નવી દિલ્હી. EPF ઘણી વખત મુશ્કેલીના સમય દરમિયાન સહારો બને છે. કેટલાક કર્મચારીઓ નોકરી છોડ્યા બાદ અથવા નોકરી બદલ્યા બાદ એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ (EPF)ના બધા જ પૈસા ઉપાડી લે છે. પરંતુ ઘણા લોકોને એ વાતનો ખ્યાલ નથી હોતો કે, બધા જ પૈસા ઉપાડવાથી નુકસાન થઈ શકે છે. આવું કરવાથી ભવિષ્ય માટે ઉભા થનારા ફંડ અને બચત (PF Savings) પર પાણી ફરી વળે છે. આ ઉપરાંત પેંશન (Pension)ની સાતત્યતા રહેતી નથી. જેથી નવી કંપની જોઈન કરો, ત્યારે પીએફ (Provident Fund)ને જૂની કંપની સાથે જોડવુ કે મર્જ કરવું જોઈએ. નિવૃત્તિ બાદ પણ તમારે પૈસાની જરૂર ન હોય, તો કેટલાક વર્ષો બાદ પીએફ છોડી શકાય છે.
અહીં આપણે જાણીશું કે નોકરી છોડ્યા બાદ પીએફ એકાઉન્ટ(PF Account) અને તેમાં જમા રકમનું શું થશે.
નોકરી છોડ્યા બાદ પણ PF પર મળે છે વ્યાજ
કોઈ કર્મચારી નોકરી છોડે કે તેને નોકરીમાંથી બરતરફ કરી દેવાય તો પણ તે પોતાનું PF કેટલાક વર્ષ માટે છોડી શકે છે. જો પૈસાની જરૂર ન હોય તો તરત પૈસા ન ઉપાડો. નોકરી છોડ્યા બાદ પણ PF પર વ્યાજ મળતું હોય છે. તેમજ નવી નોકરી મળતા જ તેને નવી કંપનીમાં ટ્રાન્સફર કરી શકાય છે અને નવી કંપનીમાં PF મર્જ કરી શકાય છે.
નોકરી છોડ્યાના 3 વર્ષ એટલે કે 36 મહિના સુધી PF એકાઉન્ટ પર વ્યાજ મળે છે. જોકે, 3 વર્ષ સુધી કોઈ કોન્ટ્રીબ્યુશન (Contribution) ન થાય, તો કર્મચારીનું PF એકાઉન્ટ નિષ્ક્રિય એકાઉન્ટ (In Operative Account)ની શ્રેણીમાં મૂકી દેવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં જો તમે એકાઉન્ટ એક્ટિવ રાખવા માંગો છો, તો PF એકાઉન્ટમાંથી 3 વર્ષ પહેલા કેટલીક રકમ ઉપાડવી જરૂરી છે.
નિયમો અનુસાર, કોન્ટ્રીબ્યુશન ન કરવામાં આવે તો PF એકાઉન્ટ નિષ્ક્રિય નથી થતું, પરંતુ આ સમયગાળા દરમિયાન મળેલા વ્યાજ પર ટેક્સ (Tax on Interest Income) લાગે છે. જો PF એકાઉન્ટ નિષ્ક્રિય થયા બાદ પણ ક્લેમ ન કરવામાં આવે, તો રકમ સિનિયર સિટિઝન્સ વેલફેર ફંડ (SCWF)માં જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર