Home /News /business /

EPFOના રિપોર્ટમાં દાવો, 17 મહિનામાં 76 લાખ લોકોને મળી રોજગારી

EPFOના રિપોર્ટમાં દાવો, 17 મહિનામાં 76 લાખ લોકોને મળી રોજગારી

- આવતા અઠવાડીયે વ્યાજ દરોને નોટિફાઈ કરી દેવામાં આવશે. નોટિફાઈ થયા બાદ તમામ પીએફ ખાતાધારકો માટે ખાતામાં વ્યાજ ક્રેડિટ કરી દેવામાં આવશે.

છેલ્લા 17 મહિનામાં સૌથી વધારે નોકરીઓ લોકોને આ વર્ષના જાન્યુઆરી મહિનામાં મળી છે.

    ગત 17 મહિનામાં દેશના લગભગ 76 લાખ લોકોને રોજગારી મળી છે. જ્યારે જાન્યુઆરીમાં ગત વર્ષના મુકાબલે 131 ટકા વધારો જોવા મળ્યો છે. કર્મચારી ભવિષ્ય નીધિ સંગઠન (ઈપીએફઓ) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 17 મહિનામાં સૌથી વધારે નોકરીઓ લોકોને આ વર્ષના જાન્યુઆરી મહિનામાં મળી છે.

    ઈપીએફઓ જાહેર કરી રહ્યું છે સપ્ટેમ્બરનો ડેટા
    ઈપીએફઓ સપ્ટેમ્બર 2017થી તેવા લોકોનો ડેટા જાહેર કરી રહ્યું છે, જેમના નામ તેમના ત્યાં જોડાયા છે. ગત વર્ષે જાન્યુઆરીમાં લગભગ 3.87 લાખ નવા અંશધારક ઈપીએફઓ સાથે જોડાયા. જ્યારે સપ્ટેમ્બર 2017માં 2,07,609 લોકો નોકરીમાં જોડાયા. આ માત્ર સંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો આંકડો છે.

    આટલા લોકોએ છોડી નોકરી
    જોકે, આ ડેટા અનુસાર, 29023 લોકોએ નોકરી છોડવી પડી હતી. જ્યારે ગત મહિને લગભગ 5498 લોકોએ નવી નોકરી મેળવી હતી. માર્ચ નાણાંકીય વર્ષનો અંતિમ મહિનો હોય છે, એવામાં લોકો આ મહિનામાં સૌથી વધારે નોકરી છોડતા હોય છે.

    આ રીતે તૈયાર કરવામાં આવ્યો ડેટા
    ઈપીએફઓએ આ આંકડો નવા યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (યૂએએન)ના આધાર પર જાહેર કર્યો છે. ઈપીએફઓએ કહ્યું કે, સૌથી વધારે નવી નોકરીઓ 22-25 વર્ષની ઉંમરના લોકોએ મેળવી છે. આની સંખ્યા લગભગ 2.44 લાખ છે. ત્યારબાદ બીજા નંબર પર 18-21 વર્ષના ફ્રેશર છે, જેમની સંખ્યા 2.24 લાખ છે. તમને જણાવી દઈએ કે, ઈપીએફઓ અંશધારકોની સંખ્યા 6 કરોડથી વધારે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: 17 months, 76 lakh job, Claims, Employed, EPFO report, People

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन