Home /News /business /6 કરોડ PF ખાતાધારકો માટે ખુશખબર! હવે 8.65 ટકા વ્યાજ મળશે

6 કરોડ PF ખાતાધારકો માટે ખુશખબર! હવે 8.65 ટકા વ્યાજ મળશે

નાણાકીય વર્ષ 2017-18માં ઈપીએફનો પર વ્યાજ દર 8.55 ટકા હતો

નાણાકીય વર્ષ 2017-18માં ઈપીએફનો પર વ્યાજ દર 8.55 ટકા હતો

નવી દિલ્હી : નોકરી કરનારાઓ માટે મોટી ખુશની સમાચાર આવ્યા છે. કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવાર (Labour Minister Santosh Gangwar) મુજબ, નાણાકીય વર્ષ 2018-19 માટે પીએફ (EPF) પર 8.65 ટકા વ્યાજ મળશે. તેનો સીધો ફાયદો 6 કરોડ ખાતાધારકોને મળશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, ટૂંક સમયમાં નોકરી કરનારાઓના પીએફ ખાતામાં વ્યાજની રકમ જમા થશે. નોંધનીય છે કે, છેલ્લા 6 મહિનાથી પીએફ ખાતાના વ્યાજ દરો પર સહમતિ નહોતી સધાઈ. આ પહેલા નાણાકીય વર્ષ 2017-18માં વ્યાજ દર 8.55 ટકા હતો. જેનો અર્થ એવો થયો કે વ્યાજ દરોમાં 0.10 ટકાનો વધારો થયો છે.

હવે શું થશે - ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, ઈપીએફઓ ટૂંક સમયમાં ખાતાધારકોના એકાઉન્ટરમાં વ્યાજના દરની વધારાની રકમ ટ્રાન્સફર કરશે. નોંધનીય છે કે, 8.65 ટકાનો દર સરકારની અન્ય નાની બચત સ્કીમો પર ઉપલબ્ધ વ્યાજ દરથી વધુ છે. નાની બચત સ્કીમોના રિટર્નનું બેન્ચમાર્કિંગ માર્કેટ રેટ પર થાય છે. EPFOના 6 કરોડથી વધુ સક્રિય સભ્ય છે. આ સંગઠન 11 લાખ કરોડ રૂપિયાથી વધુની નિવૃત્તિ બચતનું સંચાલન કરે છે.

EPF વ્યાજ દરો પર એક નજર

>> નાણાકીય વર્ષ 2017-18માં ઈપીએફનો પર વ્યાજ દર 8.55 ટકા હતો
>> બીજી તરફ, ઈપીએફઓએ 2016-17માં ઈપીએફ પર વ્યાજ દર ઘટાડીને 8.65 ટકા કરી દીધો હતો.
>> જ્યારે, તેના પહેલા નાણાકીય વર્ષ 2015-16માં વ્યાજ દર 8.80 ટકા હતો.


શું હોય છે PF- નોકરી કરનારાઓના પગારનો એક હિસ્સો પીએફ તરીકે કપાય છે. આ રકમ આપના PF (Provident Fund) ખાતામાં જમા થાય છે. આ એક પ્રકારનું રોકાણ કહેવાય છે.

આ પણ વાંચો, મંદીમાં પડ્યા પર પાટું! ભારતમાં 7 રૂપિયા સુધી મોંઘું થઈ શકે છે પેટ્રોલ

નોંધનીય છે કે, Employee Provident Fund (EPF) પગારદાર કર્મચારીઓને નિવૃત્તિ બાદ આર્થિક ફાયદો આપનારી સ્કીમ છે, જે Employees' Provident Fund Organisation (EPFO) દ્વારા ચલાવવામાં આવે છે. તેના વ્યાજ દર સરકાર નક્કી કરે છે.

દર મહિને કંપની તમામ કર્મચારીઓની બેઝિક સેલરીમાંથી 12 ટકા પૈસા કાપી પીએફ ખાતામાં જમા કરે છે. કર્મચારીઓની સાથોસાથ કંપની તરફથી પણ 12 ટકા પૈસા કર્મચારીઓના પીએફ ખાતામાં જમા કરવામાં આવે છે.

આ પણ વાંચો, સરકારી કર્મચારીઓને સરકારની ભેટ! ઘર ખરીદવું થયું સસ્તું
First published:

Tags: Business news, Epfo, EPFO account, EPFO subscribers, Santosh-gangwar

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો