Home /News /business /જો તમારી કંપનીએ તમારો પીએફ ખાતામાં નથી કરાવ્યો જમા, તો EPFO લેશે આ પગલા
જો તમારી કંપનીએ તમારો પીએફ ખાતામાં નથી કરાવ્યો જમા, તો EPFO લેશે આ પગલા
આ રીતે પૈસા નીકાળવા પડે તો નહીં લાગે ટેક્સ
ઈપીએફઓએ કેટલાક લોકો માટે ટેક્સ વગર પૈસા ઉપાડવાની છૂટ આપી છે.
1. જો કોઈ કર્મચારી પાંચ વર્ષ સુધી સળંગ કામ કરતો હોય
2. જો પાંચ વર્ષ પહેલા નોકરી સ્વાસ્થ્યના કારણથી, કંપની બંધ થવાથી અથવા એવા કારણે જો કર્મચારીના વશમાં ના હોય.
કર્મચારી ભવિષ્ય નીધિ સંગઠને કહ્યું કે, જો એમ્પલોયર દ્વારા ભવિષ્ય નીધિમાં પોતાનું યોગદાન સમયસર ઈપીએફઓમાં જમા ન થાય તો, તે સૂચના શેરધારકને કરવામાં આવશે. હાલમાં ઈપીએફઓ રજિસ્ટર્ડ યુનિવર્સલ એકાઉન્ટ નંબર રાખનાર શેરધારકના ખાતામાં જ જમા રાશી વિશે એસએમએસ કે ઈમેલ દ્વારા સુચના આપવામાં આવે છે.
ઈપીએફઓએ પોતાના નિવેદનમાં કહ્યું કે, જે સભ્યોનું સમયસર યોગદાન જમા નથી થતું, તેમના વિશે સૂચના નહીં આપવામાં આવે. પારદર્શિતા વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, એવા શેરધારકોને એસએમએસ કે ઈમેલ (જેમણે યૂએએન ખાતામાં પોતાનો મોબાઈલ નંબર કે ઈમેલ રજિસ્ટર્ડ કરાવ્યો છે) દ્વારા આ સૂચના આપવામાં આવશે કે કંપનીએ આ સંબંધિત મહિનાની રાશીનું સમયસર યોગદાન જમા નથી કરાવ્યું.
સંગઠના દ્વારા જણાવ્યા અનુસાર, હવે યોગદાન રકમ જમા કરાવ્યાની જાણકારી ઈ-પાસબુક ઓનલાઈન તથા ઉમંગ મોબાઈલ એપ દ્વારા પણ ઉપલબ્ધ હશે. આ સિવાય સભ્યો મિસ્ડ કોલ સેવા દ્વારા પણ સૂચના પ્રાપ્ત કરી શકે છે.
જે ઈપીએફઓ સભ્યોનું માસિક યોગદાન નિયમિત રીતે પ્રાપ્ત થશે, તે સારા વિકલ્પોનો ઉપયોગ કરી પોતાનું યોગદાન આપી શકે છે. ઈપીએફઓના શેરધારકોની સંખ્યા 5 કરોડથી વધારે છે. સંગઠન 10 લાખ કરોડથી વધારે કોષનું પ્રબંધન કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર