Home /News /business /

યુરોપિયન દેશોએ 2021 માં ભારતમાં 2.4 મિલિયન ટન કચરો ઠાલવ્યો, આ 8 દેશોમાં પણ મોકલે છે કચરો

યુરોપિયન દેશોએ 2021 માં ભારતમાં 2.4 મિલિયન ટન કચરો ઠાલવ્યો, આ 8 દેશોમાં પણ મોકલે છે કચરો

EU પોતાનો કચરો આ 8 દેશોમાં ઠાલવે છે.

યુરોસ્ટેટના એક અહેવાલ મુજબ, તમામ યુરોપિયન રાષ્ટ્રોએ મળીને 2021માં નોન-ઇયુ દેશોમાં 33.0 મિલિયન ટન કચરાની નિકાસ કરી હતી. એવા અમુક દેશો છે, જેમના ભાગમાં નિકાસ કરેલો મોટાભાગનો કચરો આવ્યો છે અને તુર્કી આ યાદીમાં ટોચ પર છે.

    યુરોપિયન દેશોએ વર્ષ 2021માં નોન-યુરોપિયન દેશોમાં 33.0 મિલિયન ટન કચરાની નિકાસ કરી હતી. તુર્કી એ દેશ છે, જેને આ કચરાનો મોટો ભાગ (Turkey Ranks first) મળ્યો છે. અહીં અમે તમને એ દેશો વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેને યુરોપિયન દેશોનો કચરો સૌથી વધુ મળે છે.

    યુરોસ્ટેટના એક અહેવાલ મુજબ, તમામ યુરોપિયન રાષ્ટ્રોએ મળીને 2021માં નોન-ઇયુ દેશોમાં 33.0 મિલિયન ટન કચરાની નિકાસ કરી હતી. એવા અમુક દેશો છે, જેમના ભાગમાં નિકાસ કરેલો મોટાભાગનો કચરો આવ્યો છે અને તુર્કી આ યાદીમાં ટોચ પર છે. અહીં ટોચના આઠ દેશો છે, જે યુરોપિયન યુનિયનમાંથી આવતા કચરાથી સૌથી વધુ ત્રસ્ત (countries that received most of the exported waste) છે.

    આ પણ વાંચો -ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું છે? તો આ ડોક્યુમેન્ટ્સ રાખો તૈયાર

    ઇન્ડોનેશિયા

    આ યાદીમાં આઠમાં નંબર પર ઇન્ડોનેશિયા છે. વર્ષ 2021માં યુરોપિયન દેશો દ્વારા અહીં 1.1 મિલિયન ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

    પાકિસ્તાન

    યુરોપિયન દેશોના આતંકથી પાડોશી દેશ પાકિસ્તાન પણ બાકાત નથી. વર્ષ 2021માં યુરોપિયન દેશો દ્વારા અહીં 1.3 મિલિયન ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

    નોર્વે

    નોર્વે દેશ પણ આ લીસ્ટમાં છઠ્ઠા ક્રમે છે. યુરોપિયન દેશો દ્વારા નિકાલ કરવામાં આવેલ કચરાનો 1.4 મિલિયન જથ્થો આ દેશના ભાગમાં આવ્યો હતો.

    યુકે

    યુનાઇટેડ કિંગ્ડમ આ યાદીમાં પાંચમાં ક્રમે છે. વર્ષ 2021માં યુરોપિયન દેશો દ્વારા નીકાલ કરવામાં આવેલ કચરાનો 1.5 મિલિયન ટન કચરો યુકે આવ્યો હતો.

    સ્વીત્ઝર્લેન્ડ

    આ યાદીમાં વિશ્વનો પ્રાકૃતિક સૌંદર્યથી સૌથી સમૃદ્ધ દેશ સ્વીત્ઝર્લેન્ડ પણ બાકાત નથી. ચોથા નંબર પર આવતા સ્વીત્ઝર્લેન્ડમાં વર્ષ 2021માં યુરોપિયન દેશો દ્વારા નિકાલ કરાયેલા કચરાનો 1.7 મિલિયન ટન કચરો અહીં આવ્યો હતો.

    આ પણ વાંચો - સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ રેન્કિંગમાં ગુજરાત, કર્ણાટક અને મેઘાલય ટોપ પર

    ઇજીપ્ત

    ઇજીપ્ત દેશ આ લીસ્ટમાં ત્રીજા નંબરે છે. અહીં વર્ષ 2021માં 1.9 મિલિયન ટન કચરો યુરોપિયન દેશોમાંથી આવ્યો હતો.

    ભારત

    ભારત આ લીસ્ટમાં બીજા ક્રમે છે. ભારતમાં વર્ષ 2021માં યુરોપિયન દેશો દ્વારા 2.4 મિલિયન ટન કચરો ઠાલવવામાં આવ્યો હતો.

    તુર્કી

    આ યાદીમાં સૌથી પહેલા ક્રમે છે તુર્કી. તુર્કીને સૌથી વધુ કચરો ભાગમાં આવે છે. 14.7 મિલિયન ટન કચરો તુર્કી દેશ તરફ તણાતો હોવાથી આ દેશ યુરોપિયન દેશોથી સૌથી વધુ ત્રસ્ત છે.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन