નવી દિલ્હીઃ દેશના કરોડો કર્મચારીઓના પીએફ એકાઉન્ટ (PF Account)માં સરકારે વ્યાજ જમા કરવાનું શરૂ કરી દીધું છે. નાણાકીય વર્ષ 2019-20 માટે ઇપીએફઓ (EPFO) સેવિંગ પર સરકાર 8.5 ટકાના દરથી વ્યાજ આપી રહી છે. નાણા મંત્રાલય તરફથી આ વિશે જાણકારી આપવામાં આવી છે...તો આપના ખાતામાં વ્યાજ જમા થયું કે નહીં આ વિશે તમે કેવી રીતે જાણી શકો છો. આવો આપને અમે ચાર પદ્ધતિ વિશે જણાવએ જેના દ્વારા આપ પોતાના પીએફ ખાતાનું બેલેન્સ ચેક કરી શકો છો.
શરૂ થઈ ગઈ છે પ્રક્રિયા
શ્રમ મંત્રી સંતોષ ગંગવારે કહ્યું કે, અમે કહ્યું હતું કે 2019-20 માટે ઇપીએફ પર 8.5 ટકાના વ્યાજ દરથી વ્યાજ આપવાનો અમે પ્રયાસ કરીશું. ગંગવારે કહ્યું કે, અમે 2019-20 માટે ઇપીએફ પર 8.5 ટકાનું વ્યાજ આપવા માટે એક અધિસૂચના જાહેર કરી છે. અમે ખાતાધારકોના એકાઉન્ટમાં વ્યાજની રકમ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
1. Umang Appના માધ્યમથી ચેક કરો બેલેન્સ
આપને સૌથી પહેલા આ એપને પોતાના મોબાઇલમાં ઇન્સ્ટોલ કરવાની રહેશે. ત્યારબાદ આપને આપનો રજિસ્ટર્ડ ફોન નંબર એન્ટર કરવાનો છે જે આપે રજિસ્ટર્ડ રાખ્યો છે. હવે તમે ટોપ લેફ્ટ કોર્નરમાં આપવામાં આવેલા મેન્યૂમાં જઈને ‘Service Directory’માં જાઓ. અહીં EPFO વિકલ્પને સર્ચ કરીને ક્લિક કરો. અહીં View Passbookમાં ગયા બાદ આપને UAN નંબર અને OTPના માધ્યમથી બેલેન્સ જોવા મળશે.
કર્મચારી EPFO પોર્ટલના માધ્યમથી પોતાના ખાતાનું બેલેન્સ ચેક કરી શકે છે. તેના માટે આપને વેબસાઇટ પર લોગ-ઇન કરવાનું રહેશે. આ ઉપરાંત epfindia.gov.in પર ઇ-પાસબુક માટે ક્લિક કરો. ત્યારબાદ એક નવું પેજ ઓપન થશે. અહીં આપને યુઝર નામ (UAN નંબર), પાસવર્ડ અને કેપ્ચા ફિલ કરવાનું રહેશે. ત્યારબાદ નવું પેજ ઓપન થશે જ્યાં તમામ વિગતો રજૂ થઈ હશે. અહીં આપને મેમ્બર આઇડીનું સિલેક્શન કરવાનું છે. ત્યારબાદ આપનું બેલેન્સ આવી જશે.
તેના માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 011-22901406 પર મિસ-કૉલ કરી દો. અહીં પણ આપને યૂએએન, PAN અને આધાર લિંક હોવું જરુરી છે. આ નંબર પર મિસ્ડ કૉલ કર્યા બાદ આપનું બેલેન્સ આવી જશે.
" isDesktop="true" id="1061304" >
4. SMSના માધ્યમથી ચેક કરો બેલેન્સ
તેના માટે જરૂરી છે કે આપનો UAN નંબર UPFOની સાથે રજિસ્ટર્ડ હોય. આપને 7738299899 પર ‘EPFOHO UAN ENG’ લખીને મોકલવાનું રહેશે. આ સર્વિસ અંગ્રેજી, હિન્દી, પંજાબી સહિત 10 અલગ-અલગ ભાષાઓમાં સપોર્ટ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર