Home /News /business /EPFO Update: નોકરી બદલી છે? હવે જાતે જ અપડેટ કરી શકશો Date of Exit, અહીં જાણો તમામ વિગત

EPFO Update: નોકરી બદલી છે? હવે જાતે જ અપડેટ કરી શકશો Date of Exit, અહીં જાણો તમામ વિગત

ઈપીએફઓ

PF account update: UANને એક્ટિવ અને આધાર સાથે લિંક કર્યા હોય તેવા EPF ખાતાધારકો ઓનલાઇન EPF એકાઉન્ટ અપડેટની સેવાનો લાભ લઈ શકે છે. તેમનો મોબાઇલ નંબર તેમના આધાર નંબર સાથે જોડાયેલો હોવો જરૂરી છે.

    નવી દિલ્હી: કર્મચારીએ નોકરી બદલી હોય અથવા બદલાવાની તૈયારીમાં છો, તો તેમના માટે રાહતના સમાચાર છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ના સભ્યો હવે પોતાની નોકરી છોડવાની તારીખ EPFO પોર્ટલ પર જાતે જ અપડેટ કરી શકે છે. EPFO ગ્રાહકોને તેમના પ્રોવિડન્ટ ફંડ અથવા PF ખાતામાં મહત્તમ એક્સેસ મળી શકે તે માટે સભ્યો માટે મોટાભાગની સેવાઓને સરળ બનાવી રહી છે. આ પગલાંના કારણે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF)ના ખાતાની જાળવણી EPF ખાતાધારકો માટે વધુ સરળ અને પારદર્શક બને છે. આ દરમિયાન હવે EPFOના સભ્યોને રાજીનામું આપ્યાના બે મહિના પછી તેમના EPF ખાતામાં બહાર નીકળવાની તારીખ ઓનલાઇન અપડેટ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

    કોણ જાણે અપડેટ કરી શકશે?

    EPFOની વેબસાઇટ epfindia.gov.inમાં આપવામાં આવેલા F&Q સેક્શન અનુસાર, રાજીનામું આપ્યાના અથવા બહાર નીકળ્યાના બે મહિના પછી, EPF ખાતાધારક આધાર પર આધારિત OTP સેવાનો ઉપયોગ કરીને EPF ખાતામાં ડેટ ઓફ એક્ઝિટ ઓનલાઇન અપડેટ કરી શકે છે. UANને એક્ટિવ અને આધાર સાથે લિંક કર્યા હોય તેવા EPF ખાતાધારકો ઓનલાઇન EPF એકાઉન્ટ અપડેટની સેવાનો લાભ લઈ શકે છે. તેમનો મોબાઇલ નંબર તેમના આધાર નંબર સાથે જોડાયેલો હોવો જરૂરી છે.

    આ પણ વાંચો: PPF: દરરોજ 250 રૂપિયા જમા કરવા પર પાકતી મુદતે મળશે 62 લાખ રૂપિયા, રોકાણ ડૂબવાનું પણ જોખમ નહીં

    બે મહિના પછી જ અપડેટ કરી શકાશે

    EPF એકાઉન્ટમાં એક્ઝિટ થવાની તારીખ અપડેટ કરવા માટેની કેટલીક શરતો છે. EPFOના F&Qની વિગતો મુજબ ઓનલાઇન ટ્રાન્સફર માટે અરજી કરવા માટે ભૂતપૂર્વ નોકરીમાંથી એક્ઝિટ નીકળવાની તારીખને અપડેટ કરવી આવશ્યક છે. નોકરી છોડ્યાના માત્ર બે મહિના પછી જ ડીપર્ચરની તારીખ સુધારી શકાય છે.

    રકમ ટ્રાન્સફર માટે 13 નંબરનું ફોર્મ ભરવું પડશે

    EPFO F&Qમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રાજીનામું આપ્યા પછી કોઈ પણ વ્યક્તિ પોતાના EPF ખાતાની ડિપોઝિટ ટ્રાન્સફર કરી શકે છે. PFની રકમ ટ્રાન્સફર કરવા માટે ફક્ત ફોર્મ નંબર 13 ભરવું પડશે.

    આ પણ વાંચો: PPF Vs NPS: નિવૃત્તિ માટે બંને સરકારી સ્કીમમાંથી કઈ વધારે સારી? જાણો તમામ વિગત

    આવી છે ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરવાની પ્રક્રિયા:

    - ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરવા માટે EPFO પોર્ટલ પર UAN અને પાસવર્ડ દાખલ કરીને લોગ ઇન કરો.

    - હવે Manage ટેબ પર ક્લિક કરો અને માર્ક એક્ઝિટ પર ક્લિક કરો. ત્યાં સિલેક્ટ એમ્પ્લોયમેન્ટ ડ્રોપડાઉનમાંથી PF એકાઉન્ટ નંબર સિલેક્ટ કરો.

    - આ પછી ડેટ ઓફ એક્ઝિટ અને તેનું કારણ દાખલ કરો.

    - હવે રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરો અને આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર આવેલો ઓટીપી દાખલ કરો.

    - છેલ્લે ચેક બોક્સને સિલેક્ટ કરો અને અપડેટ પર ક્લિક કરીને ઓકે પર ક્લિક કરો.

    - હવે તમને ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થઈ ગઈ હોવાની નોટિફિકેશન મળશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Aadhaar, Bank, Epfo, PF

    विज्ञापन
    विज्ञापन