નોકરી જશે તો ESIC બે વર્ષ સુધી પૈસા આપશે, સીધા બેંકમાં જ જમા થશે

News18 Gujarati
Updated: November 24, 2019, 2:36 PM IST
નોકરી જશે તો ESIC બે વર્ષ સુધી પૈસા આપશે, સીધા બેંકમાં જ જમા થશે
પ્રતિકાત્મક તસવીર

કર્મચારી રાજ્ય બીમા નિગમ (Employees' State Insurance Corporation) 'અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના' અંતર્ગત નોકરી જવા પર આર્થિક મદદ કરે છે. ESICએ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી.

  • Share this:
નવી દિલ્હી : પ્રાઇવેટ નોકરી કરતા લોકો માટે મોદી સરકાર મોટી યોજના લાવી છે. જો તમારી નોકરી જતી રહે તો સરકાર તમને 24 મહિના એટલે કે બે વર્ષ સુધી પૈસાની મદદ કરશે. હકીકતમાં, કર્મચારી રાજ્ય બીમા નિગમ (Employees' State Insurance Corporation) 'અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના' અંતર્ગત નોકરી જવા પર આર્થિક મદદ કરે છે. ESICએ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી.

ESICએ ટ્વીટ કરીને જણાવ્યું કે, નોકરી જતી રહેવાનો મતલબ આવકનું નુકસાન નથી. ESIC અનિચ્છાએ નોકરી છૂટી જવી અથવા નોકરી પર ઈજાને કારણે કાયમી માટે અસમર્થ બની જેવાના કેસમાં 24 મહિના સુધી મહિને રોકડ રકમ ચુકવે છે.

આ પણ વાંચો : અહીં FD પર મળી રહ્યો છે સૌથી વધારે નફો, 9 ટકાના દરે મળશે વ્યાજ

કેવી રીતે અરજી કરશો?

અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે ESICની વેબસાઇટ પર જઈને ફોર્મ ડાઉનલોડ કરવું પડે છે. આ ફોર્મના ભરીને ESICની કોઈ પણ બ્રાંચમાં જમા કરાવવાનું રહેશે. આ ફોર્મ સાથે 20 રૂપિયાનું નૉન-જ્યુડિશિયલ પેપર પર નોટરીથી એફિડેવિટ કરવું પડશે. આ માટે AB-1થી AB-4 ફોર્મ જમા કરાવવાના રહેશે. આ માટે ઓનલાઇન સેવા હવે શરૂ થશે. વધારે જાણકારી માટે તમે www.esic.nic.inની મુલાકાત લઈ શકો છો. યાદ રાખો કે આનો ફાયદો તમે ફક્ત એક જ વખત ઉઠાવી શકો છો.

આ પણ વાંચો : AC-ફ્રીઝ ખરીદવાનો હાલ યોગ્ય સમય, જાન્યુઆરીમાં ભાવ 6 હજાર રૂપિયા સુધી વધી જશેસારવારનો નિયમ પણ સરળ થયો

ESIC સુપર સ્પેશિયાલિટી ટ્રીટમેન્ટ માટેના નિયમો પણ હળવા કર્યા છે. આ માટે પહેલા બે વર્ષની નોકરીનો નિયમ હતો પરંતુ હવે તેને છ મહિના કરી દેવામાં આવી છે. આ ઉપરાંત યોગદાનની શરત 78 દિવસ કરી દેવામાં આવી છે.

આ લોકોને યોજનાનો ફાયદો નહીં મળે

ESICથી બીમિત કોઈ પણ એવો વ્યક્તિ કે જેને કોઈ કારણે કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોય, અથવા તે વ્યક્તિ પર કોઈ ગુનાહિત કેસ દાખલ હોય તો તેને આ યોજનાનો લાભ મળતો નથી. આ ઉપરાંત જે લોકો VRS (સ્વૈચ્છિક નિવૃત્તિ) લે છે તેમને પણ આ યોજનાનો લાભ મળતો નથી.
First published: November 24, 2019
વધુ વાંચો
अगली ख़बर