PFના વ્યાજના પૈસા અંગે મહત્ત્વના સમાચાર, EPFOએ જણાવ્યું ક્યારે આવશે પૈસા

પ્રતીકાત્મક તસવીર.

દેશમાં અંદાજે 6 કરોડ નોકરિયાત લોકો પૈસા ક્રેડિટ થવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ અત્યારસુધી પૈસા ક્રેડિટ થયા નથી. અત્યારે EPFO તરફથી પ્રોવિડન્ટ ફંડ (PF Interest Rate) પર 8.5 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

  • Share this:
મુંબઈ: જો તમે પીએફ એકાઉન્ટ (PF Account) પર મળતા વ્યાજની રાહ જોઈ રહ્યા છો, તમારા માટે એક મહત્ત્વના સમાચાર છે. EPFOએ અગાઉ જુલાઈ મહિનામાં વ્યાજના પૈસા ક્રેડિટ કરવાની વાત કરી હતી. આ મહત્ત્વની જાહેરાત બાદ દેશમાં અંદાજે 6 કરોડ નોકરિયાત લોકો પૈસા ક્રેડિટ થવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ અત્યારસુધી પૈસા ક્રેડિટ થયા નથી. અત્યારે EPFO તરફથી પ્રોવિડન્ટ ફંડ (PF Interest Rate) પર 8.5 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

EPFOને અનેક લોકો ટ્વિટર પર સવાલ કરી રહ્યા છે કે, પૈસા ક્યારે મળશે. ત્યારે EPFOએ અનેક કર્મચારીઓના સવાલનો જવાબ આપ્યો છે કે પૈસા ક્યાં સુધીમાં આપવામાં આવશે. EPFOએ જણાવ્યું છે કે વ્યાજ જમા કરવાની પ્રક્રિયા ચાલુ છે અને થોડા સમયમાં આ બાબતની અપડેટ આપવામાં આવશે. પૈસા ક્યારે આવશે તેની કોઈ તારીખ આપવામાં આવી નથી, પરંતુ બહુ ઝડપથી તમારા ખાતામાં પૈસા આવવાની શક્યતા છે.

દર મહિને કંપની તરફથી કર્મચારીઓના પૈસા EPFOના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ એક ફિક્સ અમાઉન્ટ હોય છે, તમારી સેલેરીમાંથી આ અમાઉન્ટ કટ થઈ જાય છે. તમારી કંપની પણ તેટલી જ રકમનું કોન્ટ્રીબ્યુશન કરે છે. તમારા ખાતાનું બેલેન્સ કેવી રીતે ચેક કરી શકાય તેની જાણકારી અહીં આપવામાં આવી છે.

SMSની મદદથી બેલેન્સ ચેક કરો

જો તમારું યુએએન EPFOમાં રજિસ્ટર્ડ છે, તો તમારું લેટેસ્ટ કોન્ટ્રીબ્યુશન અને પીએફ બેલેન્સની જાણકારી એક મેસેજથી મળી શકે છે. આ માટે તમારે 7738299899 પર EPFOHO UAN ENG લખીને મેસેજ મોકલવાનો રહેશે. છેલ્લા ત્રણ અક્ષર ભાષા માટે છે. જો તમે હિન્દીમાં જાણકારી મેળવવા માંગો છો, તો EPFOHO UAN HIN લખીને મેસેજ કરો. આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં ઉપલબ્ધ છે. જે નંબર પરથી યુએએન રજિસ્ટર કરવામાં આવ્યો હોય, તે નંબર પરથી મેસેજ મોકલવાનો રહેશે.

મિસ્ડ કોલની મદદથી બેલેન્સ ચેક કરો

તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 આ નંબર મિસ્ડ કોલ આપવાનો રહેશે. ત્યાર બાદ EPFO તરફથી એક મેસેજ આવશે, આ મેસેજમાં પીએફ એકાઉન્ટની સંપૂર્ણ જાણકારી હશે. તે માટે યુએએન સાથે બેન્ક એકાઉન્ટ, પેન નંબર અને આધાર નંબર લિંક હોવો જોઈએ. આ સર્વિસ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.

EPFOની મદદથી બેલેન્સ ચેક કરો

EPFO કર્મચારી ઉમંગ એપની મદદથી પીએફ એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે. EPF પાસબુક ચેક કર્યા ઉપરાંત કર્મચારીઓ ક્લેમ પણ કરી શકે છે. આ એક સરકારી એપ છે. આ એપની મદદથી તમે અનેક પ્રકારની સુવિધાઓનો લાભ મેળવી શકો છો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

>> આ માટે તમારે EPFO પર જવાનું રહેશે

>> ત્યારબાદ Employee Centric Services પર ક્લિક કરો

>> હવે View Passbook પર ક્લિક કરો

>> પાસબુક જોવા માટે UANથી Login કરો

આ પણ વાંચો: દેવયાની ઇન્ટરનેશનલ IPOના શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાસો, જાણો લિસ્ટિંગ તારીખ અને ગ્રે માર્કેટ પ્રીમિયમ

વેબસાઈટની મદદથી બેલેન્સ ચેક કરો

તમે EPFOની વેબસાઈટની મદદથી બેલેન્સ ચેક કરી શકો છો. તે માટે તમારે EPFO પાસબુક પોર્ટલ જવાનું રહેશે. હવે યુએએન અને પાસબુકની મદદથી લોગીન કરો. ત્યારબાદ ડાઉનલોડ વ્યૂ પાસબુક ઓપ્શન પર ક્લિક કરો.
Published by:Vinod Zankhaliya
First published: