Home /News /business /

Paytmના શેરમાં ઉછાળો આવતા રોકાણકારોએ શું કરવું? નિષ્ણાતોને હજુ પણ આ વાતની આશંકા

Paytmના શેરમાં ઉછાળો આવતા રોકાણકારોએ શું કરવું? નિષ્ણાતોને હજુ પણ આ વાતની આશંકા

પેટીએમના શેરમાં છેવટે મોમેન્ટમ જોવા મળ્યું પરંતુ નિષ્ણાતોને હજુ પણ આશંકા છે.

Paytmના શેરમાં છેલ્લા 3 સેશનથી જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. કંપનીના ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરના પરિણામો દર્શાવે છે કે કંપની નફાના માર્ગ પર આગળ વધી રહી છે. ત્યારે પીએટીએમે કરેલા સારા પ્રદર્શને રોકાણકરોનું ધ્યાન ખેંચ્યું છે પરંતુ નિષ્ણાતો માને છે કે પેટીએમ માટે હવે આગળનો માર્ગ મુશ્કેલ છે.

વધુ જુઓ ...
Paytm બ્રાન્ડના નામ હેઠળ કામ કરતા ફાઇનાન્સિયલ ટેકનોલોજી સ્ટાર્ટઅપ વન 97 કમ્યુનિકેશન્સ ( One 97 Communications)એ 5 ઓગસ્ટના રોજ જૂન ક્વાર્ટરની કમાણી જાહેર કરી હતી. જેના પરથી Paytm નફાના માર્ગ પર આગળ વધ્યું હોવાનું જણાય છે. એક તરફ 2022માં વૈશ્વિક ટેકનોલોજી શેરો ( global technology stocks)માં થયેલા કડાકા જોવા મળ્યા છે, ત્યારે Paytmએ કરેલા સારા પ્રદર્શને રોકાણકારો (Investors on Paytm stocks)નું ધ્યાન ખેંચ્યું છે.

કંપનીએ તેના એકંદર બિઝનેસમાં તમામ મોરચે અપેક્ષા કરતા વધુ સારા આંકડા નોંધાવ્યા છે. પરિણામોમાં ફાઇનાન્સિયલ સર્વિસ સૌથી આગળ જોવા મળ્યું છે. જે અગાઉના ત્રિમાસિક ગાળામાં લગભગ 12 ટકાથી વધીને હવે 16 ટકા થઈ ગયા છે.

Tata Motorsએ 726 કરોડમાં ખરીદ્યો ફોર્ડનો સાણંદ પ્લાન્ટ, ડીલ થઈ ફાઈનલ

અહીં ઉલ્લેખનીય છે કે, કંપની જાન્યુઆરી-માર્ચના ગાળામાં તેની કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ રૂ.762 કરોડથી ઘટાડીને રૂ.644 કરોડ સુધી લઈ ગઈ હતી. એમ્પ્લોઈ સ્ટોક ઓપ્શન્સ (ESOPs) ખર્ચના હિસાબ પહેલાં કંપનીની ઓપરેટિંગ ખોટ રૂ.270 કરોડ હતી. આ ખોટ બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્શિયલ સર્વિસીસના રૂ.370 કરોડના અંદાજ કરતાં ઘણી સારી હતી.

Paytmના મેનેજમેન્ટે વિશ્લેષકોને કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની વાતથી પ્રભાવિત કર્યા હતા. મનીકન્ટ્રોલના અહેવાલ મુજબ, કંપનીના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર વિજય શેખર શર્મા અને સીએફઓ મધુર દેવડા સહિતના મુખ્ય કર્મચારીઓનો ESOP ખર્ચ નાણાકીય વર્ષ 2022માં 50 ગણો વધીને 567 કરોડ રૂપિયા થયો છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં 11.2 કરોડ રૂપિયા હતો.

છોટા પેક બડા ધમાકા! માર્કેટ નિષ્ણાતોએ તગડી કમાણી માટે આ સ્મોલકેપ્સ પર નજર ટેકવી

રોકાણકારો કંપનીની ગાડી ફરી પાટે ચડશે તેવી આશા રોહી સ્ટોકની ખરીદી કરી રહ્યા છે. નેશનલ સ્ટોક એક્સચેંજમાં સવારના વેપારમાં શેર 5 ટકાથી વધુ વધીને 825.3 રૂપિયા પર પહોંચી ગયો છે. Paytmના શેરમાં 12 મેના રોજ રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યા પછી હવે 62 ટકાથી વધુની તેજી આવી છે.

વિશ્લેષકોને શું ખૂંચે છે?

Paytm કોઈ પણ ભોગે વૃદ્ધિના બદલે નફા સાથે વૃદ્ધિ પર ધ્યાન આપશે તેવું કહેવું એક વાત છે અને તેને અમલમાં મુકવી બીજી વાત છે. જેથી દલાલ સ્ટ્રીટના વિશ્લેષકો શંકાશીલ છે.

બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્શિયલે પોતાની નોટમાં જણાવ્યું હતું કે, સતત સુધારણા ધીમી વૃદ્ધિ પર આવવાની સંભાવના છે અને અમે ફાઇનાન્સિયલ સર્વિસના વિતરણ વ્યવસાય પર વર્તમાન લેઇટ રેટમાં ડાઉનસાઇડ જોખમો જોઈ રહ્યા છીએ.

'હું રતન ટાટા બોલી રહ્યો છું, શું આપણે મળી શકીએ?', એક ફોન કોલે બદલી નાખી 'Repos Energy'ની કિસ્મત

તેઓ માને છે કે, Paytmનો નફાકારકતા તરફનો માર્ગ પરોક્ષ ખર્ચને ઘટાડવા પર આધાર રાખે છે. જ્યારે પરોક્ષ ખર્ચ હજુ પણ વેચાણના 59 ટકા જેટલો ઊંચો છે અને ESOPsનો ખર્ચ ઘટાડે છે. તેઓએ વધુમાં કહ્યું કે, અમારું માનવું છે કે પેમેન્ટ પ્રોસેસિંગ ચાર્જિસમાં ઘટાડો મુશ્કેલ છે અને નાણાકીય સેવાઓના વ્યવસાયને સ્કેલ અપ કરવું એ નફાકારકતા માટેનું મુખ્ય ચાલકબળ છે.

ફાઇનાન્સિયલ સર્વિસીસ બિઝનેસમાં હાલના ટેક રેટનું ટકાઉપણું મેક્વેરી કેપિટલના વિશ્લેષકોને પણ પરેશાન કરે છે. આ બ્રોકરેજ ફર્મે મેટ્રિક વિશે શંકા વ્યક્ત કરી છે. Paytm એ રિઝલ્ટ પછીના કૉલમાં વિશ્લેષકોને જણાવ્યું હતું કે, આગળ જતાં, એકંદરે ટેક દર નીચે જઈ શકે છે. કંપની નેટ પેમેન્ટ માર્જિન GMV (ગ્રોસ મર્ચેન્ડાઈઝ વેલ્યુ) પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે રીતે કંપની આ બિઝનેસ ચલાવે છે. Paytmનો વર્તમાન ટેક રેટ અથવા ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યુની ટકાવારી લેન્ડિંગ બિઝનેસમાં 4-4.5 ટકા છે.

Stock Market: આગામી સપ્તાહમાં આ 10 ફેક્ટરની બજારના કામકાજ પર પડશે સીધી અસર

બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝ આ શેર પર બાય રેટિંગ ધરાવે છે. છતાં પણ ICICI સિક્યોરિટીઝને આગામી પાંચ ત્રિમાસિક ગાળામાં Paytmના નફાકારકતાના વચન અંગે શંકા છે. ICICI સિક્યોરિટીઝે નોટમાં જણાવ્યું હતું કે, અમે અગાઉનું વલણ જાળવી રાખીએ છીએ અને કંપની 2024-25 સુધીમાં EBITDA-પોઝિટિવ રહેશે તેવી અપેક્ષા રાખીએ છીએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: Paytm, Share bazar, Stock market Tips, શેરબજાર, સ્ટોક માર્કેટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन