coronaકાળમાં પણ લોકોએ સોનામાં કરી ધૂમ ખરીદી, ગત વર્ષે ગોલ્ડ ઈમ્પોર્ટ 22.58 ટકા વધી

coronaકાળમાં પણ લોકોએ સોનામાં કરી ધૂમ ખરીદી, ગત વર્ષે ગોલ્ડ ઈમ્પોર્ટ 22.58 ટકા વધી
પ્રતિકાત્મક તસવીર

વાણિજ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ઘરેલુ માંગ વધવાથી સોનાની આયાત વધી છે. આંકડા પ્રમાણે નાણાંકિય વર્ષ દરમિયાન ચાંદીની આયાત 71 ટકા ઘટીને 79.1 કરોડ ડોલર રહી છે.

  • Share this:
    નવી દિલ્હીઃ ગત નાણાંકિય વર્ષ 2020-2021માં સોનાની આયાત 22.58 ટકા વધીને 34.6 અરબ ડોલર અથવા 2.54 લાખ કરોડ રૂપિયા પહોંચ્યો હતો. સોનાની આયાત ચાલુ ખાતામાં ખોટને પ્રભાવિત કરે છે. વાણિજ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ઘરેલુ માંગ વધવાથી સોનાની આયાત વધી છે. આંકડા પ્રમાણે નાણાંકિય વર્ષ દરમિયાન ચાંદીની આયાત 71 ટકા ઘટીને 79.1 કરોડ ડોલર રહી છે.

    આ પહેલા નાણાંકિય વર્ષ 2019-20માં સોનાની આયાત 28.23 અરબ ડોલર રહી હતી. સોનાની આયાતમાં વધારો થતાં નાણાંકિય વર્ષમાં દેશના વ્યાપાર ખોટ ઘટીને 98.56 અરબ ડોલર રહ્યું હતું. 2019-20માં આ 161.3 અરબ ડોલર રહી હતી.



    GJEPCના ચેરમેને આપી જાણકારી
    જેમ્ય એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્શિલ (GJEPC)ના ચેરમેન કોલિન શાહના જણાવ્યા પ્રમાણે ઘરેલું માગ વધવાથી સોનાની આયાતમાં વધારો થયો છે. શાહે કહ્યું કે અક્ષય તૃતિયા (Akshaya Tritiya) અને લગ્નસરાની સિઝન (Marriage Season)ના કારણે સોનાની આયાતમાં વધારો થયો છે. આનાથી ચાલુ ખાતાની ખોટ પણ વધશે.

    આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા કરી એવી ઘટના! લાચાર પતિ કોરોના સંક્રમિત પત્નીને લઈને ભટકતો રહ્યો, ન મળી સારવાર, દુઃખી પત્ની કરી આત્મહત્યા

    આ પણ વાંચોઃ-કોરોના સ્ટ્રેનનું ભયાનક રૂપઃ 24 કલાકમાં જ મહિલાના 80% ફેફસાં કરી નાંખ્યા ખરાબ, એક્સ-રે જોઈ ડોક્ટરો ચોંકી ગયા

    આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

    આ પણ વાંચોઃ-મોબાઈલ ઉપર વાત કરવા માટે ટોકી તો ભાભીએ નણંદની કરી નાંખી હત્યા, લાશને પથારીમાં લપેટી બોક્સમાં રાખી

    ભારત છે સોનાનો સૌથી મોટો આયાતકાર
    ઉલ્લેખનીય છે કે ભારત દુનિયામાં સૌથી મોટો સોનાનો આયાતકાર છે. મુખ્યરૂપથી આભૂષણ ઉદ્યોગની માંગને પુરા કરવા માટે સોનાની આયાત કરવામાં આવે છે. નાણાંકિય વર્ષમાં રત્ન અને આભૂષણોની નિર્યાત 27.5 ટકા ઘટીને 26 અરબ ડોલર રહી હતી.



    માત્રાના હિસાબથી ભારત દર વર્ષ 800-900 ટન સોનાની આયાત કરે છે. સરકારે બજેટમાં સોનાની આયાત શુલ્ક 12.5 ટકાથી ઘટાડીને 10 ટકા કરી દીધી છે.
    Published by:ankit patel
    First published:April 18, 2021, 20:43 pm

    ટૉપ ન્યૂઝ