Home /News /business /

EPFO: પીએફની રકમ કલાકમાં તમારા બેંક ખાતામાં થઈ જશે જમા, જાણો એડવાન્સ ઉપાડની રીત

EPFO: પીએફની રકમ કલાકમાં તમારા બેંક ખાતામાં થઈ જશે જમા, જાણો એડવાન્સ ઉપાડની રીત

યુએએન લોગીન

EPFO News: મેડિકલ ઇમરજન્સી માટે જો તમે પૈસા ઉપાડી રહ્યા છો તો તમારા બેંક ખાતમાં ફક્ત એક જ કલાકમાં રકમ જમા થઈ જશે. લગ્ન માટે એડવાન્સ ઉપાડ કરતા હો તો ત્રણ દિવસમાં રકમ જમા થશે.

    મુંબઇ. EPFO News: પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતા ધારકોને EPFO તરફથી વ્યાજની રકમ જમા આપી દેવામાં આવી છે. તમે ઇમરજન્સી કેસમાં ઘર ખરીદવા (Buy home), લગ્ન (Marriage) માટે પીએફના પૈસાનો ઉપાડ (PF withdrawal) કરી શકો છો. મેડિકલ (Medical) ઇમરજન્સી માટે જો તમે પૈસા ઉપાડી રહ્યા છો તો તમારા બેંક ખાતમાં ફક્ત એક જ કલાકમાં રકમ જમા થઈ જશે. લગ્ન માટે એડવાન્સ ઉપાડ કરતા હો તો ત્રણ દિવસમાં રકમ જમા થશે. જો તમે પણ ઉપરના કોઈ કારણસર પૈસા ઉપાડવા માંગો છો તો નીચેના સ્ટેપ્સ ફોલો કરો.

    આટલું વ્યાજ થયું જમા

    ઉલ્લેખનીય છે કે સરકારે પહેલા જ નાણાકીય વર્ષ 2020-21 માટે પીએફ પર 8.5 ટકા લેખે વ્યાજ જમા કરવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. લેબર મંત્રાલયે પણ આ નિર્ણય પર પોતાની સહમતિ આપી દીધી છે. જે બાદમાં EPFO તરફથી ખાતાધારકોના ખાતામાં વ્યાજની રકમ પણ જમા કરી દેવામાં આવી છે.

    પીએફ એડવાન્સ ઉપાડ માટે નીચેના સ્પેપ્સ ફોલો કરો:

    - www.epfindia.gov.in વેબસાઇટની મુલાકાત લો. હોમપેજ પર ઓનલાઈન એડવાન્સ ક્લેમ પર ક્લિક કરો.

    - ક્લિક કરતા આ પેજ ખુલશે. https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/

    - UAN નંબર અને પાસવર્ટ વડે Login કરો. ઓનલાઈન સેવાઓ પર જાઓ.

    - તમારા બેંક ખાતાના અંતિમ ચાર અંક દાખલ કરો.

    - Proceed for Online Claim પર ક્લિક કરો.

    - ડ્રોપ ડાઉનમાંથી PF Advance ની પસંદગી કરો(Form 31)

    - કારણની પસંદગી કરો. અપેક્ષિત રકમ દાખલ કરો. ચેકની સ્કેન કોપી અપલોડ કરો. સરનામું દાખલ કરો.

    - Get Aadhaar OTP પર ક્લિક કરો. આધાર લિંક હશે તો મોબાઇલ પર ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરો.

    - તમારો ક્લેઇમ ફાઇલ થઈ જશે. તમારા ખાતામાં કલાકની અંદર રકમ જમા પણ થઈ જશે.

    આ રીતે ચેક કરો PF બેલેન્સ (How to check PF balance)

    1) SMSની મદદથી બેલેન્સ ચેક કરો

    જો તમારું યુએએન EPFOમાં રજિસ્ટર્ડ છે, તો તમારું લેટેસ્ટ કોન્ટ્રીબ્યુશન અને પીએફ બેલેન્સની જાણકારી એક મેસેજથી મળી શકે છે. આ માટે તમારે 77382 99899 પર EPFOHO UAN ENG લખીને મેસેજ મોકલવાનો રહેશે. છેલ્લા ત્રણ અક્ષર ભાષા માટે છે. જો તમે હિન્દીમાં જાણકારી મેળવવા માંગો છો, તો EPFOHO UAN HIN લખીને મેસેજ કરો. આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં ઉપલબ્ધ છે. જે નંબર પરથી યુએએન રજિસ્ટર કરવામાં આવ્યો હોય, તે નંબર પરથી મેસેજ મોકલવાનો રહેશે.

    આ પણ વાંચો: શું તમે તમારો UAN નંબર ભૂલી ગયો છો? આ સરળ સ્ટેપ્સ જાણો

    2) મિસ્ડ કોલની મદદથી બેલેન્સ ચેક કરો

    તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 આ નંબર મિસ્ડ કોલ આપવાનો રહેશે. ત્યાર બાદ EPFO તરફથી એક મેસેજ આવશે, આ મેસેજમાં પીએફ એકાઉન્ટની સંપૂર્ણ જાણકારી હશે. તે માટે યુએએન સાથે બેન્ક એકાઉન્ટ, પેન નંબર અને આધાર નંબર લિંક હોવો જોઈએ. આ સર્વિસ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.

    આ પણ વાંચો: નોકરી બદલી છે? હવે જાતે જ અપડેટ કરી શકશો Date of Exit

    3) ઉમંગ એપની મદદથી ચેક કરો

    EPFO કર્મચારી ઉમંગ એપની મદદથી પીએફ એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે. EPF પાસબુક ચેક કર્યા ઉપરાંત કર્મચારીઓ ક્લેમ પણ કરી શકે છે. આ એક સરકારી એપ છે. આ એપની મદદથી તમે અનેક પ્રકારની સુવિધાઓનો લાભ મેળવી શકો છો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

    >> આ માટે તમારે EPFO પર જવાનું રહેશે

    >> ત્યારબાદ Employee Centric Services પર ક્લિક કરો

    >> હવે View Passbook પર ક્લિક કરો

    >> પાસબુક જોવા માટે UANથી Login કરો

    4) વેબસાઈટની મદદથી બેલેન્સ ચેક કરો

    તમે EPFOની વેબસાઈટની મદદથી બેલેન્સ ચેક કરી શકો છો. તે માટે તમારે EPFO પાસબુક પોર્ટલ જવાનું રહેશે. હવે યુએએન અને પાસબુકની મદદથી લોગીન કરો. ત્યારબાદ ડાઉનલોડ વ્યૂ પાસબુક ઓપ્શન પર ક્લિક કરો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Epfo, Pension, PF, Retirement

    આગામી સમાચાર