Home /News /business /નોકરીયાત વર્ગને મોદી સરકારનો ઝટકો, PF પર વ્યાજદરમાં ઘટાડો

નોકરીયાત વર્ગને મોદી સરકારનો ઝટકો, PF પર વ્યાજદરમાં ઘટાડો

ઈપીએફઓએ 2016-17 માટે 8.65% વ્યાજદરની જાહેરાત કરી હતી. જ્યારે 2015-16ના વર્ષ માટે વ્યાજદર 8.8% હતો.

ઈપીએફઓએ 2016-17 માટે 8.65% વ્યાજદરની જાહેરાત કરી હતી. જ્યારે 2015-16ના વર્ષ માટે વ્યાજદર 8.8% હતો.

ઇમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને (ઈપીઓફઓ) તેમના આશરે 5 કરોડ ખાતેદારોને મોટો ઝટકો આપ્યો છે. ઈપીએફઓએ વર્ષ 2017-18 માટે પ્રોવિડન્ટ ફંડ (પીએફ)નો વ્યાજદર ઘટાડીને 8.55% કરી નાખ્યો છે. જ્યારે ગયા વર્ષે તે 8.65 ટકા હતો. આ પહેલા એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે પીએફ પર વ્યાજદરમાં કોઈ પરિવર્તન કરવામાં નહીં આવે.

ઈપીએફઓએ વ્યાજદરમાં સતત ત્રીજી વખત ઘટાડો કર્યો છે. ઈપીએફઓએ 2016-17 માટે 8.65% વ્યાજદરની જાહેરાત કરી હતી. જ્યારે 2015-16ના વર્ષ માટે વ્યાજદર 8.8% હતો.

નોંધનીય છે કે ઈપીએફઓ ઓગસ્ટ 2015થી ઈટીએફમાં રોકાણ કરી રહી છે. અત્યાર સુધી તેમાં 44 હજાર કરોડનું રોકાણ કર્યું છે. એક અંદાજ પ્રમાણે ઈપીઓફઓને આ રોકાણ પર 16 ટકા જેટલું રિટર્ન મળી રહ્યું છે. જ્યારે તેમાંથી મળતા રિટર્નનો અડધો ભાગ જ તેઓ વ્યાજદર લેખે ખાતાધારકોને આપે છે.

આ પહેલા સૂત્રોએ કહ્યું હતું કે, ઈપીએફઓએ એક્ચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ)ના 2886 કરોડ રૂપિયાની કિંમતના પોતાના રોકાણનું વેચાણ કર્યું છે. ઈટીએફ વેચવાને કારણે ઈપીએફઓને 1054 કરોડનું રિટર્ન મળ્યું છે, જે વર્તમાન વર્ષમાં 8.65 ટકા વ્યાજદર જાળવી રાખવામાં મદદ કરશે.
First published:

Tags: Employees Provident Fund, Epfo, Interest Rate

विज्ञापन