Home /News /business /હાયર પેન્શન માટે EPFOએ વધારી Deadline, હવે આ તારીખ સુધી અરજી કરી શકાશે

હાયર પેન્શન માટે EPFOએ વધારી Deadline, હવે આ તારીખ સુધી અરજી કરી શકાશે

આ તારીખ સુધી કરી શકાશે અપ્લાય

ઇપીએફઓએ 20 ફેબ્રુઆરી, 2023ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં પાત્ર ઇપીએસ સભ્યોને કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ હાયર પેન્શન માટે અરજીઓ સબમિટ કરવા આદેશ આપ્યો હતો. ઇપીએફઓએ અરજી કરવાની રીત, પાત્રતાની શરતો અને જરૂરી દસ્તાવેજોની વિગતવાર માહિતી આપી હતી. ત્યારથી અરજીઓની સંખ્યા સતત વધી રહી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ વધુ પેન્શન માટે અરજી (Apply for Higher Pesion) કરનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ઇપીએફઓ (EPFO)એ લગભગ તમામ પાત્ર ઇપીએસ સભ્યો માટે હાયર પેન્શન (Higher Pension) માટે અરજી કરવાની છેલ્લી તારીખ 3 મે, 2023 સુધી વધારી દીધી છે. આ પહેલાં આ તારીખ 3 માર્ચ, 2023 હતી. જે બાદ અરજદારો ઇપીએફઓની વેબસાઇટ દ્વારા ઝડપથી અરજી કરી રહ્યા છે. લેટેસ્ટ ડેટા મુજબ 9 માર્ચ 2023 સુધી 1.20 લાખથી વધુ ઈપીએસ મેમ્બર્સે અરજી કરી છે.

    EPFOએ બહાર પાડ્યો હતો પરિપત્ર


    ઇપીએફઓએ 20 ફેબ્રુઆરી, 2023ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં પાત્ર ઇપીએસ સભ્યોને કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ હાયર પેન્શન માટે અરજીઓ સબમિટ કરવા આદેશ આપ્યો હતો. ઇપીએફઓએ અરજી કરવાની રીત, પાત્રતાની શરતો અને જરૂરી દસ્તાવેજોની વિગતવાર માહિતી આપી હતી. ત્યારથી અરજીઓની સંખ્યા સતત વધી રહી છે.

    આ પણ વાંચોઃ OMG! સરકારે બતાવી દરિયાદિલી, હવે 7 લાખ છોડો આટલી આવક હશે તો પણ નહિ ચૂકવવો પડે TAX

    શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, 9 માર્ચ, 2023 સુધીમાં 1,20,279 લોકોએ કર્મચારી પેન્શન યોજના 1995 (EPS -95) હેઠળ હાયર પેન્શનનો વિકલ્પ પસંદ કરવા માટે ઓનલાઇન અરજી કરી છે. તેમણે કહ્યું કે, કર્મચારીઓએ ઇપીએફઓના યુનિફાઇડ પોર્ટલ દ્વારા લાગુ નિયમ સંયુક્ત વિકલ્પનો ઉપયોગ કરીને અરજી કરી છે. તે જ સમયે લાભાર્થીઓની કુલ સંખ્યા જોઇન્ટ ઓપ્શન પસંદ કરનારા કર્મચારીઓ અને પાત્ર કર્મચારીઓની સંખ્યા પર આધારિત રહેશે.

    ગત વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ને કહ્યું હતું કે, તેઓ સભ્યો તેમજ પેન્શનરોને ઇપીએસ-95 માટે તેમના બેઝિક પગારમાં ફાળો આપવા માટે ચાર મહિનાનો સમય આપે. ઘણા ઇપીએફઓ સભ્યો દર મહિને 15,000 રૂપિયા એટલે કે પેન્શનપાત્ર પગારની મર્યાદામાં ફાળો આપી રહ્યા છે, જે તેમના મૂળ પગાર કરતા ઓછું છે. આ પછી ઉચ્ચ પેન્શન માટે લાભાર્થીઓને વધુ યોગદાન આપવાનો માર્ગ સાફ થઇ ગયો હતો.

    આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓની તો ચાંદી જ ચાંદી, DAમાં થયો આટલો વધારો; જાણો હવે કેટલો મળશે પગાર?

    ઇપીએફઓ પોર્ટલ પર હાયર પેન્શન અરજી કરવા માટે આ સ્ટેપ અનુસરો


    - ઇપીએસ મેમ્બર ઇ-સેવા પોર્ટલ - https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જાઓ.

    - ત્યાર પછી 'પેન્શન ઓન હાયર સેલેરી' પસંદ કરો અને જોઇન્ટ ઓપ્શનના વિકલ્પ પર ક્લિક કરો.

    - હવે એક નવું પેજ ખુલશે. જોઇન્ટ ઓપ્શન માટે અરજી ફોર્મ અહીંથી પસંદ કરો.

    - હવે માંગવામાં આવેલી જરૂરી માહિતી એટલે કે યુએએન, નામ, જન્મ તારીખ, આધાર નંબર, આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.

    - હવે ગેટ ઓટીપી વિકલ્પ પર ક્લિક કરો. હવે તમારા આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર વન ટાઇમ પાસવર્ડ આવશે.

    - ઓટીપી દાખલ કર્યા પછી, તમારે તમારી વિગતોની ચકાસણી કરવાની રહેશે.

    - જો પ્રોવિડન્ટ ફંડથી પેન્શન ફંડમાં કોઇ એડજસ્ટમેન્ટ કરવાનું હોય કે પછી ફંડમાં ફરી જમા કરાવવાનું હોય તો અરજી ફોર્મમાં તમારી મંજૂરી માગવામાં આવશે. જો આ ફંડને છૂટ પ્રાપ્ત પ્રોવિડન્ટ ફંડ ટ્રસ્ટમાંથી પેન્શન ફંડમાં ટ્રાન્સફર કરવાની જરૂર હોય તો તમારે ચૂકવણીની તારીખ સુધીમાં વ્યાજ સાથે આ અંગેની જાહેરાત રજૂ કરવાની રહેશે.



    - એ વાતનું ધ્યાન રાખવું પડશે કે ફોર્મમાં નોંધાયેલી તમામ માહિતી સાચી હોય. ત્યાર પછી, "સબમિટ" પર ક્લિક કરો.

    - અરજીપત્રક સફળતાપૂર્વક સબમિટ કર્યા પછી, એક રસીદ નંબર દેખાશે. આ નંબર ભવિષ્ય માટે જરૂરી રહેશે, તેથી તેને સાચવીને રાખો.
    First published:

    Tags: Business news, Epfo, Pensioners