ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, પહેલી એપ્રિલથી મોંઘા થઈ જશે Escortsના ટ્રેક્ટર

એસ્કોર્ટ્સના આ નિવેદન બાદ હવે અન્ય કંપનીઓ પણ ટ્રેક્ટરના ભાવ વધારવાની ઘોષણા કરી શકે છે

એસ્કોર્ટ્સના આ નિવેદન બાદ હવે અન્ય કંપનીઓ પણ ટ્રેક્ટરના ભાવ વધારવાની ઘોષણા કરી શકે છે

  • Share this:
    નવી દિલ્હી. કૃષિ ઉપકરણ બનાવનારી કંપની એસ્કોર્ટ્સ લિમિટેડ (Escorts Limited)ના એસ્કોર્ટ્સ એગ્રી મશીનરી (Escorts Agri Machinery) ડિવીઝને બુધવારે કહ્યું છે કે આગામી મહિનાથી ટ્રેક્ટરના ભાવ વધારશે.

    રેગ્યુલેટરી ફાઇલિંગમાં કંપનીએ આપી જાણકારી

    કંપનીએ કહ્યું છે કે કમોડિટીની કિંમતોમાં સતત વૃદ્ધિના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એસ્કોર્ટ્સ લિમિટેડે શૅર બજારને આપેલી સૂચનામાં બુધવારે આ જાણકારી આપી. કંપનીએ એવું પણ કહ્યું કે કિંમતમાં વધારો મોડલ અને વેરિયન્ટના હિસાબથી અલગ-અલગ હશે. આ એલાન બાદ બુધવારે BSE પર એસ્કોર્ટ્સ લિમિટેડનો શૅર 3.29 ટકા ગબડીને 1320.55 રૂપિયાપર બંધ થયો.

    આ પણ વાંચો, Atum 1.0 ઇલેક્ટ્રિક બાઇકે મચાવી ધમાલ! સીંગલ ચાર્જમાં 100 KMની સફર, ડ્રાઇવિંગ લાઇસન્સની પણ જરૂર નથી

    અન્ય કંપનીઓ પણ વધારી શકે છે ટ્રેક્ટરના ભાવ

    કંપની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્ટીલ સહિત અન્ય કમોડિટીના ભાવોમાં જોરદાર વધારો થયો છે. તેથી કંપનીએ ટ્રેક્ટરોના ભાવ વધારવાની જાહેરાત કરી છે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સૂત્રોનું માનવું છે કે એસ્કોર્ટ્સના આ નિવેદન બાદ હવે અન્ય કંપનીઓ પણ ટ્રેક્ટરના ભાવ વધારવાની ઘોષણા કરી શકે છે.

     પણ વાંચો, હવે નહીં રહે નિવૃત્તિ બાદની ચિંતા! મળશે જિંદગીભર કમાણીની ગેરંટી, જાણો આ શાનદાર પ્લાન વિશે




    હીરો મોટોકોર્પ અને મારૂતિ સુઝુકીએ પણ વધાર્યા ભાવ

    આ પહેલા દેશની સૌથી મોટી 2-વ્હીલર્સ કંપની હીરો મોટોકોર્પે આગામી મહિને એપ્રિલથી 2500 રૂપિયા સુધી ભાવ વધારવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત વધતા ઉત્પાદન ખર્ચનો સામનો કરવા માટે ભારતની દિગ્ગજ ઓટો મોબાઇલ મેન્યૂફેક્ચરર મારૂતિ સુઝુકી ઇન્ડિયાએ પણ એપ્રિલથી પોતાની પેસેન્જર કારોની કિંમતમાં પણ વધારો કરવાનો નિર્ણય લીધો છે.
    Published by:Mrunal Bhojak
    First published: