Home /News /business /

EPFO News: નોકરીયાત માટે મોટા સમાચાર, ઇપીએફ જમા પર મળશે 8.1 ટકા વ્યાજ

EPFO News: નોકરીયાત માટે મોટા સમાચાર, ઇપીએફ જમા પર મળશે 8.1 ટકા વ્યાજ

નોકરીયાત માટે સારા સમાચાર

EPFO News : તમે નોકરી (JOB) કરતા હોવ તો તમે ઘરે બેસીને તમારું PF બેલેન્સ ચેક (PF balance Check) કરી શકો છો. તમે મિસ્ડ કોલ અને એસએમએસ દ્વારા પણ તમારું પીએફ બેલેન્સ ચેક કરી શકો છો.

    નવી દિલ્હી : કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22 માટે EPF જમા પર 8.1 ટકા વ્યાજ દરને મંજૂરી આપી છે. આની માહિતી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અથવા EPFO ​​ઓફિસના આદેશમાં આપવામાં આવી છે.

    જો તમે નોકરી કરતા હોવ તો તમે ઘરે બેસીને તમારું PF બેલેન્સ ચેક કરી શકો છો. તમે મિસ્ડ કોલ અને એસએમએસ દ્વારા પણ તમારું પીએફ બેલેન્સ ચેક કરી શકો છો.

    મિસ્ડ કોલ દ્વારા

    તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરો. આ પછી EPFO ​​તરફથી એક મેસેજ આવશે, જેમાં તમારા PF એકાઉન્ટની વિગતો જોવા મળશે. આ કોલ UAN ના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી કરવાનો રહેશે.

    એસએમએસ દ્વારા

    જો તમારું UAN EPFO ​​સાથે રજિસ્ટર્ડ છે, તો તમારા લેટેસ્ટ કોન્ટ્રિબ્યૂશન અને PF બેલેન્સની માહિતી મેસેજ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. આ માટે તમારે EPFOHO UAN ENG ને 7738299899 પર મોકલવાનું રહેશે. છેલ્લા ત્રણ અક્ષરો ભાષા માટે છે. જો તમારે હિન્દીમાં માહિતી જોઈતી હોય તો તમે EPFOHO UAN HIN લખીને મોકલી શકો છો. આ SMS UAN ના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી મોકલવાનો રહેશે.



    EPFO વેબસાઇટ દ્વારા

    આ માટે તમારે EPFAની વેબસાઈટ પર જવું પડશે.
    અહીં Employee Centric Services પર ક્લિક કરો.
    હવે View Passbook પર ક્લિક કરો.
    પાસબુક જોવા માટે, UAN થી લોગિન કરો.

    આ પણ વાંચોSBI Report: SBIએ GDP વૃદ્ધિનું અનુમાન વધાર્યું, FY23માં વૃદ્ધિ દર 7.5% પર રહી શકે છે

    ઉમંગ એપ દ્વારા

    તમારી UMANG એપ (UMANG) ખોલો અને EPFO ​​પર ક્લિક કરો.
    હવે Employee Centric Services પર ક્લિક કરો.
    અહીં વ્યુ પાસબુક વિકલ્પ પર ક્લિક કરો.
    તમારો UAN નંબર અને પાસવર્ડ (OTP) નંબર દાખલ કરો.
    રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.
    OTP દાખલ કર્યા પછી, તમે તમારું PF બેલેન્સ ચેક કરી શકો છો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Epf, EPF Account, Epf passbook, EPFO account, EPFO Interest

    આગામી સમાચાર