા પડશે. આ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે બચત ખાતુ કે જનધન ખાતાના આઈએફએસ કોર્ડની જરૂર પડશે. આ ઉપરાંત તમારી પાસે આધાર કાર્ડ અને એક મોબાઈલ નંબર હોવો જોઈએ.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર