હવે FD છોડીને લોકો આ જગ્યાએ લગાવી રહ્યા છે પૈસા, થયા છે વધુ ફાયદો!

એસોસિએશન ઑપફ મ્યૂચ્યુ્લ ફંડ્સ ઇન ઇન્ડિયાના (Amfi) આંકડાઓ પ્રમાણે આ વર્ષમાં એપ્રિલથી ઑક્ટોબરના સમય દરમિયાન એસઆઇપી થકી રોકાણ 57,607 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.

એસોસિએશન ઑપફ મ્યૂચ્યુ્લ ફંડ્સ ઇન ઇન્ડિયાના (Amfi) આંકડાઓ પ્રમાણે આ વર્ષમાં એપ્રિલથી ઑક્ટોબરના સમય દરમિયાન એસઆઇપી થકી રોકાણ 57,607 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ ન્યૂચ્યુઅલ ફંડ ઉદ્યોગે (Mutual Fund Industry) ઑક્ટોબરમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) થકી 8246 કરોડ રૂપિયા એકઠાં કર્યા છે. જે એક વર્ષ પહેલાના સમયગાળાની તુલનામાં 3.2 ટકા વધારે છે. શેર બજારોમાં (Stock Market) તેજી વચ્ચે સરકાર દ્વારા અનેક સુધારા કરવામાં આવ્યા છે જેના પગલે મ્યૂચ્યુઅલ ફંડ ઉગ્યોગમાં એસઆઈપીમાં રોકાણ વધ્યું છે. આ જોતા લાગે છે લોકોને રોકાણના અન્ય રસ્તાઓ કરતા એસઆઇપીમાં વધારે રસ પડ્યો છે.

  એસોસિએશન ઑપફ મ્યૂચ્યુ્લ ફંડ્સ ઇન ઇન્ડિયાના (Amfi) આંકડાઓ પ્રમાણે આ વર્ષમાં એપ્રિલથી ઑક્ટોબરના સમય દરમિયાન એસઆઇપી થકી રોકાણ 57,607 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. જોકે, એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં 52,472 કરોડ રૂપિયા રહ્યું હતું.

  આ પણ વાંચોઃ-આ 4 સરળ ટિપ્સ જે પથરીની સમસ્યાથી આપશે છુટકારો

  SIP થકી ઑક્ટોબરમાં 3.2 ટકા રોકાણવધ્યું
  Amfiના જણાવ્યા પ્રમાણે છૂટક રોકાણકારો મ્યૂચ્યુઅલ ફંડમાં રોકણ માટે એસઆઈપી મુખ્ય રસ્તો બનાવી રહ્યા છે. જેનાથી બજારોમાં જોખમ ઓછું કરવામાં મદદ મળે છે. આંકડાઓ પ્રમાણે ઑક્ટોબરમાં એસઆઈપી થકી 8246 કરોડ રૂપિયાનું યોગદાન રહ્યું છે. જે ગત વર્ષના સમાન ગાળામાં7985 કરોડ રૂપિયા રહ્યું હતું. જે 3.2 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

  આ પણ વાંચોઃ-ડાયટિંગ કર્યા વગર જ ઓછું થશે વજન, આ બાબતોનું નિયમિત રીતે પાલન કરો

  મ્યૂચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં કુલ 44 કંપનીઓ કામ કરી રહી છે
  મ્યૂચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં કુલ 44 કંપનીઓ કામ કરી રહી છે. ઇક્વિટી ફંડ્સ (Equity Funds)માં રોકાણ માટે કંપનીઓમાં મુખ્યરૂપથી એસઆઈપી ઉપર આધાર રાખે છે. સપ્ટેમ્બરની તુલનાએ એસઆઈપી થકી રોકાણ ઘટ્યું છે. સપ્ટેમ્બરમાં ઉદ્યોગે એસઆઈપી 8,263 કરોડ રૂપિયા એકઠાં કર્યા હતા. ઑગસ્ટમાં એસઆઈપી થકી 8231 કરોડ રૂપિયા, જુલાઈમાં 8324 કરોડ રૂપિયા, જૂનમાં 8122 કરોડ રૂપિયા, મેમાં 8183 કરોડ રૂપિયા અને એપ્રિલમાં 8238 કરોડ રૂપિયા રહ્યું હતું.

  આ પણ વાંચો છે:-Photo: 8 વર્ષ સુધી નનની ટ્રેનિંગ લીધી અને યુવતી બની ગઈ પૉર્ન સ્ટાર

  SIP થકી રોકાણ કરો
  એસઆઈપી મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટેની સૌથી સારી રીત છે. આ માધ્યમમાં રોકાણ કરવાથી સારી એવરેજિંગ રહે છે જેનાથી રોકાણ કરવાનો ખતરો પણ ઘટે છે. અને સારું રિટર્ન પણ મળી શકે છે.
  Published by:ankit patel
  First published: