EPFO: નોકરીયાત માટે ખુશખબરી! 15,000થી વધારે બેઝિક સેલેરી વાળા માટે નવી પેન્શન સ્કીમ લાવવાની તૈયારી
EPFO: નોકરીયાત માટે ખુશખબરી! 15,000થી વધારે બેઝિક સેલેરી વાળા માટે નવી પેન્શન સ્કીમ લાવવાની તૈયારી
સૂત્રોના મતે આ નવી પેન્શન યોજના પર પ્રસ્તાવ 11 અને 12 માર્ચે ગુવાહાટીમાં ઇપીએફઓના નિર્ણય લેનારી શીર્ષ નિકાય સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની (CBT)બેઠકમાં કરી શકાય છે
epfo pension scheme - EPFOની સીબીટીની બેઠકમાં થઇ શકે નિર્ણય
નવી દિલ્હી : જો તમે સંગઠિત ક્ષેત્રમાં નોકરીયાત છો તો તમારા માટે ખુશખબરી છે. એપ્લોય પ્રોવેડિન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇપીએફઓ (EPFO)સંગઠિત ક્ષેત્રના 15 હજારથી વધારે મૂળ પગાર (Basic Wages) મેળવનાર તથા એપ્લોય પેન્શન સ્કીમ-1995 (EPS-95) અંતર્ગત અનિર્વાય રુપથી ના આવતા કર્મચારીઓ માટે એક નવી પેન્શન સ્કીમ (epfo new pension scheme) લાવવા પર વિચાર કરી રહ્યું છે.
વર્તમાનમાં સંગઠિત ક્ષેત્રના તે કર્મચારીઓ જેમનો મૂળ પગાર (બેસિક પે અને ડીએ) 15 હજાપ રૂપિયા સુધી છે, અનિવાર્ય રુપથી ઇપીએસ-95 અંતર્ગત આવે છે. એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે ઇપીએફઓના સદસ્યો વચ્ચે ઊંચા યોગદાન પર વધારે પેન્શનની માંગ કરવામાં આવી છે. આ પ્રકારે તે લોકો માટે એક નવી પેન્શન ઉત્પાદ યોજના લાવવા માટે સક્રિય રુપથી વિચાર કરવામાં આવી રહ્યો છે. જેમનો માસિક મૂળ પગાર 15,000 રૂપિયાથી વધારે છે.
સૂત્રોના મતે આ નવી પેન્શન યોજના પર પ્રસ્તાવ 11 અને 12 માર્ચે ગુવાહાટીમાં ઇપીએફઓના નિર્ણય લેનારી શીર્ષ નિકાય સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની (CBT)બેઠકમાં કરી શકાય છે. બેઠક દ્વારા સીબીટી દ્વારા નવેમ્બર 2021માં પેન્શન સંબંધી મુદ્દા પર બનેલી એક ઉપ સમિતી પણ પોતાનો રિપોર્ટ પ્રસ્તુત કરશે.
સૂત્રએ જણાવ્યું કે એવા ઇપીએફઓના અંશધારક છે જેમને 15,000 રૂપિયાથી વધારે માસિક મૂળ વેતન મળી રહ્યું છે પણ તે ઇપીએસ-95 અંતર્ગત 8.33 ટકાના કમ દરથી યોગદાન કરી શકે છે. આ રીતે તેમને ઓછું પેન્શન મળે છે.
ઇપીએફઓએ 2014માં માસિક પેન્શન યોગ્ય મૂળ વેતનને 15,000 રૂપિયા સુધી સિમિત કરવા માટે યોજનામાં સંશોધન કર્યું હતું. 15,000 રૂપિયાની સીમા ફક્ત સેવામાં સામેલ થવા માટે લાગુ થાય છે. સંગઠિત ક્ષેત્રમાં વેતન સંશોધન અને મૂલ્યવૃદ્ધિના કારણે 1 સપ્ટેમ્બર 2014થી 6500 રૂપિયાથી ઉપર સંશોધિત કરવામાં આવ્યું હતું. પછી માસિક મૂળ વેતનની સીમાને વધારેને 25,000 રૂપિયા કરવાની માંગ થઇ હતી અને તેના પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો. જોકે પ્રસ્તાવને મંજૂરી મળી ન હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર