ન્યૂઝ18 ગુજરાતી: ફાયનાન્સ મિનિસ્ટ્રીએ કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ) માટે 8.65 ટકા વ્યાજ દરને મંજૂરી આપી દીધી છે. ઇપીએફઓના 6 કરોડ સભ્યોને આનો લાભ થશે. ફાયનાન્સ મિનિસ્ટ્રી હેઠળ આવતાં નાણાંકીય સેવા વિભાગ (ડીએફએસ)એ ઇપીએફઓના 2018-19 માટે પોતાના સભ્યોને ઇપીએફ પર 8.65 ટકા વ્યાજ આપવાના નિર્ણય અંગે સહમતિ આપી છે. નાણાંકીય સેવા વિભાગે રિટાયરમેન્ટ ફંડની પર્યાપ્ત વ્યવસ્થા સાથે સંબંધિત કેટલીક શરતોને પૂરી કરવાના આધાર પર ઇપીએફઓના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
ફેબ્રુઆરીમાં લેવાયો હતો આ નિર્ણય- આ પહેલાં ફેબ્રુઆરીમાં ઇપીએફઓની નિર્ણય લેનારી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ જેના અધ્યક્ષ શ્રમ મંત્રી સંતોષ ગંગવાર છે, તેમણે 2018-19 માટે ઇપીએફ પર વ્યાજ દર વધારી 8.65 ટકા કરવાનો નિર્ણય લીધો હતો.
ત્રણ વર્ષ બાદ વ્યાજ દરમાં વધારો- ઇપીએફના વ્યાજ દરમાં ત્રણ વર્ષ બાદ વધારો કરવામાં આવ્યો છે. 2017-18માં ઇપીએફ પર વ્યાજ દર 8.55 ટકા હતું. ઇપીએફઓએ 2016-17માં વ્યાજ દર ઘટાડીને 8.65 ટકા કર્યું હતું, જે 2015-16માં 8.8 ટકા હતું.
ઇપીએફઓના અનુમાન અનુસાર, વ્યાજ દર વધાર્યા પછી લગભગ 151.67 કરોડ રૂપિયાનો બોજો પડશે. ત્યાં જ તેને 8.7 ટકા કરવામાં આવે તો તે 158 કરોડ રૂપિયાનું નુકસાન હશે. આથી આને 8.65 ટકા નક્કી કરવામાં આવ્યું છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર