Home /News /business /દેશમાં ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે ઇથેનોલથી ચાલતા વાહનો, નીતિન ગડકરીએ તૈયાર કર્યો માસ્ટર પ્લાન

દેશમાં ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે ઇથેનોલથી ચાલતા વાહનો, નીતિન ગડકરીએ તૈયાર કર્યો માસ્ટર પ્લાન

નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ શનિવારે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, “બજાજ, (Bajaj) ટીવીએસ (TVS)અને હીરો (Hero) જેવી કંપનીઓ ફ્લેક્સ ઈંધણથી ચાલતી મોટરસાઈકલ અને ઓટો લાવી

  નવી દિલ્હી : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) દેશમાં મોંઘા પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Disel) પર નિર્ભરતા ઘટાડવા માટે વૈકલ્પિક ઇંધણ અપનાવવા પર સતત ભાર આપી રહ્યા છે. હવે તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીએ એવા સંકેતો આપ્યા છે કે, દેશમાં ઈથેનોલથી ચાલતા વાહનો ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. આ માટે તેઓ સરકાર અને કંપનીઓના સ્તરે વાતચીતને આગળ લઈ રહ્યા છે.

  કેન્દ્રીય મંત્રીએ શનિવારે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, “બજાજ ટીવીએસ અને હીરો જેવી કંપનીઓ ફ્લેક્સ ઈંધણથી ચાલતી મોટરસાઈકલ અને ઓટો લાવી હતી. હું PM પાછળ ગયો અને પૂણેમાં ઈન્ડિયન ઓઈલના 3 ઈથેનોલ પંપ મળ્યા, પરંતુ આજ સુધી એક ટીપું પણ વેચાયું નથી. એટલા માટે હું મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને વિનંતી કરવા માંગુ છું કે તમે આ માટે આગળ આવો. પુણેમાં સ્કૂટર-ઓટોને 100% ઇથેનોલ પર લોન્ચ કરવા માટે બજાજ સાથે વાત કરીશું. તેનાથી પ્રદૂષણ પણ ઘટશે."

  સરકાર ગ્રીન અને વૈકલ્પિક ઇંધણના ઉપયોગ પર ભાર આપી રહી છે

  ગયા વર્ષે ડિસેમ્બરમાં કેન્દ્રીય મંત્રીએ વાહન નિર્માતાઓને 6 મહિનાની અંદર ફ્લેક્સ ફ્યુઅલ પર ચાલતા વાહનો બનાવવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ગ્રીન અને વૈકલ્પિક ઇંધણના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે કામ કરી રહી છે, જેમાં કંપનીઓએ પણ આગળ આવવું પડશે. ટીવીએસ મોટર્સ અને બજાજ ઓટો જેવી ઓટો કંપનીઓએ તેમના ફોર વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે પણ ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું.

  આ પણ વાંચો'આર્ય સમાજ દ્વારા આપવામાં આવેલ લગ્નનું પ્રમાણપત્ર અસ્વીકાર્ય', સુપ્રીમ કોર્ટે કહ્યું- તેમને આ અધિકાર નથી

  પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધશે

  તાજેતરમાં, કેન્દ્રીય કેબિનેટે 2025-26 સુધીમાં પેટ્રોલમાં ઇથેનોલની 20 ટકા ભેળસેળના લક્ષ્યને પૂર્ણ કરવા માટે લીલી ઝંડી આપી છે. અગાઉ આ લક્ષ્યાંક 2030 માટે નક્કી કરવામાં આવ્યો હતો. અત્યારે પેટ્રોલમાં લગભગ 10 ટકા ઇથેનોલ મિક્સ થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં બાયો-ઇંધણ (બાયોફ્યુઅલ) પરની રાષ્ટ્રીય નીતિમાં સુધારાને મંજૂરી આપવામાં આવી હતી. આ અંતર્ગત ઇથેનોલનું ઉત્પાદન વધશે. આ સાથે ઉત્પાદન વધારવા માટે ઘણા વધુ પાકોના ઉપયોગને પણ મંજૂરી આપવામાં આવી છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Nitin Gadakari, Nitin Gadkari, Petrol, Petrol and diesel

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन