Home /News /business /Hottest Stocks of The Day: અચાનક આ શેરે ભરી ઉડાન 8 દિવસમાં રુ.1 લાખ બન્યા રુ.2.21 લાખ

Hottest Stocks of The Day: અચાનક આ શેરે ભરી ઉડાન 8 દિવસમાં રુ.1 લાખ બન્યા રુ.2.21 લાખ

Evans Electric Shares : અચાનક આ શેરે ભરી ઉડાન 8 દિવસમાં 1 લાખ રૂપિયામાંથી બનાવ્યા 2.21 લાખ

Evans Electric Shares: જો તમે શેરબજારમાં કોઈ એવો શેર શોધી રહ્યા હોવ જેમાં થોડા જ સમયમાં જબરજસ્ત ઉછાળો આવ્યો હોય અને આ વહેતી ગંગામાં તમારે પણ હાથ ધોઈ લેવા હોય તો ઈવાન્સ ઈલેક્ટ્રિકનો આ શેર કદાચ તમારો જવાબ હોઈ શકે છે. છેલ્લા 12 દિવસમાં આ શેરમાં લોકોના રુપિયા ડબલથી વધુ થયા છે.

વધુ જુઓ ...
  આ એસએમઇ સ્ટોક 8 દિવસની અંદર ઇનવેસ્ટર્સ ને 121% નું દમદાર વળતર આપી ચુક્યો છે. અમે અહીં બીએસઈના એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ કંપની ઇવાન્સ ઇલેક્ટ્રિક(Evans Electric Shares)ની વાત થઈ રહી છે. ઇવાન્સ ઈલેકટ્રીક શેરમાં શુક્રવારના 10%ની તેજી સાથે 189.75 રૂપિયા પર અપર સર્કિટે લાગી હતી, જે 52 અઠવાડિયાની ઊંચી સપાટી પર છે. આ એસએમઈ કંપની હેવી વોલ્યુમ્યુ સાથે તેજીમાં દેખાઈ રહી છે. બીએસઈ પર શેરનો સરેરાશ ટ્રેડિંગ વોલ્યુમ્યુ વધીને 1,14,000 સુધી પહોંચ્યું છે. જે કંપનીના અત્યાર સુધીની ઇક્વિટી કરતા વધુ છે, અત્યારે તે કંપનીની કુલ ઈક્વિટી કરતા 8 ટકાથી વધુ છે. ડેટા દર્શાવે છે કે છેલ્લા બે સપ્તાહમાં સરેરાશ 10,000 શેરનો વેપાર થયો છે.

  આ પણ વાંચોઃ ભારતીયો માટે ખુશખબરી! હવે ઓસ્ટ્રેલિયામાં નોકરી અને સ્ટડી માટે જવાનું વધુ સરળ

  8 દિવસમાં 121% રિટર્ન


  છેલ્લા 8 ટ્રેડિંગ સેશનમાં આ શેરમાં 121% જેટલી દમદાર રેલમછેલમ થઈ છે. નવેમ્બરમાં આ શેરનો ભાવ 86 રૂપિયા હતો. આ પહેલાં 1 જુલાઈ, 2020ના રોજ આ શેરે 300 રૂપિયાની વિક્રમી સપાટી સ્પર્શી હતી. ઇવાન્સ ઇલેક્ટ્રીકમાં બીસીઇ એ ગ્રુપ હેઠળ એસએમઇ સેગમેન્ટ (એસએમઇ સેગમેન્ટ)માં ટ્રેડિંગ થાય છે. BSE SME પર ટ્રેડ થનાર શેરોમાં ડિમેટ મોડમાં સેટલમેન્ટ જરૂરી છે.

  આ પણ વાંચોઃ લાંબાગાળે રુપિયાના ઢગેલા-ઢગલા કરી શકે છે આ શેર્સ, મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ્સ હાઉસે ખરીદ્યા

  પ્રથમ છ માસમાં આઠ ગણો થયો નફો


  કંપનીમાં પ્રમોટર્સની હિસ્સેદારી 59.44%ની છે. જયારે વ્યક્તિગત શેર હોલ્ડર્સની પાસે 23.32% છે. પ્રમુખ મેનેમેનેજેરિયલ પર્સનલ નીલસન લિઓનેલ ફર્નાન્ડિસની પાસે 14.69% ની હિસ્સેદારી છે. નાણાંકીય વર્ષ 2022-23ની પ્રથમ છ માસ એટલે કે એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળામાં કંપનીનો નફો વધીને 2.73 કરોડ રૂપિયા થયો, જે વીતેલા વર્ષની સરખામણીમાં 37.67 લાખ રૂપિયા હતો.

  આ પણ વાંચોઃ Hot Stocks: નાનું-મોટું નહીં પણ 40 ટકા સુધીનું રિટર્ન આપી શકે છે આ શેર્સ, એક્સપર્ટે કહ્યું ખરીદવા મચી પડો

  કંપની શું કરે છે?


  ઇવાન્સ ઇલેક્ટ્રીક મોટા મોટર, જેનરેટર અને ટ્રાન્સફોર્મર્સના સમારકામ અને જાણવણીના ક્ષેત્રમાં કામ કરે છે. તમામ ઉદ્યોગોને તેમના પ્રોડકટની જરૂર હોય છે. હેવી ઇન્ડસ્ટ્રીઝને ખૂબ જ ઇલેક્ટ્રિક મશીનોની જરૂર પડે છે. કંપનીમાં જેમ-જેમ મશીનો જુના પડતા જાય છે, તેમ તેમ તેમને સુરક્ષા અને મજબૂતીની વધારે જરૂર પડતી જાય છે.


  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Expert opinion, Multibagger Stock, Share market, Stock market Tips

  विज्ञापन
  विज्ञापन