Home /News /business /યુરોપ મંદીની ટોચ પર? શું અમેરિકા પણ આવી શકે છે પકડમા? દિગ્ગજ અર્થશાસ્ત્રીએ કરી ભવિષ્યવાણી

યુરોપ મંદીની ટોચ પર? શું અમેરિકા પણ આવી શકે છે પકડમા? દિગ્ગજ અર્થશાસ્ત્રીએ કરી ભવિષ્યવાણી

વિકસિત અર્થવ્યવસ્થાઓ માટે આવનારો સમય ઘણો મુશ્કેલી ભર્યો(ફાઈલ તસવીર)

બ્લેકરોક ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટીટ્યૂટની એક રિપોર્ટમાં બોઈવિને લખ્યુ છે કે, વિકસિત અર્થવ્યવસ્થાઓ માટે આવનારો સમય ઘણો મુશ્કેલી ભર્યો હોઈ શકે છે.

  નવી દિલ્હીઃ દુનિયા હવે ઉચ્ચ ફુગાવો અને નાણાકીય અસ્થિરતાના યુગમાં પ્રવેશ કરી ચૂકી છે. કેન્દ્રીય બેંકો હાલ મોંઘાવારીને નિયંત્રણમાં લાવવા માટે કાર્યરત છે. વ્યાજ દરોમાં વધારાની ખરાબ અસરો હવે સામે આવી રહી છે. યૂરોપ પણ આ જ વર્ષે મંદીની પકડમાં આવી જશે. આ કહેવુ છે, બ્લેકરોક ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટીટ્યૂટમાં આર્થિક અને બજાર સંશોધનના વડા જીન બોઈવિનનું. વૈશ્વિક અર્થવ્યવસ્થા અને વૈશ્વિક બજારોની ઊંડા જાણકાર બાઈવિન બેંક ઓફ કેનેડાના ડેપ્યુટિ ગવર્નર પણ રહી ચૂક્યા છે.

  વિકસિત અર્થવ્યવસ્થાઓ માટે આવનારો સમય ઘણો મુશ્કેલી ભર્યો


  બ્લેકરોક ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટીટ્યૂટની એક રિપોર્ટમાં બોઈવિને લખ્યુ છે કે, વિકસિત અર્થવ્યવસ્થાઓ માટે આવનારો સમય ઘણો મુશ્કેલી ભર્યો હોઈ શકે છે. અમેરિકા અને ઈંગ્લેન્ડ સહિત યૂરોપના ઘણ દેશ હાલ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. બોઈવિનનું કહેવુ છે કે, આ કારણથી બજાર સંબંધિત વિચારોમાં ઝડપથી ફેરફાર કરવામા આવી શકે છે. હવે ઊંડાણપૂર્વક અવલોકન કરીને બજાર વિશે ધારણા કરવાનો સમય આવી ગયો છે.

  આ પણ વાંચોઃ  નિફ્ટીએ બુલિશ કેન્ડલ બનાવી, જો 17300ની બાધા પાર કરશે તો રોકેટની જેમ ઉડશે

  નીતિ નિર્માતાઓ માટે સંકટ


  બોઈવિનનું કહેવુ છે કે ઘણા દેશોના નીતિ નિર્માતાઓ માટે આગળ કુવો તો પાછળ ખાડો જેવી સ્થિતિ થઈ ગઈ છે. વધતી મોંઘવારી પર રોક લગાવવા માટે વ્યાજદરોમાં વૃદ્ધિ કરવાથી અર્થવ્યવસ્થામાં રુકાવટ આવવાનું જોખમ છે. વૃદ્ધિ અને મોંઘાવારીમાંથી, કોઈ એકને પંસદ કરવુ ઘણું જ મુશ્કેલ છે. અમેરિકી ફેટની પ્રાથમિકતા દરેક પરિસ્થિતિમાં મોંઘવારીને નિયંત્રણમાં રાખવાની છે. એટલા માટે આક્રમક રૂપથી નાણાકીય નીતિને કડક બનાવી છે. જો કે, તે આના ખરાબ પરિણામોથી સારી રીતે વાકેફ છે. પરંતુ, અમેરિકાની કેન્દ્રીય બેંકે મોંઘવારીને જ તેનું લક્ષ્ય બનાવ્યુ છે.

  મોંઘવારી ઓછી કરવાના ઉપાય જ મોંઘા પડશે


  બોઈવિનનું કેહવું છે કે, અમેરિકા સહિત તમામ દેશો દ્વારા મોંઘાવારી ઓછી કરવા માટે વ્યાજ દરોમાં વધારો કરવાથી તેમની અર્થવ્યવસ્થા પર ઘણી નકારાત્મક અસર થશે. અમેરિકામાં મોંઘવારી દરને 2 ટકા સુધી લાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોથી 30 લાખ સુધી રોજગારીમાં ઘટાડો થઈ શકે છે અને GDP વૃદ્ધિમાં 2 ટકાનો ઘટાડો થઈ શકે છે. આવું આટલા માટે કે, વિકસિત અર્થવ્યવસ્થાઓમાં ઉત્પાદન ક્ષમતા મર્યાદિત છે. સાથે જ કોરોના પછી શ્રમ બજાર અને ઉપભોક્તા ખર્ચ પેટર્ન હજુ સામાન્ય થયુ નથી.

  યુરોપમાં આવવાની છે મંદી


  બોઈલિનનું કહેવુ છે કે, જ્યાં સુધી મંદીનો સવાલ છે, તે યૂરોપના દરવાજે ઊભી છે. યૂરોપ આ વર્ષે ઊંડી મંદીની પકડમાં આવી શકે છે. વ્યાપારમાં રુકાવટ આવી રહી છે અને બ્રિટેન તેનું કેન્દ્ર બનેલુ છે. બ્રિટેનમા પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે, બોન્ડ માર્કેટને સ્થિર રાખવા માટે બેંક ઓફ ઈંગ્લેન્ડે દખલગીરી કરવી પડી છે. વૃદ્ધિ પર નકારાત્મક અસર થવા દીધા વગર મોંઘાવારીને નિર્ધારિત મર્યાદામાં આવવા અને અર્થવ્યવસ્થામાં સુધારાનો અવકાશ બહુ જ ઓછો છે.

  આ પણ વાંચોઃ ICICI બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર, બેંકે FD પર 0.25 ટકા સુધી વ્યાજ દરમાં વધારો કર્યો

  અમેરિકા પણ નહિ બચે


  અમેરિકામાં પણ આગામી વર્ષે મંદી આવી શકે છે. જો કે, ત્યાં યૂરોપ જેટલી તો અસર નહિ પડે. બોઈવિનનું કહેવુ છે કે, ગત મંદીમાં ચીનની વૃદ્ધિએ વૈશ્વિક અર્થતંત્રએ ઘણો ટેકો આપ્યો હતો. પરંતુ હાલ ચીનની સ્થિતિ પણ ખરાબ છે. ચીનની નિકાસમાં ઘટાડો અને કોવિડ લોકડાઉનના કારણે દેશના અર્થતંત્રને ઘણું નુકસાન થયુ છે.


  ઈક્વિટી માર્કેટ પર અસર દેખાઈ રહ્યો છે


  બોઈવિનનું કહેવુ છે કે, શેર બજારો પર કેન્દ્રીય બેકોના વ્યાજ દર વધારવાને કારણે થયેલા નુકસાનની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. આગળ શેર બજારોની સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. વધેલા વ્યાજ દર અને મંદીનો અસર ઈક્વિટી માર્કેટ પર પણ ભારે દબાવ નાખશે. એટલા માટે અહીં પણ આવકની અપેક્ષા ઓછી છે. અમેરિકી ડોલરમાં આવી રહેલી મજબૂતી વૈશ્વિક સ્તર પર નાણાકીય સ્થિતિને બગાડી રહી છે.
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business news, Economy, Recession

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन