Home /News /business /PF withdrawal: જાણો ડોક્યુમેન્ટ જમા કરાવ્યા વિના કેવી રીતે ઉપાડી શકાય રૂ. 1 લાખ
PF withdrawal: જાણો ડોક્યુમેન્ટ જમા કરાવ્યા વિના કેવી રીતે ઉપાડી શકાય રૂ. 1 લાખ
ફાઈલ તસવીર
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ તેના ગ્રાહકો માટે મોટી સુવિધા શરૂ કરી છે. જે અંતર્ગત કોઇપણ સભ્ય જરૂર પડ્યે કોઇપણ દસ્તાવેજ જમા કર્યા વિના તેના પીએફ ખાતામાંથી 1 લાખ રૂપિયા ઉપાડી (PF withdrawal) શકે છે. EPFO આ સુવિધા પગારદાર લોકોને મેડિકલ એડવાન્સ ક્લેમ (Medical Advance Claim) હેઠળ આપી રહ્યું છે.
નવી દિલ્લી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ તેના ગ્રાહકો માટે મોટી સુવિધા શરૂ કરી છે. જે અંતર્ગત કોઇપણ સભ્ય જરૂર પડ્યે કોઇપણ દસ્તાવેજ જમા કર્યા વિના તેના પીએફ ખાતામાંથી 1 લાખ રૂપિયા ઉપાડી (PF withdrawal) શકે છે. EPFO આ સુવિધા પગારદાર લોકોને મેડિકલ એડવાન્સ ક્લેમ (Medical Advance Claim) હેઠળ આપી રહ્યું છે. EPFOએ ઓફિસ મેમોરેન્ડમ જાહેર કરીને આ માહિતી આપી છે. EPFOએ કહ્યું કે, જો જીવલેણ બીમારીના કિસ્સામાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે 1 લાખ રૂપિયાની તાત્કાલિક જરૂરિયાત હોય તો PF ખાતાધારક આ સુવિધાનો લાભ લઈ શકે છે.
અરજી કર્યાના બીજા જ દિવસે મળી જશે પૈસા!
મેડિકલ એડવાન્સનો દાવો કરનારા કર્મચારીના દર્દીને સરકારી/જાહેર ક્ષેત્રના એકમ/CGHS પેનલ હોસ્પિટલમાં દાખલ કરવું જોઈએ. જો તમને કટોકટીમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય, તો આ અંગે તપાસ કરવામાં આવશે. ત્યારબાદ જ તમે મેડિકલ ક્લેમ માટે અરજી કરી શકો છો. આ સુવિધા અંતર્ગત તમે માત્ર 1 લાખ રૂપિયા સુધી જ એડવાન્સ ઉપાડી શકો છો. જો તમે વર્કિંગ ડે દરમિયાન અરજી કરો છો તો બીજા જ દિવસે તમારા પૈસા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. આ નાણાં સીધા કર્મચારીના ખાતામાં અથવા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી શકાય છે.