Home /News /business /

EPFO New Rule: આપને PF જમા પર કેટલું મળશે વ્યાજ અને કેવી રીતે ગણાય છે ઇન્ટરેસ્ટ રેટ? આમ કરો Calculate

EPFO New Rule: આપને PF જમા પર કેટલું મળશે વ્યાજ અને કેવી રીતે ગણાય છે ઇન્ટરેસ્ટ રેટ? આમ કરો Calculate

File Photo

EPFO New Rule: શું આપ જાણો છો કે, PF પર વ્યાજ પર કેવી રીતે કેલક્યુલેટ થાય છે આપ PFમાં વાર્ષિક કેટલાં રૂપિયા જમા કરાવી શકો છો.

    નવી દિલ્હી: કર્મચારીઓ માટે PF વૃદ્ધો માટે સારા ભવિષ્ય માટે કરવામાં આવતી બચતનો આ સૌથી સારો ઉપયોગ છે. શું આપ જાણો છો કે, PF પરનું વ્યાજ કેવી રીતે કેલક્યુલેટ કરવામાં આવે છે. આપ PFમાં વાર્ષઇક કેટલાં રૂપિયા જમા કરાવી શકો છો અને ચાલો જાણીયે PF અંગે કે કેવી રીતે PFનું બેલેન્સ વ્યાજ બાદ વધી જાય છે.

    20થી વધુ કર્મચારીઓ પર PF યોગદાન જરૂરી- એમ્પલોયી પ્રોવિડન્ટ ફંડ (EPF) રિટાયરમેન્ટ માટે બચત કરવાનો એક ઉપાય છે. કોઇપમ કંપનીમાં 20થી વધુ એમ્પ્લોયી હોય તો તેઓ EPFમાં યોગદાન આપી શકે છે. તેમાં એમ્પલોયી તરફથી બેઝિક સેલરીનાં 12 ટકા જમા થાય છે. અને એમ્પલોયર 8.33 ટકા એમ્લોયીઝ પેન્શન સ્કીમ અને 3.67 ટકા EPFમાં જમા કરે છે. માસિક ઓપરેટિંગ બેલેન્સનાં આધારે ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે. જેને ફાઇનાશિયલ યરનાં અંતમાં ફંડમાં જોડી શકાય છે.

    PFનો વર્તમાન ઇન્ટરેસ્ટ રેટ શું છે? - EPF પર ઇન્ટરેસ્ટ રેટ માર્કેટની સ્થિતિ પર નિર્ભર કરે છે. તેનાં પર વર્તમાન ઇન્ટરેસ્ટ રેટ 8.5 ટકા છે જે ગત ફાઇનાશિયલ યર સમાન છે.

    આ પણ વાંચો-Gold Silver Price Today: 9000 રૂપિયા સુધી સસ્તું થયું સોનું, ચાંદીનો ભાવ 2600 રૂપિયા ગગડ્યો, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

    ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન- એક એમ્પલોયીની બેઝિક સેલરી અને ડિયરનેસ અલાઉન્સને 15,000 રૂપિયા અને ઇન્ટરેસ્ટ રેટ 8.5 ટકા માનવા પર ઇન્ટરેસ્ટને આ પ્રકારે ગણતરી કરવામાં આવી શકે છે.

    બેઝિક સેલરી અને DA= 15,000 રૂપિયા
    EPF માં એમ્પલોયીનું યોગદાન= 15,000 રૂપિયાનાં 12% = 1.800 રૂપિયા
    EPS માં એમ્પલોયરનું યોગદાન= 15,000 રૂપિયાનાં 8.33%=1,250 રૂપિયા
    EPF માં એમ્પલોયરનું યોગદાન= 15,000 રૂપિયાનાં 3.67% = 550 રૂપિયા

    કુલ યોગદાન= 2,350 રૂપિયા
    વર્તમાન ઇન્ટરેસ્ટ રેટ= 8.5% પ્રતિવર્ષ
    ઇન્ટરેસ્ટ માસિક ઓપરેટિંગ બેલેન્સ પર ગણવામાં આવે છે અને આ કારણે તે પ્રતિ મહિને ઇન્ટરેસ્ટ થશે. =8.5%/12= 0.07083%

    પહેલાં મહિનામાં EPF પર કોઇ ઇન્ટરેસ્ટ નહીં
    બીજા મહિનાનું યોગદાન= 2,350 રૂપિયા
    કૂલ EPF બેલેન્સ= 4700 રૂપિયા

    EPF યોગદાન ઇન્ટરેસ્ટ= 4,700 રૂપિયા * 0.7083% = 33.29 રૂપિયા

    આ પણ વાંચો- OMG: કોરોનાનાં કારણે મગજમાં થાય છે ગંભીર અસર, સોજો નર્વ સિસ્ટમમાં ફેલાય છે

    PF માં વાર્ષિક કેટલી રકમ કરાવી શકાય છે જમા-
    નાણાંમંત્રી નિર્મલા સીતારમને હાલમાં જ જણાવ્યું હતું કે, ટેક્સ ફ્રી PF કોન્ટ્રીબ્યૂશનની લિમિટ કર્મચારીઓ માટે વધારી 5 લાખ વાર્ષિક કરી દેવામાં આવી છે. આ પહેલાં બજેટમાં આ લિમિટને 2.5 લાખ રૂપિયા વાર્ષિક રાખવાનો પ્રસ્તાવ મુકવાકમાં આવ્યો હતો. જે બાદમાં બદલવામાં આવ્યો છે.

    PFમાં કેટલું જમા કરાવી શકાય છે- કર્મચારીઓનાં PF બેઝિક સેલરીનું 12 ટકા અંશદાન કરવામાં આવે છે. પ્રાઇવેટ કર્મચારીઓને PFનું અંશદાન વધારવાનું વિકલ્પ ઓછો હોય છે. પણ સરકારી કર્મચારીઓની પાસે આ લિમિટને વધારવાનો વિકલ્પ હોય છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Epf, EPFO New Rule, Money News, News in Gujarati, PF, PF Calculate, ગુજરાતી ન્યૂઝ

    આગામી સમાચાર