Amazonને મોટો આંચકો, યુરોપિયન યુનિયને આ કારણે ફટકાર્યો રૂ.6,594 કરોડનો દંડ

પ્રતિકાત્મક તસવીર

EU fine Amazon: યુરોપિયન યુનિયન (EU) એ એમેઝોનને તેની ગોપનીયતા નીતિના ઉલ્લંઘન માટે 886 મિલિયન ડોલરનો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. એટલે કે એમેઝોને ભારતીય ચલણમાં 6,594 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે.

  • Share this:
    નવી દિલ્હીઃ અગ્રણી ઈ-કોમર્સ કંપની એમેઝોનને (e-commerce company Amazon) મોટો આંચકો લાગ્યો છે. યુરોપિયન યુનિયન દ્વારા એમેઝોન પર ગોપનીયતા ઉલ્લંઘન માટે ભારે દંડ કરવામાં આવ્યો છે. યુરોપિયન યુનિયન (EU) એ એમેઝોનને તેની ગોપનીયતા નીતિના ઉલ્લંઘન માટે 886 મિલિયન ડોલરનો દંડ (EU fine Amazon) ચૂકવવાનો આદેશ આપ્યો છે. એટલે કે એમેઝોને ભારતીય ચલણમાં 6,594 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. 2018 માં, ફ્રેન્ચ પ્રાઇવસી રાઇટ્સ ગ્રુપેએ લક્ઝમબર્ગ ડેટા પ્રોટેક્શન ઓથોરિટી (CNPD) ને ફરિયાદ કરી હતી કે એમેઝોન તેમની સંમતિ વિના વપરાશકર્તાઓની ગોપનીયતાનું ઉલ્લંઘન કરી રહ્યું છે. CNPD, જે ફરિયાદની તપાસ કરી રહી છે, તાજેતરમાં જ ચુકાદો બહાર પાડ્યો છે.

    સી.એન.પી.ડી.એ દાવો કર્યો હતો કે એમેઝોન યુઝરોના યુનિયનના સામાન્ય ડેટા સંરક્ષણ નિયમોનું પાલન કરતું નથી જે વપરાશકર્તાઓના વ્યક્તિગત ડેટાને લગતું હતું. જોકે એમેઝોન આ ચુકાદા મુજબ દંડ ભરવા તૈયાર નથી. એમેઝોને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે આ નિર્ણય સામે અપીલ કરશે.

    એમેઝોને સ્પષ્ટ કર્યું છે કે તે સીએનપીડી ચુકાદાનો સખત વિરોધ કરે છે અને ચુકાદા સામે અપીલ કરશે. કંપનીનો દાવો છે કે એમેઝોન ગ્રાહકોના ડેટાની ચોરી કરવા માટે દોષિત નથી, અને એવો આરોપ સાચો નથી કે તેણે ગ્રાહકોના વ્યક્તિગત ડેટાને ત્રીજા પક્ષની સામે રાખ્યો હતો.

    આ પણ વાંચોઃ-stock market tips: આ બે સ્ટોક કરી શકે માલામાલ, દિગ્ગજ રોકાણકાર સંજીવ ભસીન આપે છે આ સલાહ

    આ પણ વાંચોઃ-શરૂ કરો નોકરીથી વધારે નફા વાળો બિઝનેસ, એક વખત લગાવો 5 લાખ રૂપિયા અને દર મહિને કરો રૂ. 70,000ની કમાણી

    જો કે, આ પ્રથમ વખત છે જ્યારે કોઈ વપરાશકર્તાને સામાન્ય ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન્સનું પાલન ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હોય. ગયા વર્ષે, લોકપ્રિય સર્ચ એન્જિન ગૂગલને પણ યુરોપિયન યુનિયન (ઇયુ) દ્વારા જાહેરાત ટ્રેકર્સના નિયમોના ભંગ બદલ $ 111.82 મિલિયનનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

    એમેઝોનને આટલો મોટો દંડ ચૂકવવો એ પણ મોટી વાત નથી. તે માટે કોઈ કારણ નથી. આ ક્વાર્ટરમાં ભારે નફો કર્યો છે. ઇકોમર્સ ક્ષેત્રમાં તેજી આવી રહી છે અને સતત ત્રીજી વખત 100 અબજ ડોલરની કમાણી થઈ છે.
    Published by:ankit patel
    First published: